Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિgવની આ ટીકાને સરલ અનુવાદ રાખવામાં આવે તે વ્યવહારને જ લેપ થાય માટે જેઓ ચારિત્રવંત છે તેઓ તે નક્કી પૂજનીય જ છે. જે તેઓ પણ પૂજનીય નથી, એવો અવ્યક્ત મત ગ્રહણ કરવામાં આવે તે હે અવધૂત! નિલંવપણું જ પ્રાપ્ત થાય.” = ૩૫૬-૫૭-૫૮-૫૯-૩૬૦ |
કળાકારે-અવધૂતે કહ્યું-“હે રાજન! તમારા જેવાને પણ અહે કે દષ્ટિરાગ છે કેતે સાધુઓમાં દુષ્ટ આચાર દીઠા હોવા છતાં પણ સ્ત્રીઓને વિષે જેમ કામી પુરુષ રાગ રાખે તેમ તમે રાગ રાખો છે! I ૩૬૧ દષ્ટિરાગમાં ધર્મ નથી કિન્તુ તત્વના નિર્ણયમાં ધર્મ છે.” રાજાએ કહ્યું-“(મેં કહ્યું તે મારું વચન નથી, પરંતુ) સર્વાએ કહેલું વચન છે? અને તે નિર્ણયવાળું જ છે, એમાં શંકા નથી. વળી સર્વજ્ઞ ભગવંતે કહેલી ગુરુતા જૈન સાધુઓને જ હોય છે. તેવી જૈન સાધુઓની ગુરુતાને મિથ્યા કરતો હે કલાવાન! તું મિથ્યાષ્ટિ છે: વાત કરવાને લાયક નથી.” / ૩૬૨-૩૬૩. નૃપતિની તે યુક્તિવડે જેને આરંભ નિષ્ફળ થયે છે, એ તે કપટની ભૂમિ સરખો કલાવાન અવધૂત, વિલ બનીને ક્યાંઈ પણ ચાલ્યા ગયે. ફરી રાજાએ પણ તેની તે મિથ્યાષ્ટિ હોવાના કારણે શેધ ન કરાવી. | ૩૬૪
એકદા તે નગરમાં તે રાજા, પ્રધાન, નગરશેઠ વિગેરે મુખ્ય જનેને કઈ દિવ્ય પુરુષે સ્વમમાં આવીને આ પ્રમાણે કહ્યું-“અહા ! પ્રાણીસંહારની કીડા વખતે યમરાજની જે
આકૃતિ હોય તેવી આકૃતિવાળા સર્પોને કઈ અતિ ભયંકર વિજય રાજાને ચલિત ઉપદ્રવ થવાને છે અને વ્યાધિને પ્રતિકાર જેમ ઔષધ છે, કરવા સારુ દેવે કરેલ તેમ તે ઉપદ્રવને પ્રતિકાર આ એક જ છે કે-આ નગરના સને ભયંકર ઉપદ્રવ. નાગત્યને વિષે રહેલી દેદીપ્યમાન એવા ફણિધર સર્ષની
મૂર્તિનું આદરથી પૂજન કરવું.” ૩૬પ-૩૬૬-૩૬૭ | પ્રભાતે રાજસભામાં એક નિમિત્તિઓએ પણ આવીને તે સ્વપપુરુષની જેમ કહ્યું ! અહે! તે રૂમમાં કહી ગએલ પુરુષના કથનને અને આ નિમિત્તિઓના કથનનો કે સમાન વાદ? I ૩૬૮ માં સમસ્ત નગરલોકે તે તે નાગેન્દ્રની મૂર્તિની વિવિધ પ્રકારની પૂજા વડે આદરપૂર્વક પૂજા કરવા લાગ્યા. અથવા તે મૃત્યુને ભય કોને નથી? ૩૬૯ સમસ્ત પ્રજાએ : ૧-અનાગાઢ યોગમાં નાખેલા શિષ્યોને યોગ કરાવવા ચાલુ હતા અને પગની ક્રિયા કરાવનારા ગુરુમહારાજ કાલધર્મ પામી દેવકમાં ગયા. આથી શિષ્યોને યોગ પૂરા કરાવવાની ઈરછાએ દેવલેમાંથી તુરત આવીને ગુરુના તે આત્માએ પોતાના મૃત દેહમાં પ્રવેશ કર્યો અને શિષ્યોને વેગ પૂરા કરાવ્યા બાદ “હું તે કાલધર્મ પામીને દેવ થયો છું, અને મારી આ કાયામાં પેસીને મેં તમને યોગ કરાવ્યા છે' એમ જણાવીને ગુરુએ-દેવ તરીકે અવિરતિ એવા પિતાને શિષ્યોએ કરેલ વંદનાદિકનું શિષ્યને પ્રાયશ્ચિત લેવડાવ્યું, અને પિતે સવકાય તછ દેવલોકમાં ગયા. ત્યારથી તે આચાર્યના શિષ્યોને એવી ભ્રમણ થઈ કે-જે સાધુને વંદના કરીએ તે સાધુ મૂળ કાયામાં છે તેની ખાત્રી શું? માટે કોઈપણ સાધુને વંદનાદિ કરવાનું બંધ કર્યું. અંતે એક નૃપતિના નથી તેઓ ઠેકાણે આવ્યા. એ રીતે એક સાધુના દેહમાં દેવ જાણવાથી સર્વ સાધુઓમાં દેવપણું– અવિરતપણું માનવા લાગેલા સાધુઓ અવ્યક્તમતવાળા નિહર તરીકે પ્રસિદ્ધ થયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org