Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩ર
થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આદશ ટકાને સરલ અનુવાદ
अरिहंतेसु अ रागो, रागो साहुसु बंभयारीसु ॥
एस पसत्थो रागो, अज सरागाण साहूणम् ॥१॥ અર્થ:-શ્રી અરિહંત ભગવંતોમાં રાગ, સાધુઓ અને બ્રહ્મચારી અને માં જે રાગ તે રાગ, આર્ય એવા સરાગસંયમી સાધુઓને પ્રશસ્ત રાગ છે. ૧
તથા શત્રુઓ વિગેરે ઉપર દ્વેષ રાખવે તે બરારત દેવ કહેવાય અને દુષ્કર્મોને ક્ષય કરવા માટે ઉત્ત= ઉદ્યમવાળા પ્રભુશ્રી મહાવીરદેવની જેમ પિતાનાં દુષ્કર્મો-માદ વિગેરે પ્રતિ તેને ક્ષય કરવાના પ્રયત્ન રૂપ જે દ્વેષ થાય તે પ્રાપ કહેવાય. આ રાગ અને દ્વેષ બંનેને ક્રોધાદિ ચાર કષાયની અંદર જ સમાવેશ થતો હોવા છતાં પણ તે બંને તે ચારે કષાય કરતાં વિશેષ કરીને અનર્થને હેતુ હેવાને લીધે તેમજ અત્યંત દુર્જય હેવાને લીધે અહિં તે બંનેને તે ચારે કષાયથી જુદા ગણાવ્યા છે. અને એ સંબંધી
'जंन लहइ सम्मत्तं, लद्धण विजं न एइ संवेगं ।
विषयसुहेसु अ रज्जइ, सो दोसो रागदोसाणं ॥१॥ અર્થ-આત્મા, જે સમ્યકત્વ પામતે નથી, સમ્યકત્વ પામીને પણ સંવેગ=વિષયની વિરાગતા પ્રતિ જ નથી અને ઉલટો વિષયસુખમાં આસક્ત બને છે તે રાગ અને દ્વેષનો દોષ છે. છે ૧ ” ઈત્યાદિ કથન છે. તથા
रागद्वेषौ यदि स्यातां तपसा कि प्रयोजनम् ? ॥
तावेव यदि न स्यातां, तपसा कि प्रयोजनम् ? ॥१॥ અર્થ-જે રાગ અને દ્વેષ બેઠા છે તે તપશ્ચર્યાથી શું પ્રયોજન છે? અને જો રાગ અને દ્વેષ નથી તો તપશ્ચર્યાથી શું પ્રયોજન છે? (અર્થાત્ રાગ અને દ્વેષ તપસ્યાને પણ નકામી બનાવી દે તેવા અનર્થકારી છે.) વા વંદિત્તસૂત્રની આ ચેથી ગાથામાંના આ “ નિ તે જ જિલ્લામ” ચેથા પદનું વિવરણ તેની હું નિંદા કરું છું અને હું નહીં કરું છું” એ પ્રમાણે સમજવું.
[ એ પ્રમાણે કરેલ તે ચેથી ગાથાના વિવરણવ શાસ્ત્રકાર મહર્ષિએ-ઈદ્રિ-કષાયેપેગ તથા રાગ દ્વેષની પ્રશસ્તતા અને અપ્રશસ્તતાની સમજ આપવા સાથે શ્રાવકને એ પણ
૧ અહિં વીરપ્રભુને કમં પ્રતિ પ્રશસ્ત શ્રેપવાળા કહ્યા, તે પ્રભુની સમભાવિતાને લેશ પણ બાધક નથી. કારણકે-કર્મ એ અવગુણી નથી પણ અવગુણ છે. અવગુણી ઉપર પ થાય તે અપ્રશસ્ત છે અને અવગણ પ્રતિ ષ થાય તે પ્રશસ્ત છે. પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત દૈષ પણ કરે ૫ડત નથી, થઈ જ જાય છે. અને તે સર્વકર્મને ક્ષય થઈ ગયા બાદ તે દ્વેષ તો આપમેળે જ ચાલ્યો જાય તે હોય છે, કાઢવો પડતો નથી આથી તે પ્રભુને બધા જ કર્મશત્રુઓને હણને કેવલી થવા પહેલાંથી જ અરિહંત ભગવંત માનીએ છીએ. અર્થાત પ્રશત દેશથી કમેને હણી રહ્યા હોય છે, તે સ્થિતિમાં પણ આપણે પ્રભુને અરિહંત ભગત જ કહીએ છીએ અને તેને અર્થ જ એ છે કે-તીર્થંકર દેવ છદ્મસ્થાવસ્થામાં પણ કઈ પ્રતિ દેવ નહિ જ કરનારા એવા સમભાવી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org