Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આડશ ટીકાને સરલ અનુવાદ રવાના નથી: અથત અતિચારો રેય છે ઉપાદેય નથી, એમ શાસ્ત્ર વચન છે. (માટે અતિચાર પરસ્થાન છે અને તેનાથી પાછું ફરવું તે પ્રતિક્રમણ છે.) પ્રતિકમણ-મિચ્છામિ દુકર્ડ, નિંદા વિગેરે એકા વાચક (પ્રતિક્રમણના પર્યાય) શબ્દ છે. કહ્યું છે કે- પ્રતિક્રમણ -પ્રતિચરણ-પ્રતિહરણા-વારણું-નિવૃત્તિ-નિન્દા-ગહ અને શુદ્ધિ એમ આઠ પ્રકારે પ્રતિક્રમણ થાય છે. તેમાં પ્રતિક્રમણના પ્રતિવાળા શબ્દરૂપ પ્રકારનો અર્થ જ્ઞાનાદિની આસેવના સમજવાને છે. પ્રતિક્રમણ શબ્દરૂપ પ્રકારમાં ઈરિયાવહિયં પ્રતિક્રમનાર શ્રી અર્ધમત્તાકુમાર વિગેરે, નિષ્ણાહુત-નિકા વિગેરે શબ્દોના પ્રકારમાં શ્રી મૃગાવતીજી-ચંદનબાળાજી વિગેરે તે તે પ્રકારના પ્રતિક્રમણુના ફળ તરીકે તત્કાળ કેવલજ્ઞાન પામ્યા-વિગેરે દષ્ટાંતો છે.
વંદિત્તસૂત્રની પ્રથમ ગાથાના ઉત્તરાદ્ધમાં રહેલા અદ્યાર પદની એ પ્રમાણે વ્યાખ્યા કરવી, અથવા તે તે પદને કર્મમાં ષષ્ઠી વિભક્તિ છે એમ સમજીને અર્થ કરે. આ બીજી રીતે અચારણ પદને ષષ્ઠો વિભક્તિ ગણુને અર્થ કરવાથી શ્રાવક ધર્મને વિષે લાગેલા અતિચારને પ્રતિક્રમવાને-એટલે કે મિથ્યાદુકૃત, નિંદા વિગેરે પયોય વાચક શબ્દમાં બનતા પ્રતિક્રમણ વડે વિશુદ્ધ કરવાને-ઈચ્છું છું, એમ સંબંધ છે. આ સંબંધમાં પૂછામ પદ વડે પ્રતિક્રમણનું ભાવપૂર્વક પણે જણાવ્યું છે. કારણકે-ભાવ વિના સમ્યક્ ક્રિયાઓનું પૂર્ણ ફળ મળતું નથી. કહ્યું છે કે
क्रियाशून्यस्य यो मावो, भावशून्या च या क्रिया ॥
अनयोरन्तरं दृष्ट, भानुखद्योतयोरिव ॥ ९ ॥ - સમ્યક ક્રિયાથી રહિત હોય છતાં સમ્યક ક્રિયાઓ કરવાના ભાવવાળ હોય તેવા આત્મા. નો જે ભાવ અને સમ્યક ક્રિયાઓ કરતે હોય છતાં તે ક્રિયાઓમાં તથા પ્રકારને ભાવ ન હોય તેવા આત્માની જે ક્રિયા, તે બંને વચ્ચે સૂર્ય અને ખદ્યોત વચ્ચેનાં અંતર જેટલું અંતર છે. અર્થાત્ ક્રિયા વિનાને ભાવ સૂર્ય જેવો છે અને ભાવ વિનાની ક્રિયા ખદ્યોત જેવી છે.
સામાન્યપણે સઘળા અતિચારેનું પ્રતિક્રમણ ' અવતા-એ રીતે વંદિત્તસૂત્રની પહેલી ગાથામાં શાસ્ત્રકાર મહર્ષિએ મંગલાચરણ અને શ્રાવક ધર્મના અતિચારોના પ્રતિક્રમણને ગ્રંથના મુખ્ય વિષય તરીકે ફરમાવ્યાં, ત્યાર બાદ હવે જણાવાતી બીજી ગાથા વડે સામાન્યથી-ઓધિકપણે સર્વ વ્રતના અતિચારોનું, જ્ઞાનાદિ પાંચ આચારના અતિચારનું અને સંલેખનાના અતિચારોનું એમ સઘળા મળી એકસેને ચોવીશેય અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું ફરમાવે છે.
जो मे वयाइआरो, नाणे तह दंसणे चरित्ते अ॥
सुहमो व बायरो वा तं निंदे तं च गरिहामि ॥२॥ - ઘાવાર્થ-તેને વિષે-જ્ઞાનને વિષે-દર્શનને વિષે-ચારિત્રને વિષે (કારથી) તપને-વિશેવીને વિષે-લેખનને વિષે અને સમ્યકત્વ વિષે સૂકમ અથવા બાદર જે કઈ અતિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org