Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી નવકાર મહામંત્ર સાથ:
આત્માઓને ઉન્માર્ગે ચડાવવાનું ઘેર પાપ વહોરીને તેવા ભવાભિનંદી આત્માઓ, પોતાના આત્માને દીર્ધકાળને માટે દુર્ગતિની ઘેર ગર્તામાં ધકેલી મૂકે છે. સ્વઆત્માને અનંતકાળ સંસારમાં સબડતા બનાવી દે છે. !
કૃતમાં-અનંતકાયના બારીકતર કણીયામાં પણ અનંતા શરીરી જીવો કહ્યા, પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરના તેવા બારીકમાં બારીક કણીયામાં પણ કેવલીભગવંતે અસંખ્ય જીવો કહ્યા અને રવયંભૂરમણ સમુદ્ર પર્વતની બધી જ ભૂમિના બધી જ પ્રત્યેક વનસ્પતિ, બધા જ સમુદ્રો-નદીઓ-સરોવર-કુવા અને તળાવોમાનાં જલના, ચૌદરાજકમાંના બધા જ વાયરામાંના, અને બધા જ અગ્નિના મળીને પણ કેવલી ભગવંતે અસંખ્ય જ છો કહ્યા ! ધમસ્તિકાય, અને અધર્માસ્તિકાય જેવા અરૂપી પદાર્થો કહ્યા ! અમુક જ દેલેક, અમુક જ નારી વિગેરે કહ્યું, દેવ-નારીનાં મહાન અને જુદી જુદી રીતે વધુ-વધુ મહાન્ આયુ–તેજરૂપ-બળ-શક્તિ-સિદ્ધિ વિગેરે કહ્યું, અસંખ્યાત જનને એક રાજ કહ્યો, અસંખ્ય દ્વીપ બેટો કહ્યા, ચોદરાજ પ્રમાણ લોકાકાશ કહ્યો, એકરાજ પ્રમાણ તિવ્હલેક કહ્યો, સિદ્ધશિલા કહી અને તે પણ પીસ્તાલીશ લાખ જનની કહી ! આ વિગેરે બધું તે કથન મુજબ શ્રદ્ધાલુ જનેએ સડવું જ રહે છે. કારણકે થતમાં નિરૂપેલા જ્ઞાનીગમ્ય અતીન્દ્રિય પદાર્થો કેટી ઉપાયે પણ અજ્ઞાનીગમ્ય બનતા નથી. આજની દુનીયાએ પણ “એક બહુ બુદ્ધિમાન તરીકે પ્રખ્યાત ગણાતા નેતાએ ઉચ્ચરેલાં વચનોને, પોતાની બુદ્ધિથી કરવામાં પિતાની અગ્યતા સ્વીકારેલી છે. અર્થાત-સમર્થ બુદ્ધિશાળી ગણાતા એક દેશનેતાને પિતાની બુદ્ધિથી જે દેખાય અને તે દેખાઈ તે વસ્તુનું તે દેશનેતા, તે પ્રમાણે જ ખ્યાન કરે, તે ખ્યાનને આજની દુનીયા પણ વગર કયે શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. કારણ એક જ કે-તે દેશનેતાએ જે બુદ્ધિથી જે વસ્તુના ભાવ જાણ્યા છે, તે વસ્તુના તથા પ્રકારે ભાવ જાણવા જેટલી પિતાની પાસે બુદ્ધિ જ નહિ હોવાથી તે વસ્તુના ભાવો તે દેશનેતાને જેટલા ગમ્ય થયા હોય છે, તેટલા કટી ઉપાયે પણ પોતાને ગમ્ય થતા જ નથી ! આ વાત સહુને અનુભવગોચર છે.
એક વિખ્યાત ગણાતા સંસારરસીક દેશનેતાની બુદ્ધિની વિશાળતા પણ એ રીતે અન્ય વિદ્યાનેને ય અમાપ્ય તરીકે સ્વીકાર્ય છે, તે ત્રણ જગતના વિદ્વાનોને ય પૂજ્ય-દેવેન્દ્રોને પણ પૂજ્ય તરીકે વિખ્યાત એવા સ્વયં બુદ્ધ અને સંસારત્યાગી સર્વજ્ઞ ભગવંત જેવા નિષ્કારણ જગબંધુનાં કેવલજ્ઞાનની વિશાળતા તો અલ્પો માટે અમાપ્ય તરીકે સ્વીકાર્ય જ હોય તેમાં કશું આશ્ચર્ય નથી.
આમ છતાં કેટલાક-બુદ્ધિના બાપ હોવાનું અભિમાન ધરાવીને શ્રુતમાં નિરૂપેલા પદાર્થોને પિતાની બુદ્ધિરૂપ તુલા-કાટલાંથી તળવાની ચેષ્ટા કરે છે, તે એ છું હાસ્યાસ્પદ નથી! એવી શક્તિ બહારની ચેષ્ટામાં પડતાં તેઓ, સિદ્ધાંતમાં જ્ઞાની મહર્ષિઓએ સ્પષ્ટપણે દરવેલા પદાર્થોને દેખવામાં અંધ બની જાય છે! “આવું તે હોય ? કાંઈક તે કલ્પનામાં આવવું જોઈએને?' વિગેરે શંકાસ્પદ વચને વડે પિતાની મદારને મૃત માનીને ભગવત્કથિતથને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org