Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વસિબ માને
દાન કરવું તેને અતિથિવિમાજ વ્રત કહેવાય છે. તાત્પર્ય એ છે કે-અ-પાણી-વસ્ત્ર-પાત્ર વિગેરે ન્યાયે પાછત હેવા સાથે પ્રાસુક અને એષણીય હેય, તે મુનિરાજને કપનીય હોય છે. તેવાં અન્ન-પાન-વસ્ત્ર -પાત્ર વિગેરેનું પોતાના આત્માના ઉપકારથી બુદ્ધિથી દેશ-કાલ ધ્યાનમાં લઈ શ્રદ્ધા, સંસ્કાર અને કમ પૂર્વકની અપૂર્વ ભક્તિવડે સુપાત્ર ગણાતા મુનિરાજને દાન કરવું, તે અતિથિવિમાન નામનું વ્રત છે. [દેશ-કાલ અને સત્યર સબમ છે, અને કમ એટલે તૈયાર રસવતીમાના પેય આદિ પદાર્થો પરિપાટીવડેપ્રથમ પેય, પછી ખાદ્ય, પછી વાદ્ય એમ-અનામે પકિલાભવા તે.] પ્રથમ દિવસે પૌષધ લેનાર ઉપવાસી શ્રાવકને પૌષધના તે ચાલુ ઉપવાસ ઉપર બીજે દિવસે જ અને એકાશનથી આ વ્રતનું પાલન કરવાનું હોય છે. આથી પૌષધના કાળપર્યત આહાર આદિનો ત્યાગ કરવા સમર્થ બનેલા શ્રાવકના પરિણામને આ વ્રત એથી પણ આગળ વધારીને ઉચ્ચ ટિમાં રાખે છે. એટલે કે-આ બારમા વ્રતનું પાલન કરનારા શ્રાવકને પૌષધવાળા પ્રથમ દિનના ઉપવાસ ઉપરાંત બીજા દિવસના પ્રહર-એ પ્રહર કે ત્રણ પ્રહર સુધી પણ આહાર-શરિરસત્કાર-અબ્રહ્મ અને અવ્યાપારનો ત્યાગ કરવાનું સામર્થ્ય તે પ્રાપ્ત થાય જ છે, પરંતુ મુનિધર્મના આહારચર્યાની વાનગી અપનાવવાનું સામર્થ્ય પણું આવે છે. કારણકે-આ વ્રતમાં મુનિરાજને આદરપૂર્વક ઘેર બોલાવી તેઓ જે અને જેટલા પદાર્થ વહોરી જાય છે અને તેટલાજ પદાર્થોને એક આસને બેસીને દિવસમાં એક જ વખત શ્રાવકે વાપરવાના હોય છે. આથી આ બારમા વ્રતનાં પરિશીલનદ્વારા પ્રાપ્ત થતી ત્યાગશક્તિ, અનેક પ્રકારની આસક્તિઓ પણ દૂર કરે, તેવા નિધર્મની આહારાદિ પરિચર્થનાં પરિશીલનની પણ અમુલ્ય વાનગી રૂપ છે. આ પ્રકારના ચોથા શિક્ષાત્રત રૂ૫ આ વ્રતનું પાલન કરતાં શ્રાવકને પ્રમાદવશાત કે અનામેગે જે અતિચારે લાગવાને સંભવ છે તે અતિચારની સંખ્યા, તેનું સ્વરૂપ અને પ્રતિક્રમણ આ નીચેની ત્રીસમી ગાથાદ્વારા જણાવાય છે.'
सचित्ते निक्खिवणे, पिहिणे वएस मच्छरे चेत्र ॥
कालाइक्कमदाणे, चउत्थे सिक्स्वावए निंदे ॥ ३० ॥ માવા-મુનિરાજને આવતા દેખીને એષણીય આહાર-પાણી વિગેરેન'- મુનિરાજને નહિ વહોરાવવાની બુદ્ધિએ સચિત માટી-પાણી કે અનાજ વિગેરેની ઉપર મૂકી દેવાથી, અથવા અજાણતાં કે રસવૃત્તિ વડે તેવા સચિત્ત પદાર્થોની ઉપર મૂકી દેવાથી પહેલે ચિત્તનિ નામે અતિચાર લાગે છે. એ જ પ્રમાણે મુનિરાજને વહેરાવવા યોગ્ય પદાર્થો મુનિના ખ્યાલમાં આવ્યા હોય છતાં મુનિરાજને ન વહેરાવવા ફાવે એટલા માટે તેવા દેય પ્રદાર્થો પર સચિત્ત માટી-પાણી–અનાજ કે ફલ-ફુલાદિ ભરેલાં વાસણ ઢાંકી દેવાથી બીજો વિવિધાન નામે અતિચાર લાગે છે. મુનિરાજને વહેરાવવાને યોગ્ય પદાર્થો પિતાની માલીકીના હેય છતાં પણ નહિ વહરાવવાની બુદ્ધિએ તે પદાર્થોને પરાયા જણાવવાથી અતિચાર લાગે છે, અથવા તેવા પદાર્થો પારકા હોય છતાં વહેરાવવાની બુદ્ધિએ તે પદાર્થોને પોતાના જણાવવાથી અતિચાર લાગે છે, અથવા તે મુનિરાજે જરૂરી માગેલી વસ્તુ મુનિરાજની સામે વિદ્યમાન હોય છતાં પણ તે વસ્તુ, અમુકની છે, માટે તેની પાસે જઈને માગે ” એમ કહેવાથી અતિચાર લાગે છે, અથવા તે તે રીતે વિદ્યમાન વસ્તુ મુનિરાજને “નવરો નથી' ઇત્યાદિ અવજ્ઞાપૂર્વક બીજાને હાથે વહરાવવાથી અથવા “આ હું જે કાંઈ સુપાત્રે ૫ડિલામું છું, તેનું પુણ્ય મારા અમુક વર્ગત કે જીવતા સંબંધોને થાવ એ બુદ્ધિએ વહેરાવવાથી ત્રીજે ઘરથા નામે અતિચાર લાગે છે. મુનિરાજે કઈ વસ્તુની માગણી કર્યો તે મત્સર-કેપ કરવાથી અતિચાર લાગે છે અથવા તે વસ્તુ વિદ્યમાન હોવા છતાં ન આપવાથી અતિચાર લાગે છે, અથવા પોતાના કરતાં હીનહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org