Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વડુિત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ શાસ્ત્રકારનું સમાધાન -જે એમ કહે છે, તે અમે તમને પૂછીએ છીએ કે-શું શ્રાવક સામાયિક દંડક ઉશ્ચરતાં “ભદન્ત” શબ્દ બોલે કે નહિ? જે “બેલે” એમ કહા તે સાક્ષાત્ ગુરૂના અભાવે સાધુની જેમ શ્રાવક પણ સ્થાપનાચાર્યની સ્થાપના કરે જ. જે શ્રાવક સ્થાપના ને સ્થાપે તો તેણે (સામે ગુરૂ કે સ્થાપન નહિ હેવાથી) “ભદન્ત” શબ્દનું બેલવું અને સામાયિક કરવા વિગેરે આદેશોનું માગવું તે વ્યર્થપણાના દેષરૂપ બને. શ્રાવક સામાયિક દંડક ઉચ્ચરતાં ભદન્ત (મતે) શબ્દ ન બેલે એ પક્ષ તે અસં. ગત જ છે. કારણકે ભદન્ત શબ્દ રહિત સામાયિક તે શ્રી તીર્થકર ભગવંતને જ ઉચ્ચારણીય છે. - બીજી વાત એ છે કે-જે સ્થાપના અક્ષરે આગમમાં સાધુને ઉદ્દેશીને જણાવેલા છે, તેજ અક્ષરે શ્રાવકને આશ્રયીને પણ સ્વીકારવાના છે. જેમ શ્રી આવશ્યકનિર્યુક્તિ (ગાથા ૧૨૦૪ માં ) 'ફિરમાવફાદૂ” ( આળસ અને માન વિગેરે તજીને સંવિજ્ઞભાવે નિરવદ્ય-નિષ્પાપ બનવા પૂર્વક ગુરૂમહારાજને દ્વાદશાવર્ત વંદન કરે તે સાધુ કહેવાય.) એ પાઠ સાધુને ઉદ્દેશીને કહેલ છે, છતાં ગુરૂમહારાજને દ્વાદશાવર્ત વંદન વિગેરે શ્રાવક પણ કરે છે. સિદ્ધાન્તમાં અન્ય સર્વરથળે પણ જે ધર્માનુષ્ઠાનાદિ સાધુને ઉદ્દેશીને કહેલ છે, તે સર્વે અનુષ્કાને શ્રાવકને પણ યથાયોગ્ય સ્વીકારવાનાં છે. પ્રાય: શ્રાવકને આશ્રયીને કોઈ પણ સ્થળે જુદા અક્ષર મળતા નથી. તેથી શ્રાવકને પણ સ્થાપનાચાર્યની સ્થાપના આગમક્ત જ છે એમ સ્વીકારવું.
તે સ્થાપના પણ નીચે જણાવાતા આગમાક્ત વિધિ પ્રમાણે અવશ્ય કરવાની છે. - તે સ્થાયના પણ આગમ અનુસારે “અક્ષ” વિગેરેમાં જ કરવી ઉચિત છે, નહિં કે નજીકમાં પડેલ વસ્ત્ર સાદડી કે ભીંત વિગેરેમાં તે સ્થાપના સ્થાપી દેવી ઉચિત છે. કારણકે (સ્થાપનાચાર્ય જેવી પરમારાધ્ય વસ્તુને) જ્યાં ત્યાં સ્થાપના થાપી દેવી તે અનુચિત છે. પૂર્વાચાર્યોએ (ગુરૂવંદન ભાષ્ય ગાથા ૨૮–૨૯ માં) કહ્યું છે કે
गुरुगुणजुत्तं तु गुरुं ठावज्जा अहव तत्थ अक्खाई ॥ अहवा नाणाइतिअं, ठाविज सक्खं गुरुअभावे ॥ १ ॥ अक्खे वराडए वा, कटे पुत्थे य चित्तकम्मे वा ॥
सम्भावमसम्भावं, गुरुठवणा इत्तराऽऽधकहा ॥२॥ “છત્રીશ ગુણે કરીને યુક્ત એવા સાક્ષાત્ ગુરૂને સ્થાપવા, અથવા, સાક્ષાત ગુરૂના અભાવે તેને સ્થાને અક્ષાદિ સ્થાપવા, અથવા (અક્ષાદિને પણ વેગ ન હોય તો તેને સ્થાને) જ્ઞાન-દર્શન અને ચારિત્ર સંબંધીના ઉપકરણોમાંથી કઈ એક ઉપકરણ સ્થાપવું (એટલે કે, અક્ષાદિમાં કે ઉપકરણમાં ગુરૂની સ્થાપના કરવી.) છે ૧”
આ પ્રથમ ગાથામાં જે “અમારિ” શબ્દ જણાવેલ છે, તે શબ્દનું સ્પષ્ટીકરણ તેની પછીની બીજી ગાથા માં બંને માથાના નિગમન પૂર્વક કરે છે. તે બીજી ગાથાને અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org