Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
થી શ્રાદ્ધપ્રતિકમણ-વત્રિની આ ટીકાને સશલ અનુવાદ
શપ કરવામાં અને અરેચક આહારમાં દ્વેષ કરવામાં રસનેન્દ્રિયને ઉપયોગ કરાય તે સિન્દ્રિય
કરારત ગણાય છે. તથા-શ્રી અરિહંત ભગવંતની પ્રક્ષાલન આદિમાં તેમજ લાન, બાળ, વૃદ્ધ આદિ ગુરૂમહારાજની વૈયાવચ્ચ કરવામાં શરીરને ઉપયોગ કરાય તે નેન્દ્રિય પ્રાપ્ત ગણાય છે, અને સ્ત્રીને આલિંગન આદિમાં શરીર જોડાય તે રાશનેન્દ્રિય મત ગણાય છે.
ઈનિદ્રાને અપશસ્તપણે પ્રવર્તાવવાનું કરૂણ ફળ! હરિણ-હાથી–પતંગ-ભમરો અને માછલાંના દકાન્ત એકેક ઈન્દ્રિય પણ અપ્રશસ્ત પણે પ્રવર્તાવવાથી આ લોક અને પરલેકને વિષે મહા અનર્થનું કારણ બને છે, તે પાંચે ઈન્દ્રિ અપ્રશસ્ત વેપારમાં પ્રવર્તાવે તેના કરૂણ ફળની વાત જ શું? કહ્યું છે કે,
कुरङ्ग मातग पतङ्ग मृङ्गा, मीना हताः पञ्चभीरेव पञ्च ।।
एकः प्रमादी स कथं न हन्यात्, यः सेवते पञ्चभिरेव पश्च ? ॥१॥ [પારધીએ શિકાર માટે વાવવા આરભેલ સંગીતમાં લીન બનવાથી ] શ્રોત્રેન્ડિયન હરિણુ શીકારીનાં તીખાં બાણનો ભંગ બનીને પોતાના પ્રાણ બેઈ બેસે છે. [વિધ્યાચલ જેવા પર્વતમાં મદોન્મત્તપણે સ્વતંત્રતાથી વિચરતું હાથી જેવું કદાવર અને બળવાન પ્રાણું, (તેને પકડવાવાળા લોકોએ કરેલી ઉંડી તૃણુ પણ બિછાવેલી ગર્તાની ફરથી ખુલ્લી દેખાતી એક છતે) દિવાલે ચીતરેલી સુંદર આકૃતિવાળી હાથણીમાં લુબ્ધ બનીને દેટભેર તે ગર્તામાં જઈ પડી પરવશ બને છે. એ રીતે ] એક સ્પર્શનેંદ્રિય વડે હાથી જેવાં જબ્બર પ્રાણીને પણ ગત્તોમાં કેટલેક ટાઈમ અશરણપણે ગંડસ્થળાદિમાં પકડનારનાં તીવ્ર ભાલાને માર સહન કરીને પિતાની સઘળી ખુમારીને છોડી દેવી પડે છે અને સાડાત્રણ હાથના માનવીને શરણે-કમે હાજર તરીકે આખી જીંદગી આલાન સ્તંભે બંધાઈ રહીને ગુજારવી પડ છે! [દીપકને સોનાને પુંજ કલ્પીને સેનું લેવા તે દીવામાં ઝુંપાપાત કરનાર ] પતંગીયો એક ચક્ષુરિન્દ્રિય વડે પિતાનું આખું જીવન સળગાવી મૂકવાના કરૂણ પ્રસંગને ભેગ બની જાય છે. [ જંગલમાં અને વનખંડોમાં મોજથી છૂટે વિચરતો અને મકાનના મહાન્ પાટડાએને પણ ફેલી ખાઈને તેમાંથી આરપાર નીકળી જવાનું સામર્થ્ય ધરાવતો ભમરે, તળાવમાં ખીલેલાં કમળની સુગંધમાં લીન બની જવાને પરિણામે-સૂર્ય અસ્ત થઈ જવાની સાથે બીડાઈ જતાં સૂર્યવિકાસી કમળમાં બીડાઈ જાય છે અને એમાં સપડાયે છતાં રસની લુખ્યતાના ગે છૂટવાના પ્રયાસથી અલસ રહે છે. પરિણામે સંધ્યાકાળે પર્વતેમાંથી તે સરોવરના જલનું પાન કરવા આવેલ હાથીની સૂંઢમાં તે બિચારો ભ્રમર, કમલ સાથે કરૂણ રીતે ચવાઈ જઈને અંદગીને હણી નાખે છે એ રીતે ] ભમરો એક ધ્રાણેન્દ્રિય વડે કમલમાં સપડાઈ પિતાનું જીવન કારમી રીતે ખાઈ બેસે છે! [ મચ્છીમારો લોઢાના તીક્ષણ કાંટા વેલી અને તે કાંટા ઉપર લેટની મીઠી ગોળીઓ લગાડેલી લાંબી દેરીને સમુદ્ર, સરોવર કે મહાનદીનાં ઉંડા જળમાં નાખે છે. એ જોઈને જળગત માછલીઓ મીઠે ખાદ્ય પદાર્થ મળે જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org