Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૦ શ્રી કાલ્પતિક્રમણ વદિતૃસત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ માટે તૈયાર થતું નથી ! અને તે ચારિત્રની ઉજમાળતા વિના આત્માને મુક્તિપદની પ્રાપ્તિ
કેમ થાય છે ૪૫૯ી અથવા જે સહેલી પણ દર્શનશુદ્ધિ વિજયરાજાની તીર્થયાત્રા ઉત્કૃષ્ટ થાય તો મને પણ કદાચિત સર્વદશીપણાનો સંભવ થાય! અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ + ૪૬૦ | અને દર્શનશુદ્ધિની ઉત્કૃષ્ટતા સમ્યક્ત્વનાં અંગેનું
આરાધના કરવાથી જ થાય.” એમ વિચારીને રાજા” દેવ, ગુરુ અને ધર્મનાં ધ્યાનમાં એકાગ્રચિત્ત બને. ૪૬૧. એક વખતે તે રાજા સામ્યત્વનાં ભૂષણરૂપ તીર્થસેવા કરવાને “રાજ્ય પર મોટા પુત્રને સ્થાપીને શ્રી સિદ્ધાચલજી તીર્થે ગયે. તે ૪૬૨ શત્રને જીતવાની ઈછાવાળાને પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે કિલો જેમ નિત્ય છે અને અજોડ ભાવવાળા છે તેમ’ જે તીર્થ. રાગદ્વેષરૂ૫ શત્રને જીતવાની ઈચ્છાવાળા મોક્ષના અથી ઓને પોતાના તે સ્વાર્થની સિદ્ધિને માટે ત્રણ લેકમાં પણ શ્રેષ્ઠ છે, નિત્ય છે અને અનંતપ્રભાવવાળું છે' ||૪૬કા
શાસ્ત્રોક્ત વિધિ મુજબ તે તીર્થની સર્વ સામગ્રીથી સેવા કરતાં ત્રણે કાલ જિનપૂજા, ચૈત્યનો જીર્ણોદ્ધાર આદિની ચિંતા વિગેરે દર્શનશુદ્ધિના ઉપાય કરવા વડે રાજા પિતાનાં જન્મને સફળ કરે છે. ll ૪૬૪ . એક વખતે સાંજે શ્રી જિનેશ્વરપ્રભુની મહાપૂજા કરીને અતિ સ્થિરચિત્ત બને તે રાજા, ઉચ્ચપ્રકારે સમ્યકત્વની ભાવના ભાવવા લાગ્યો કે – ૪૬૫ / “અહો ! સર્વજ્ઞ ભગવંતએ સુખનાં સાધનવાળો કે સુંદર ધર્મ કહ્યો છે, કે-જેના બળથી કષ્ટ વિના પણ સંસાર સમુદ્રને પાર પામી શકાય છે !!! I ૪૬૬ શું સુંદર જનમતની સ્થિતિ!!! કે જેમાં પરમાત્મ સ્વરૂપ શ્રી અરિહંતદેવ, શ્રેષ્ઠ આચારવાળા નિ'થ ગુરુ અને સર્વશ્રેષ્ઠ ધર્મ રહેલા છે!!!” ૪૬૭માં એ પ્રકારનાં ધ્યાન વડે રાજા જાણે મેક્ષની નીસરણીએ જ ૨ઢયો હોય તેમ ક્ષપકશ્રેણીએ ચઢયો !!! અહા! જીવની શું શક્તિ !!! ૪૬૮ / તે વખતે રાત્રિ હતી, છતાં રાત્રે પણ અંધકારના સમૂહને (અજ્ઞાનાધકાર સમૂહનો) નાશ કરનાર કષ્ટ પ્રાપ્ત થાય તે કેવલજ્ઞાનરૂપ સૂર્ય ઉદય તે રાજાને વિના કષ્ટ થયે! ૪૬૯ . દેવે જેમને મુનિવેષ આપેલ છે, એવા તે વિજયરાજર્ષિને (પિતાને કેવલજ્ઞાન દીક્ષાથી મળ્યું,
જ્યારે પુત્ર દીક્ષાથી લભ્ય કેવલજ્ઞાન ગૃહસ્થપણે મેળવ્યું! એથી) પુત્ર, પિતા કરતાં અધિક (વીર્યવાન) પણ છે, એ હિસાબે (પિતાના કેવલજ્ઞાન વખતે નહિ આવેલ, પરંતુ આ વખતે) દેએ આવીને પુત્રને પૂજ્યા ! અર્થાત જ્ઞાનને ઓચ્છવ ઉજ . / ૪૭૦ | પ્રથમ પિતાની જ્ઞાતિ (રાજકખ) તારવા યોગ્ય છે, એ હિસાબે વિજયરાજર્ષિ કેવલીએ ત્રણ પ્રિયા સહિત મોટાભાઈ જયરાજાને, પિતાની ત્રણ સ્ત્રીઓને અને પોતાના બે પુત્રોને જલ્દી દીક્ષા આપી! ૪૭૧ , બાદ દીર્ઘકાળ સુધી પૃથ્વીતલ પર વિચરી, એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિજયરાજર્ષિ કેવલી તે સર્વ કુટુંબ સહિત મોક્ષપદ પામ્યા! અહો ! દઢ સમ્યકત્વનાં કેવાં ફળે છે!!! ૪૭૨
એ પ્રમાણે સમ્યક્ત્વનાં આરાધનામાં, સમ્યકત્વની દઢતાના સંબંધમાં અને સમ્યકત્વનાં ફળની પ્રાપ્તિમાં પણ વિજયરાજા અને જ્યરાજાનાં સમ્યકત્વનું અદ્દભૂત દષ્ટાંત સાંભળીને હે ભવ્ય ! નિર્મળ સમ્યકત્વની પ્રાપ્તિ માટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રયત્ન કરે. ૪૭૩
॥ इति सम्यकत्वनी आराधना उपर जयविजयनी कथा समाप्त.॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org