Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદિનુસૂત્ર આયુષ્યનાં અંત નજીકમાં છેવટે ત્રણ કવલ પ્રમાણ, એક કવલ પ્રમાણુ અને એક સિકથ (દાણ) પ્રમાણ જ આહાર રહે, તેવા) અનશનની પૂર્વાવસ્થારૂપ તપતું તીવ્ર પરિશીલન અને “શોષિત” એટલે તે સંલેના વડે શરીર અને કષાયોનું ક્ષપન કરવું-પાવી નાખવા. શ્રાવકને માટે કહેલ તે ટેપ રાવત પદને એ મુજબ “ તે પ્રકારના તપથી શરીર અને કપાયોને ખપાવી નાખવા.' એ અર્થ થાય છે. - આથી બારવ્રતધારી શ્રાવકે અંતિમ આરાધના વરૂપ આ શ્રી સંલેખના તપની આરાધનાનો પણ પ્રથમથી અભ્યાસ આદરી દેવાની આવશ્યકતા છે કે જેથી આયુષ્યને અંતે સમાધિ મરણ માટે અણુસણું સુગમ બને. આ સંલેખના તપ ઉત્કૃષ્ટથી બાર વર્ષ, મધ્યમથી એક વર્ષ અને જઘન્યથી છ માસ પર્યંત કરવાનું હોય છે. જેને વિધિ નિશિથચૂર્ણિ,-પ્રવચનસારહાર વિગેરે ગ્રંથોમાં વિસ્તારથી જષ્ણવવામાં આવેલ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તે તપનું છટ્ટ-અટ્ટમ-દસમ–દુવાલસ આદિથી પરિશીલન કરતાં અને ઉદ્દગમ ઉત્પાદનના દોષથી રહિત એવા વિશુદ્ધ આહાર વડે એકાશન-નીવિ-આયંબીલથી પારણું કરતાં કરતાં કમે છેવટના દિવસોમાં દિન દિનપ્રતિ વધુ વધુ ઊણાદરી વ્રતનું અત્યંત તીણ પરિશીલન કરવાનું હોય છે તે જણાદરી, “આયુષ્યના અંત સમયની નજીક આવતાં અસમાધિ ન થાય માટે અહોનિશ કવલ-કવલ આહાર ઘટાડતાં છેવટ-(આયુષ્ય અને આહાર બંને એકસાથે ક્ષેપિત થાય એ રીતે) અંત વખતે એક જ દાણે આહાર તરીકે રહેવા પામે” તેવા અનુક્રમવાળું આકરું તપ છે. પરિણામે પરમ નીરીહતાનું ભાજન બનીને શ્રાવક સમાધિમરણને પ્રાપ્ત કરે છે,
આમ તે દરેકે દરેક તપ, શરીર અને કષાયોનું સેવક છે છતાં અંતિમ આરાધના માટે દરેક તપમાં મા સંલેખના ત૫. શરીર અને કલાનું અત્યંત શાષક હોવા સાથે સમાધિમરણ પંડિતમરણ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. અને તેથી આ તપને સિદ્ધાંતમાં બાર પ્રકારના તપથી વિશિષ્ટ તરીકે પૃથફ જણાવેલ છેઃ અણુસણ સહેલું બને અને તેથી અનશનને અંતે સમાધિ મરણની જ પ્રાપ્તિ થાય તે સારૂ કરાય એ આ (અનશન માટેના અભ્યાસરૂ૫) સુલેખના તપ, આ લેકની–પરલેકની-જીવિતની-મરણની અને કાશભાગની આશંસાના વ્યાપારથી અધ્યવસાયથી રહિત હોવો જોઈએ. આ તપતાં પરિશીલન-પાલન વખતે જે તેવા અધ્યવસાયો થવા પામે છે તેથી આ વ્રતમાં લાગે છે તે પાંચ અતિચારે, તેનું સ્વરૂપ અને તે અતિચારોનું પ્રતિક્રિમણ આ તેત્રીસમી ગાથાદ્વારા જણાવાય છે.
इहलोए परलोए, जीविअमरणे अ आसंसपयोगे ॥
पंचविहो अइआरो, मा मज्झ हुज मरणंते ॥३३॥ આવા અનશનના અભ્યાસરૂપ આ સંલેખનાતપનું પરિશીલન કરતાં અનશન પણ કરે તેમાં સંલે. ખનાથી માંડીને અનશન સુધીને વ્યાપાર, જે આ મનુષ્યલક સંબધો આશંસા-અભિલાષાથી કરે, એટલે કે મરણ બાદ “હું મનુષ્ય થાઉં, રાજા થાઉં કે એકી થાઉં' ઇત્યાદિ અભિલાષાથી સંલેખનાદિ તપ કરે છે તેથી
નામે પ્રથમ અતિચાર લાગે છે. [“ ધ્યાન રાખવું કે -અમુક મળે માટે આ તપ કર” તે આશંસા, અને “આ તપ કર્યું છે, તેનું અમૂક ફળ મળે તે નિયાણું કહેવાય છે. નિયાણું અનાચારરૂપ છે અને આશંસા અતિચારરૂપ છે. ] એ પ્રમાણે-દેવ ઘઉં, દેવેન્દ્ર થાઉં' ઇત્યાદિ અભિલાષાથી કરે છે તેથી પ્રવાસી નામે બીજે અતિચાર લાગે છે. અનશન કરનાર તપસ્વી ઘણા ગામ અને નગરથી દર્શને આવેલા જનસમુડો, પિતાની ભક્તિ માટે હમેશાં મહામહત્સવની પરંપરા ઉજવતા હોય-વંદન માટે ઘણું શ્રાવકોની ભારે ભીડ જામતી હોય પણ વિવેકી લેકે સત્કારપૂર્વક લાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org