Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદિસૂત્ર હંત દેવેએ અર્થથી ભાખેલું અને તેને ગણધરદેવેએ સાંભળેલું તે જ વ્યુતરાન કહેવાય છે. કે–જે હયાત રહ્યું તેટલું પૂર્વધર ભગવંત શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણજી મહારાજે વિક્રમના ૯૮૦મા વર્ષે વલભીપુરે પુસ્તકારૂઢ કરાવેલું છે
આ જ્ઞાનને જ કૃતજ્ઞાન કહેવામાં આવે છે. અર્થાત-શ્રુત એટલે (ગમે તેવા ડાહ્યા ગણતા છવાસ્થને સ્વમતિવડે બુદ્ધિગમ્ય બનવું મુશ્કેલ એવું કેવળી ભગવંતોએ જે કાંઈ કહ્યું તે) કેવળ સાંભળેલું જ-સાંભળીને જ સહવા લાયકનું જે જ્ઞાન તેજ શ્રુતજ્ઞાન કહેવાય છે. ગમે તેવો જ્ઞાની ગણાતે પુરૂષ પણ જે તે ઇશ્વસ્થ હોય અને સ્વમતિના બળે પદાર્થોની પ્રરૂપણ એવી સુસુંદર ઢબે રજુ કરતો હોય કે તત્કાલિન વિદ્વાનો તેણે કરેલા નિરૂપણને અસદ બને. વવા અસમર્થ હોય, છતાં પણ તેનું તે સર્વ નિરૂપણ, છબ્રષિત હવા વડે કરીને મૃતજ્ઞાનની કોટીમાં કલ્પાંતે પણ આવી શકતું નથી ! કેવળજ્ઞાની એવા અરિહંત ભ વંતે પણ પદાર્થોને જે સ્થિતિમાં છે તેવા જ સ્વરૂપે નિરૂપે છે, તેથી તે નિરૂપણ કૃતજ્ઞાનની કેટીને ભજે છે. આજના વિજ્ઞાનીઓ પણ પદાર્થોને પુરા સ્વરૂપની તે હજુ શોધમાં જ છે, અને તેથી કાલે દીઠેલું અને કહેલું આજે ફેરવતા જેવાય છે ! આથી નબી છે કે-ગમે તેવા ડાહ્યા-જ્ઞાની ગણાતા પણ છઘસ્થ જને પોતાની મતિમાં આવે તેમ પદાથોને વસ્તુસ્વરૂપોને પ્રરૂપવા લાગી જાય છે તેનું પ્રરૂ૫વું અધુરૂં કે ક્વચિત તો સ્વરૂપથી ઉલટું જ હોવાથી તે શ્રુતજ્ઞાનની કેટીને ભજતું નથી, અશ્રુતમાં લેખાય છે. અથુન, જૈનીવાકય ન હોવાથી અશ્રુતને જૈન સિદ્ધાંતમાં સ્થાન નથી.
કેવલજ્ઞાની અરિહંતદેવોએ કેવલજ્ઞાનના બળે જે પદાર્થો, અને જે પદાર્થોના કાલીનભાવો જે સ્વરૂપે દીઠા, તેવા કહ્યા અને તે શાયત પદાર્થો અને તેના ભાવને શ્રી ગણધર ભગવંતોએ સહીને સાંભળ્યા તેનું નામ જ શ્રુતજ્ઞાન અર્થાત્ -સ્વમતિ કલપનાથી કસીને નહિ પણ કેવળ સાંભળીને જ સહવું તેનું નામ શ્રુતજ્ઞાન, ધ્રુતજ્ઞાન એટલે સાંભળેલું જ જ્ઞાન, અને તે કેવલીભગવંત પાસેથી જ સાંભળેલું હોવું જોઈએ. આથી ચદ પર્વધર એવા ગણધર ભગવંતે પણ કેવલી ભગવંતએ દીઠેલું અને કહેલું જ કહે છે. તેઓ પણ જે કાંઈ પણ પિતાનું કહે તો તે કથન શ્રુતજ્ઞાનની કોટીને ભજતું જ નથી.
આ રીતે શ્રી કેવલી ભગવંતોએ ભાખેલા શ્રતનિરૂપિત પદાર્થોના સંગ્રહને જે આગમશાસ્ત્ર કહેવાય છે. એવા અનંત અર્થોથી ભરેલા આગમોક્ત શ્રતના અર્થને મનસ્વીપણે નિર્ણય કરવા મથવું, તે ગમે તેવા જ્ઞાની મનાવતા છદ્મસ્થ પુરૂષને માટે મહામહનીયના ચાળા જ ગણતા હોવાથી કલ્યાણકામી આત્માઓ, તે સર્વજ્ઞકથિત થતના અર્થો કરવામાં પૂર્વ પુરૂષને જ અનુસરે છે. શ્રુતના ગંભીર અર્થે હોવાનું જાણવા છતાં સ્વજ્ઞાનમદે ચડીને જેઓ શ્રતના અથે કરવામાં પૂર્વ પુરૂષનાં નિરૂપણને અસત્ય લેખાવનારી મતિ દોડાવે છે, તેઓ કોઈ પરના નિરતારક તે બનતા જ નથી, પરંતુ પોતાની જાતને માટે પણ ભયંકર નીવડે છે. કારણ કે- એ રીતે ઉલટા અર્થો કરવા દ્વારા શ્રતની વિરાધના કરવા પૂર્વક અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org