Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૪૪ શ્રી માદ્ધપ્રતિક્રમણ-વાદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ વિધિપૂર્વક વહાલથી આખે ! ૪૯-૫૦ મોટા ભાઈ પ્રતિ બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારે વિનયવાન એ વિજયકુમાર રખડતી સ્થિતિમાં રાજ્ય મળવાને લાભ થત હોવા છતાં લેશ પણ માયા-કપટ વિના બે,-હે બંધ ! રાજ્ય આપને જ ગ્ય છે, અને મને તો આપની સેવા હે! છે ૫૧ છે કારણ કે-રામચંદ્રજીના નાના ભાઈ લક્ષમણની જેમ મારે માટે તે રાજ્ય કરતાં આપની સેવા વધારે છે! તેથી કરીને આ રાજ્યમંત્ર આપે જ જપવા ગ્ય છે, રાજ્યને ધારણ કરનારા આપ જ હો! | પર છે આ પ્રમાણે નાના ભાઈ વિજ્યકુમારે “રાજ્ય કરતાં મોટા ભાઈની સેવામાં પિતાને વધારે લાભ છે એમ સાચું જણાવ્યું હોવા છતાં વાત્સલ્યતાને લીધે નાના ભાઈ વિજયકુમારને જ રાજ્ય આપવાને ઈચ્છતા મોટા ભાઈએ પણ ઘણું જ કહેવા માંડયું, કે-“આપણે બંને જણને રાજ્ય મળે તે ન્યાય હાયે છતે “હું કહું કે-તું રાજ્ય લે, અને તું કહે કે-આપ રાજ્ય લે.” એવું આપણે ન્યાય વિરૂદ્ધ શું કામ કરવું જોઈએ? માટે આપણે બંનેય બંધુ આ મંત્રને જાપ કરીએ ! પોતાના નાના ભાઈને એ પ્રમાણે કહીને તેની ખાત્રીને માટે મોટે ભાઈ જયકુમાર, તે રાજ્યમંત્રને નહિ જપતે હોવા છતાં જપી રહેલ છે, એ દેખાવ કરીને રહ્યો! અહો! મોટા ભાઈની નેહબુદ્ધિ તો જુઓ !!! છે ૫૪ તે પછી (પિતાને તે રાજ્ય કરતાં મોટા ભાઈની સેવામાં જ લાભ હોવા છતાં) મોટા ભાઈના તે વચન ખાતર નાને ભાઈ વિજયકુમાર, જાણે “નાના, વડિલેને અનુગામી હોય એ ઉક્તિ સાચી કરી દેખાડવા જ હાય નહિ, તેમ તે મંત્રનો જાપ કરવામાં તન્મય બન્યા. ૧૫ હવે જગતને મુંઝવવાના ઉદ્યમવાળા અંધકારને સંહાર કરવામાં કારણભૂત એ તેજને સ્વામી સૂર્ય ઉદયાચળ પર્વત પર સાક્ષાત્ છે. તે પર છે તેથી (મંત્ર જપી નિવૃત્ત થયા બાદ) માર્ગમાં અંધકારના કલેશથી મુક્ત બનેલા તે બંને કુમારેએ આગળ પ્રયાણ ચાલુ કર્યું. ક્રમે કરીને પોતાના ભાઈને થાકેલે જઈને મેટો ભાઈ જયકુમાર વિચાર કરે છે કે “દુ:ખ સહન કરવા સજએલા” માણસને ગ્ય આ ફેગટને કાયલેશ શું કામ જોઈએ? કેણુ બુદ્ધિમાન એ હેય કેજે છતી સુખસામગ્રીએ દુખને ભાગી થાય? કે પ૭–૧૮ છે એ પ્રમાણે વિચારીને યક્ષે આપેલા તે મહામણિની પૂજા કરીને અને તેની પાસે આકાશમાર્ગે જવાની પ્રાર્થના કરીને વિદ્યાધર કે પક્ષીની જેમ આકાશગતિ બનેલો તે જયકુમાર, વિજયકુમાર સાથે આકાશમાં સ્વેચ્છાએ વિચવા લાગે ! ૫૯ જેમ તે મણિના પ્રભાવે આમ આકાશમાર્ગે જવાની પ્રાપ્તિ થઈ તેમ બીજી બાજુથી તે મહામણિવડે અપાતા ઈષ્ટભંજન અને ભાગ્ય પદાર્થો પ્રાપ્ત થતા રહ્યા હોવાથી તે બંને રાજકુમારે જ્યાં જાય ત્યાં દરેક સ્થળે સર્વાંગસુખી થયા! અહો! પૂર્વકૃત સુકૃતો ! ! ૬૦ જગતમાં ભરેલાં વિવિધ આશ્ચર્યો જેવાની ઉત્કંઠાવાળા અને માર્ગમાં આવતાં અનેક તીર્થોનાં વંદનવડે કૃતાર્થ બનતા તે બંને કુમારો અશ્વિનીકુમારની જેમ ક્રમે કરીને ઘણા દૂર દેશમાં નીકળી ગયા. ૫ ૬૧. ક્રમે કરીને બને રાજકુમાર રાજ્ય મંત્ર જગ્યા પછીના સાતમા દિવસની સવારે “રૂદ્ધિ વડે દેવકની ઋદ્ધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org