Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૮૪
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
7
અભાવ હાવાથી જીવ, તે અંતરકરણના પહેલા સમયે જ (અપૌદ્ગલિક એવું) ઉપશમ સમ્યક્ત્વ પામે છે. એ પ્રમાણે જીવે પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યક્ત્વરૂપ ઔષધિવિશેષવડે સાફ કરેલ મદનકાદ્રવા (મદન=ક્ાતરાં અને કેદ્રવા=બંટીના કુરીયાં) ફેતરાંવાળી ખટી સ્વરૂપ મિથ્યાત્વની ખાકી રહેલ ખીજી મેટી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલેાના શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પુંજ (ભાગ) કરે જ છે. (તેટલામાં ઉપશમ સમ્યકત્વને અન્તર્મુહૂત્ત પ્રમાણ કાલ પૂરા કરે છે.) અને ઉપશમ સમ્યક્ત્વથી શ્રૃત થતા તે જીવ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા બાદ ત્રણ પુંજ કરતા હેાવાથી જ [શુદ્ધ પુજના ઉદયે અને અશુદ્ધ પુજના પ્રદેશેાયે] ક્ષયાપશમ સમ્યગ્દષ્ટિ, [ મિશ્ર પુજના ઉદયે ] મિશ્રષ્ટિ, અથવા [ અશુદ્ધ પુંજના ઉદયે] મિથ્યાષ્ટિ થાય છે: અર્થાત્ ઉપશમ સભ્યત્વને પામ્યા બાદ જો એ પ્રમાણે ત્રણ પુંજ રચતા જ ન હોય તે ઉપશમ સમ્યક્ત્વથી ચૂત થયે સતે ક્ષાયેાપમિક સભ્યષ્ટિ અથવા મિશ્રૠષિ અથવા મિથ્યાદ્રષ્ટિ કેમ બને ? ક ગ્રન્થમાં કહ્યું છે કે-धुवं पढमोसमी, करेइ पुंजतिअं ॥
तव्वडियो पुण गच्छ, सम्मे मिस्समि मिच्छे वा ॥ १ ॥
અર્થ :-પ્રથમ ઉપશમ સમ્યક્ત્વી નિશ્ચયે ત્રણ પુંજ કરે છે: અને ઉપશમ સમ્યકૃત્વથી પડયો થકે ક્ષયાપશમ સમ્યક્ત્વમાં-મિશ્રમાં અથવા મિથ્યાત્વમાં જાય છે. ॥ ૧ ॥
આ બાબત સૈદ્ધાંતિક મત એમ છે કે “ કોઇક અનાદિમિથ્યાઢષ્ટિ જીવ; તથાવિધ સામગ્રી સદ્ભાવે અપૃ કરણ વડે ( અનિવૃત્તિકરણ વિના જ ) શુદ્ધ પુદ્ગલાને વેદતા થકા [ ત્રણ પુજ કર્યા વિના જ ] પ્રથમથી જ ક્ષાયેાપશમિક સમૃષ્ટિ થાય છે. અને કાઇક જીવ યથાપ્રસૃત્તિ આદિ ત્રણુ કરણના ક્રમવડે [ અનિવ્રુત્તિકરણમાં રચેલાં] અંતર કરણમાં ઉપશમ સમ્યક્ત્વ પામે; પરંતુ ત્રણુ પુજ તે ન જ રચે, અને ત્યાર બાદ ઉપશમ સમ્યક્ત્વથી પડીને અવસ્ય મિથ્યાત્વને જ પામે. આ માટે શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે કેआलवणमलती जह सङ्घाण न मुंचए इलिआ ||
एवं अकयतिपुंजो मिच्छं चिय उवसभी एइ ॥ १ ॥
સિદ્ધાન્તના મતે એ કરગુથીક્ષયા॰ સભ્ય,ત્રણ કરણથી ઉપ॰ સભ્ય, ત્રણ પુજ નહિ અને ઉ૫૦ સમ્યકત્થી મિથ્યા
વેજ જાય.
અર્થ :—( આગળ સ્થાન કરવા સારૂ પાછલા બે પગે આખુ શરીર ઉંચુ' કરી આમથી તેમ ભમાવવા છતાં કાંય પણું ) આલેખન ન પામતી ઇયેળ જેમ સ્વસ્થાન-મૂળસ્થાન મેાડતી નથી, તેમ ત્રણ પુંજ નહિ કરેલ ઉપશમસમકિતી જીવ મિથ્યાત્વને જ પામે. ॥ ૧ ॥ વળી કાઇ જીવ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કયે સતે સમ્યક્ત્વ પામતાંની સાથે જ દેશવિરતિ અથવા સર્વાંવિતિ સ્વીકારે છે. શતક ( પાંચમા કગ્રન્થની )ની બૃહત ચૂર્ણિમાં કહ્યું છે કે-અંતરકરણમાં વર્તતા કેાઈ ઉપશમસમિતિ જીવ દેશિવરતિ પણ પામે; અને કોઇ જીવ પ્રમત્તાપ્રમત્ત ભાવને પણુ પામે; પરન્તુ ઉપશમ સમ્યફૂર્વથી પડેલા સાસ્વાદની છત્ર એક પણુ ભાવને ન પામે. અર્થાત્ મિથ્યાત્વને પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org