Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
॥ तीर्थाधिराज श्रीशत्रुञ्जयगिरिवराय नमो नमः ॥ | શ્રી શ્રાદ્ધતિમ-વંતિસૂત્ર |
મૂલસૂત્ર અને ભાવાર્થ : મંગલાચરણ અને ઉદ્દેશ નિરૂપક આધગાથા वंदित्तु सव्वसिद्धे-धम्मायरिए य सव्वसाहू अ ॥
इच्छामि पडिकमिउं, सावगधम्माइयारस्स ॥ १ ॥ માવાઈ -સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થકર ભગવત, શ્રી સિદ્ધ પરમાત્માઓ, શ્રી આચાર્ય ભગવંતે (૪-કારથી) શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વ સાધુ ભગવંતરૂપ પાંચ પાંચ પરમેષ્ટિ ભગવંતને વંદન અને નમસ્કાર કરીને શ્રાવકના (બારવ્રત રૂ૫) ધર્મને વિષે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ ઇચ્છું છું–તે અતિચારેને પડિકામવાને ઈચ્છું છું.. ૧
બીજી ગાથાની અવતરણિકા -સર્વજ્ઞ ભગવતિએ બે પ્રકારને ધર્મ કહ્યો છે. સર્વવિરતિ અને દેશવિરતિ. સર્વવિરતિની અશક્તિએ રવીકારવામાં આવતા દેશવિરતિ ધર્મ, એ જધન્ય ધર્મ છે. આ
ધન્ય ધર્મ, શ્રાવકનાં બારવ્રત રૂપે છે. સમ્યગદષ્ટિ આત્મા, એ બારતે કે તેમાંનું એકાદ પણ વ્રત માવજીવને માટે ગ્રહણ કરે ત્યારે તે શ્રાવક ધમની કોટીમાં ગણાય છે-શ્રાવક બજે કહેવાય છે. બારેય બને કે તેમાંના એકાદ પણ વ્રતને ગ્રહણ કરે નહિ ત્યાં સુધી શ્રાવકુલે આવ્યો હોવા છતાં આત્મા, માનસારી કે વધીને અવિરત સમ્યકૂવી ગણાવા પામે છે, પરંતુ ધર્મ લેખાતો નથી. કારણ એજ કે ચોથા ગુણસ્થાનકે રહેલ આત્મા પણ વિરતિ નથી, અવિરતિ છે. અને અવિરતિ, એ અધર્મ જ છે. વિરતિ એ ધર્મ છે, અને તે પાંચમા ગુણસ્થાનેથી જ ગણાય છે.
આથી ઉત્તમ એવા શ્રાવકુલને પામેલા દરેક જ પુણ્યવંત આત્માઓએ ખાસ લક્ષ આપવું જરૂરી છે - મખ્ય રીતે શ્રાવકે બારવ્રતધારી બનવું જ ઘટે અને સાથે જ્ઞાનાચાર–દર્શનાચાર આદિ પાંચેય આચારના પાલક બનવું ઘટે. જે જે ભાગ્યવાનેએ, શ્રાવકનાં તે બાર અને પંચાચારના પાલનને સ્વીકા હોય છે. તેઓને પિતાનાં તે વ્રત અને આચારપાલનમાં રક્ત રહેવા છતાં પણ પ્રમાદવશાત અતિચાર લાગી જાય છે તે અતિચારોનું આ બીજી ગાથાદ્વારા ઓધિક રીતે-સામુદાયિકપણે પ્રતિક્રમણ જણાવાય છે.
जो मे वयाइआरो, नाणे तह दंसणे चरिते अ ।
सुहुमो व बायरो वा, तं निदे तं च गरिहामि ॥२॥ Tથા -મારાં ને વિષે તેમજ જ્ઞાનને દર્શનને વિષે-ચારિત્રને વિષે (૪ કારથી) તપને વિષેની વિષે--સંલેખનાને વિષે અને સમ્યકૂવને વિષે સક્ષમ અથવા બાદર જે કઈ અતિચાર લાગ્યા હોય તે અતિચારને હું (આત્મ સાક્ષીએ ) નિંદુ છું અને (ગુરૂ સાક્ષીએ) મહું છું-પશ્ચાત્તાપ કરું છું રે !
વિવાર્થ-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદી પાંચ અણુવ્રતના દરેકના પાંચ-પાંચ અતિચાર મળીને પચીસ અતિચાર, છઠ્ઠા દિફપરિમાણવ્રતના પાંચ, સાતમા ભેગે પગ વતન પાંચ અને તે વતની અંતર્ગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org