Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી નવકાર મહામંત્ર સાથે - પાંચમે ગુણ-સિંહાસનઃ-મેરૂગિરિનું જાણે શિખર ન હોય, તેવું ઉંચું અને વિવિધ રથી જડેલું સુવર્ણનું “પાપીઠ સહિતનું” સિહાસન પ્રભુના સહચારીપણે આકાશે ચાલે! અરિહંત પ્રભુને આ પાંચમા પ્રાતિહાર્યરૂપ પાંચમો ગુણ છે.
છદ્રો ગુણ-ભામંડલઃ-શરઋતુના સૂર્યના કિરણો જેવું દેદીપ્યમાન અને તેવા બાર સૂર્યની પ્રભા જેવું કાંતિમાન ભામંડલ-પ્રભુના મુખની કાંતિનું “ભા ”—પ્રકાશમંડલ પ્રભુનાં મસ્તકની પાછળના ભાગમાં ઝળહળતું હોય છે. આ ભામંડલ બારસૂર્યની કાંતિ જેવું હવા છતાં પ્રભુની તે મુખપ્રભાને પર્ષદજને શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ સુખે જોઈ શકે છે! એ પ્રભુનું માહાત્મ્ય છે. અરિહંતપ્રભુને આ છઠ્ઠા પ્રાતિહાર્યરૂપ છઠ્ઠો ગુણ છે. - સાતમો ગુણ-૬ દુભિઃ -જેના ગડગડાટે સમસ્ત વિશ્વ પૂરી દીધું હોય છે, એ દુંદુભિ, પ્રભુ વિચરે ત્યારે આકાશે સદા વાગતો હોય છે. અરિહંત પ્રભુને આ સાતમા પ્રતિહાર્યરૂપ સાતમે ગુણ છે.
આઠમે ગુણ-છત્રદ્રય –ત્રણ ભુવનને વિષે અરિહંત પ્રભુના પરમેશ્વરપણાને જણાવ નાર ત્રણ “સફેત મચકુંદ જેવાં” છત્રો પ્રભુનાં મસ્તક ઉપરના પ્રદેશ-આકાશમાં “નાનું-મોટું તેનાથી ય મેટું” એમ યથાક્રમે ઉપરાઉપર મોતીની માળાઓ વડે શૃંગારિત વીરાજતાં હોય છે. અરિહંત પ્રભુનો આ આઠમાં પ્રતિહાર્યરૂપ આઠમે ગુણ છે. કહ્યું છે કે :–“શોક્ષ सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च। भामंडलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् Rશા” અર્થ :–અશોકવૃક્ષ, ૨ દેએ કરેલ પુષ્પવૃષ્ટિ, ૩ દિયધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ અને ૮ છત્ર એ આઠ પ્રતિહાય, શ્રી અરિહંત ભગવંતેને સદા વિદ્યમાન હોય છે. લા.
અરિહંત દેવે આ અઢાર દોષથી રહિત હોય છે. નવમો ગુણ-અપાયાપરામાતિશય :– તેમાં અપાય એટલે ઉપદ્રવ-સંકટ અને અપગમ' એટલે અભાવ. અપાય કહેતાં દે, તેને જેઓને વિષે સર્મથી અભાવ થયો છે, તે કેવલજ્ઞાની તીર્થકર ભગવંત અરિહંત દેવ કહેવાય છે. આ દેની કુલ સંખ્યા ૧૮ છે. આ અઢાર સંખ્યા પ્રમાણ દેને શ્રી અરિહંત પરમાત્માને વિષે સર્વથા અભાવ હોય છે. તે દેનાં નામે આ પ્રમાણે --
૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩, વીઆંતરાય, ૪. ભેગાંતરાય, ૫. ઉપભેગાંતરાય, ૬. હાસ્ય, ૭, રતિ, ૮. અરતિ, ૯. ભય, ૧૦, શેક, ૧૧. જુગુપ્સાનિંદા, ૧૨. કામ, ૧૩. મિથ્યાત્વ, ૧૪. અજ્ઞાન, ૧૫, નિદ્રા, ૧૬. અવિરતિ, ૧૭. રાગ, ૧૮ મે દ્વેષ” આ અઢારેય દોષથી રહિત શ્રી અરિહંત પરમાત્મા હોય છે. આ અપાયાપરામ નામને અરિહંત પ્રભુમાં નવ ગુણ હોય છે.
દસ ગુણ-જ્ઞાનાતિશય કેવલજ્ઞાની એવા અરિહંત પરમાત્મા, અનંતજ્ઞાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org