Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
w
શ્રી વદિસૂત્ર વિગેરે સૂત્રો અને તેના અર્થોને ગુરૂપાસે આખાય મુજબ અભ્યાસ કરવો તે ગ્રહણશિક્ષા, અને પૂજા-પ્રતિકમણુ–દેવ ગુરૂને વંદન–સામાયિક પૌષધ-પચ્ચક્ખાણ-તીર્થયાત્રા-ઉત્સવ–મહત્સવ વિગેરે કરવાની ટેવ પાડીને તે ટેવ સંસ્કાર તરીકે બનાવી શિયાદિને પણ વારસા તરીકે સપવી તે આસેવન શિક્ષા કહેવાય છે. આ કહેવાય છે તે ચાર શિક્ષાત્રતે આસેવન શિક્ષાત્રત તરીકેનાં વ્રત છે. તેમાંનું અહિં પ્રથમ સામાયિક નામનું શિક્ષાવ્રત જણાવાય છે.
સામાયિક એટલે મન-વચન અને કાથાના સાવદ્યોગોને-અશુભ ગેને રેકીને આત્મસ્વરૂપમાં યોજવાં. અથવા તે શત્રુ અને મિત્ર પર-લેટુ અને કંચન પર સમવૃત્તિને ધારણ કરવારૂપ સમતા-સમપણાની જેમાં આવક થાય તેનું નામ સામાયિક. શ્રી તીર્થકર ભગવંતે, શ્રી ગણધર દેવો તેમજ અનેક મહા મુનિઓએ આ સામયિક વ્રતને સર્વ સાવધો ત્યાગ કરીને લાવજ આચર્યું છે. આજે પણ મુનિરાજે કાલ અને સંહનનાનુસારે તે સામાયિકવ્રતનું સર્વસાવદ્ય થાવ ત્યાગ કરીને પાલન કરી રહ્યા છે. કારણ એ જ કે-સામાયિક એ આત્મસ્વરૂપ હોઈને શહ માર્ગાનસારી સમક્ષ આત્માઓને માટે અભ્યાસ તરીકેનું મુખ્ય ધર્માનુષ્ઠાન છે. સર્વસામાયિકવંતમુનિરાજો આ ધમનુષ્ઠાનનું મન-વચન-કાયાથી કરવું નહિ કરાવવું નહિ અને અનુમેદવું નહિ એ રીતે નવકટિથી પાલન કરે છે. આરંભ-સમારંભાધીન ગૃહેથી તે બનવું શક્ય નથી. આથી ગૃહસ્થને સાવદ્ય કાર્ય, મન-વચન-કાયાથી કરવું નહિ અને કરાવવું નહિ એ રીતે આ સામાયિક ધર્મનું છ કેષ્ટિથી અને દેશથી પાલન કરવાનું હોય છે–ઓછામાં ઓછું બે ઘડી પાલન કરવાનું હોય છે. શ્રાવક માટે સામાયિક ધર્મનું એ બે ઘડીનું પાલન પણ સર્વસામાયિકધર્મની વાનગી રૂપે છે. એથી જ શ્રાવકાને “દરરોજને માટે અમૂક સામાયિક તે કરવાં જ” એમ આ વ્રત બાબત તેના સ્વીકાર વખતે નિયમ કરાવાય છે. શ્રાવકે પણ એટલા માટે જ આઠ શ્રત પછી આ નવમું સામાયિક વ્રત સ્વીકારવાનું હોય છે. ગૃહસ્થ સ્વીકારેલ આ સામાયિક વ્રતના પાલનમાં પ્રમાદવશાત એકાગ્રતા રહેવા ન પામી હોય છે તેથી પાંચ અતિચારે. લાગવા સંભવ છે. તે પાંચ અતિયારે તે અતિચારનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ આ સત્તાવીસમી ગાથા દ્વારા જણાવાય છે.
तिविहे दुप्पणिहाणे अणवठाणे तहा सइविहूणे ॥
सामाइय वितहकये, पढमे सिक्खावह निंदे ॥२७॥ ભાવાર્થ-નવમા સામાયિક વ્રતના પાલનમાં-સામાયિકમાં મન-વચન અને કાયાનું પ્રમાદવશાત સાવ પગમાં દેરાઈ જવું તે સામાયિકશ્ય શ્રાવક માટે મન-વચન અને કાથાનું દુપ્રણિધાન-દુષ્યોગ ગણાય છે. આથી શ્રાવકે સામાયિકમાં મનથી ઘર-હાટ વિગેરે સંબંધી સાવદ્ય ચિંતવન કરવું તે મનનો અશભાગ કહેવાય છે, અને તેથી સામાયિકમાં દુનિયાનાએ પ્રથમ અતિચાર લાગે છે. એ રીતે સામાયિકમાં વાચાથી કર્કશ વિગેરે સાવદ્ય વચન બેલવા તે વચનને અશુભયોગ કહેવાય છે, અને તેથી વ નિધાના નામે બીજો અતિચાર લાગે છે. એ રીતે સામાયિકમાં કાયાથી ભૂમિને પૂજ્યા-કમાન્ય સિવાય બેસવામાં ઉઠવામાં કે પગ પસારવા વિગેરેમાં કાયાને અશુભ યોગ કહેવાય છે, અને તેથી જાદુનિજ્ઞાન નામે ત્રીજો અતિચાર લાગે છે. ' સામાયિકને જઘન્યથી બે ઘડીને કાળ અનેભાગે બરાબર પૂર્ણ થયા અગાઉ સામાયિક પાર્યું હોય અથવા જેમ તેમ ટાઇમ પસાર કરીને સામાયિક પૂરું કર્યું હોય અથવા કાયમને માટે સામાયિકને ટાઈમ મુકરર કર્યો હોય તે ટાઈમનો સદ્દભાવ હોવા છતાં પ્રમાદથી તે ટાઇમે સામાયિક ન કરતાં ગમે તે ટાઇમે સામાયિક કર્યું હોય તે તેથી સામયિકમાં ‘અનવરશાન નામે ચે અતિચાર લાગે છે. તથા નિદ્રાદિકના કબળતાથી અથવા ચૂડ હાટ વિગેરેની ચિંતામાં વ્યયતા આવી જવાથી મગજની શતા આવી જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org