Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસૂવાની આદશ ટીકાને સરલ અનુવાદ વિષે શ્રેષ્ઠ એવા તે કુજરૂપવાળા વરને વરજે-વરમાળા પહેરાવજે!” આ પછી દેવીને આદેશ પામેલી તે “જાણે સ્વર્ગીય કન્યા જ ન હોય, તેવી” અધિક ભાગ્યશાળી રાજકન્યા પાલખીમાં બેસીને સ્વયંવર મંડ૫માં આવી. આ ૨૦૦-૨૬૧ રાજકન્યાએ મંડપમાં આવતાની સાથે ત્યાં બેઠેલા સર્વ રાજાઓની દષ્ટિ અને મનને હરી લીધાં! આ રીતે તે રાજાઓને આ કન્યા - ઉઘાડી આંખે લૂંટી રહેલ હોવા છતાં પણ આશ્ચર્યની વાત છે કે તે દરેક રાજાઓ તો તે કુંવરીને પોતાની પ્રાણેશ્વરી જ-પિતાના પ્રાણની પણ માલિકીની જ બનાવવા ઈચ્છે છે! I ૨૬૨ કુંવરીના સાથે મંડપમાં આવેલી દાસીએ કુંવરી સામે સર્વ રાજાઓને એક પછી એક એમ અનુક્રમે વર્ણવી બતાવ્યા, (સર્વ રાજાઓ નીતિમાન્ -ખ્યાતિમાન-રાજ્યઋદ્ધિમાન અને સ્વરૂપવાન્ હતા, તો પણ) તે દરેક રાજાઓને “ગંધ વિનાના પુષ્પોને ભમરી તજી દે, તેમ કુંવરીએ એક પછી એક છેડી દીધા! ૨૬૩ હવે જાણે “આ સર્વ સ્વરૂપવંત રાજાઓની પંક્તિમાં કુન્જને વર્ણવવાનું છોડી દીધેલ તે રૂ૫” પંક્તિભેદ ન થાવ, એમ વિચારીને હાય તેમ કુંવરીએ કેઈજ રાજાને વરમાલ ન પહેરાવી તેથી ખેદ કરીને દાસીએ કુંવરીને આક્ષેપ કરીને-ટેણું મારીને કહ્યું કે “હવે તે આ કુકડો બાકી છે તેને વર:” ૨૬૪ . “ જાણે દાસીના તે કટાક્ષભર્યો વચનને સત્ય કરવા માટે જ હોય તેમ” કુલદેવીએ આપેલા સ્વમના આધારે તે કુંવરીએ ખરેખર તે કુબડાના જ કંઠમાં વરમાળ આપી! અને તેમ કર્યું તેમાં આનંદ અનુભવવા લાગી! ૨૬૫ . આ રીતે જોઈ એટલે અત્યંત (અથવા એટલે પિતાને ઉત્કર્ષ નહિ સહન કરી શકવાને લીધે) ઈર્ષાને ધારણ કરવા લાગેલા રાજાઓને તે વખતે મુજે કહ્યું કે “હે દુર્ભાગીઓ! તમે મારા ઉપર નકામો દ્વેષ કરો છો, તમારા દુર્ભાગ્ય ઉપર દ્વેષ કરો.” • ૨૬૬ કુન્જનાં એ પ્રમાણે વચને સાંભળતાં જ કોધથી હથિયારે ઊંચા કરેલા કેટલાક ઉશૃંખલ રાજાઓ, “સાંકળ વિનાના હાથીઓની માફક કન્યાનું હરણ કરવાને અને કુબડાને હણવાને માટે જલદી દેડયા. છે ૨૬૭ સિંહની માફક અપરાભવિત પરાક્રમવાળા આ કુત્તે પણ ત્રણ લેકને ત્રાસ પમાડે તેવું કાંઈક પરાક્રમ દેખાડવા વડે તે સવે રાજાઓને શીધ્રપણે ત્રાસ ત્રાસ પમાડી દીધા! ૨૬૮ કુમારનું આવું અદ્દભુત પરાક્રમ જોઈનેકન્યા, પિતાની કાર્યસિદ્ધિમાં-રાજા, જમાઈ પરાક્રમી હોવા છતાં કુજ હેવાની ચિંતામાં-નરવા આવેલા અન્ય રાજાઓ, કુબડે આવી કન્યા લઈ જાય એ ઈષ્યમાં-તે ઈર્ષાથી કુમારને હણવા જનારાઓ માર ખાઈને ઉપરથી કુમારને ખેપ વહેરી બેઠા તેના ભયમાં અને “બધા રાજાને છેડીને કન્યાએ કુજને જ વરવું તેમજ કુજે પણ એકલા હાથે સમસ્ત નૃપતિઓને પરાભવિત કરવા એ વિગેરે રોમાંચક બનાવે જેનાર લોકો, આશ્ચર્યમાં મમ બની ગયા છે, તેવા સંજોગમાં ત્યાં સ્વર્ગના વિમાનની દ્ધિને તિરસ્કારે તેવું રૂદ્ધિવાળું અને અત્યંત કાંતિવાળું એક વિમાન આવ્યું ! તે વિમાનમાંથી કોઈ એક પુરુષ, ઉતરીને “બંદીજન જેમ બિરૂદાવલી ૧ દિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org