Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
હ૦
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિતસત્રની આદશ ટકાને સરલ અનુવાદ
અને ધર્મરૂપ તત્વત્રયીનાં આરાધનાથી તમને આ રાજ્યમંત્ર, મણિ અને મહીષધિ જેવી ત્રણ દિવ્ય વસ્તુઓ, ત્રણ ત્રણ આવી ઉત્તમ પ્રિયા અને ત્રણ ખંડનું રાજ્ય વિગેરે પ્રાપ્ત થયું. a૩૧૨ (ભાનુને દેવ, ગુરુ અને ધર્મ એ) ત્રણેય તત્વને વિષે એકેકવાર એકેક શંકા થએલ તે ત્રણશંકાથી તેના જીવ આ જયકુમારને તે ત્રણ દિવ્ય વસ્તુઓનું ચાલ્યું જવું, રાજા સસરા આદિમાં વેશ્યાગામીપણું છતું થઈ જવાને વેગે લાજ ખેવી, (તેથી તે સસરા રાજાને મુખ બતાવી શકવું મુશ્કેલ બની જવાથી) સસરાનું નગર તજીને અરણ્યમાં જવું, વિગેરે બનવા પામ્યું ! અને તે જયકુમારની પહેલી પ્રિયા કામલતા (કે જે ગણિકા હતી) ને પૂર્વભવમાં કરેલ કુલમદના ચગે નીચકુળ (ગણિકાપણું) વિગેરે પ્રાપ્ત થયું. . ૩૧૩ I એ પ્રમાણે કેવલી પિતાએ કહેલ પૂર્વભવના સર્વ વૃત્તાંતને સાંભળીને મુનિધર્મને ઈરછતા એવા તે છએ જણે જાતિસ્મરણજ્ઞાન પામીને અને દઢ આત્મપણું ધારણ કરીને કેવલી ભગવંત પાસેથી હર્ષપૂર્વક શ્રાવકધર્મદેશવિરતિધર્મ સ્વીકાર્યો. ૩૧૪ . બાદ વિજયરાજાએ-સમ્યકૃત્વાદિ ધર્મને સર્વત્ર પ્રવર્તાવવા વડે શ્રી અરિહંત પ્રભુના ધર્મને એકછત્રી બનાવ્યું. ધમી રાજાની આજ્ઞાથી શું ન બને? | ૩૧૫ આ વિજયરાજાને ચાર સદ્દણુશ્રદ્ધા આદિ સમ્યકત્વના ૬૭ ભેદે કરીને એવી તો દર્શનશુદ્ધિ થઈ કે-તે વિષમ પ્રસંગે પણ ખલના નજ પામ્યો ! / ૩૧૬ . અનેક પ્રતિમાઓની પૂજા જિનમંદિરે, તીર્થયાત્રાઓ અને શ્રી સંઘની ભક્તિ કરવાવડે તથા સત્તા-ઉદય આદિ સર્વ પ્રકારનાં મિથ્યાત્વને હણી નાખવાવડે કરીને વિજયરાજાએ સમ્યકત્વને દીપાવ્યું. તે ૩૧૭ છે તે રાજાની વિજ્યા આદિ
ત્રણ રાણુઓને તે ક્રમે વિજ્યાને નંદન, વૈજયન્તીને આનંદ વિજય રાજાને સમ્યકત્વથી અને જયને સુંદર નામે ત્રણ પુત્રો થયા. In ૩૧૮ એકદા
ચલિત કરવા આવેલ પૂર્વ મહાવિદેહમાં સૌધર્મ ઈન્દ્ર, શ્રી અરિહંત ભગવંતને પૂછયુંમિથ્યાષ્ટિદેવના ઘેર હે પ્રભે! વર્તમાનકાળે ભરતક્ષેત્રમાં અહંદુ ભગવંતના ધર્મમાં ઉપસર્ગો. દબુદ્ધિ એવો કોઈપણ ગૃહસ્થ છે? જે કે- “સમુદ્રમાં મીઠું
છે કે નહિં?' એવા પ્રશ્નની જેમ અહિં તે પ્રશ્ન જ શું હોય? પણ ભરતક્ષેત્રને વિષે મારે સંબંધ હોવાથી તે સંબંધને આશ્રયીને મારે આ પ્રશ્ન છે. ૩૧૯૩૨૦ - ભગવંત બોલ્યા- “હે ઈન્દ્ર! વર્તમાનકાળે વિજયપુરનગરને વિષે વિજયરાજા, સમ્યક્ત્વરૂપ આત્મધર્મમાં વજની માફક દઢ છે. એ રાજાને સમ્યત્વગુણથી મેરુપર્વતની જેમ દે પણ ચલાયમાન કરવા શકિતમાન્ નથી !” એમ સાંભળીને અત્યંત પ્રમુદિત થએલા સૌધર્મેન્દ્ર મહારાજે તે વિજયરાજની પ્રશંસા કરી. ૩૨૧, ૩૨૨ છે પરંતુ કેઈ મિથ્યાણિ દેવ, પ્રભુની તે તથ્યવાણીને પણ અતશ્ય-ખોટી કરવાને માટે ત્યાંથી નીકળ્યો ! સર્વજ્ઞનાં વચનમાં પણ અનાસ્થાને-અવિશ્વાસને ધિક્કાર છેઃ ૩૨૩ જૈન અવધૂત (પાસસ્થા)નું રૂપ લઈને તે દેવ વિજયનગરે આવ્યું અને કળા વિગેરેના અભ્યાસની કુશળતાવડે વિજય રાજાને રીઝવી લીધો! ૩૨૪. “ જાણે પેલાએ વશ કરી લીધે ન હોય, તેમ હંમેશને માટે તેને આધીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org