Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈતિહાસ જણાવે છે કે ખાદ્ય પદાર્થો તેમજ બીજી વસ્તુઓ ઉત્પન્ન કરવાની નવી અને ઝડપી રીતે વખતેવખત શેધાઈ છે. એ ઉપરથી તને એમ લાગશે કે ઉત્પાદનની વધારે સારી રીતે અજમાવવાથી પેદાશ વધે અને પરિણામે દુનિયા વધારે સમૃદ્ધ થાય તેમજ પ્રત્યેક માણસને વસ્તુઓ વધારે પ્રમાણમાં મળી રહે. પણ તારી એ માન્યતા અમુક અંશે સાચી છે અને અમુક અંશે ખોટી છે. ઉત્પાદનની ચડિયાતી રીતેને કારણે બેશક દુનિયા વધારે સમૃદ્ધ થઈ છે. પણુ સવાલ એ છે કે, એથી દુનિયાનો ક ભાગ સમૃદ્ધ બન્યું છે ? આપણા દેશમાં હજીયે અતિશય દુઃખ અને દારિદ્ર પ્રવર્તે છે એ તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. એટલું જ નહિ, પણ ઇંગ્લંડ જેવા માતબર દેશમાંયે એ જ દશા છે. એનું કારણ શું? સંપત્તિ ક્યાં ચાલી જાય છે ? વધુ ને વધુ પ્રમાણમાં સંપત્તિ ઉત્પન્ન થવા છતાંયે ગરીબ લેકે હજીયે ગરીબ જ રહ્યા છે એ અજબ જેવી વાત છે. કેટલાક દેશમાં ગરીબની દશામાં કંઈક ફેરફાર થયો છે ખરે, પણ નવી જે સંપત્તિ ઉત્પન્ન થઈ છે તેની સરખામણીમાં તે એ ફેરફાર ન જ ગણાય. એ સંપત્તિને રાજભાગ ક્યાં જાય છે એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. સામાન્ય રીતે એ વ્યવસ્થાપક અને વહીવટ કરનારા લોકોને હસ્તક જાય છે. એ લોકો બધી સારી ચીજોને રાજભાગ પિતાને મળે તેની ખાસ કાળજી રાખે છે. અને એથીયે વધારે આશ્ચર્યની વાત તે એ છે કે, સમાજમાં લેકાના એવા વર્ગો પણ પેદા થયા છે કે જેઓ દેખીતી રીતે કશું જ કામ કરતા નથી છતાંયે બીજાની મજૂરીના ઉત્પન્ન રાજભાગ પડાવે છે ! અને તું માનશે ખરી ? એ વર્ગોનું સન્માન કરવામાં આવે છે, અને કેટલાક બેવકૂફ લકે તે એમ જ માને છે કે પિતાના ગુજરાનને માટે મજૂરી કરવી એ તે હીણપતભર્યું છે ! આપણી દુનિયાની આજે આવી વિપરીત દશા છે. આથી ખેતરોમાં કામ કરતા ખેડૂત અને કારખાનાંઓમાં મજૂરી કરતા મજૂરે દુનિયાને ખોરાક અને ધનદેલત પેદા કરે છે છતાંયે ગરીબ હે છે એમાં નવાઈ પામવા જેવું શું છે? આપણે આપણું દેશ માટે સ્વતંત્રતા મેળવવાની વાત કરીએ છીએ, પણ જ્યાં સુધી આ વિષમ વ્યવસ્થાને અંત ન આવે અને મજૂરી કરનાર માણસને પોતાની મજૂરીનું પૂરેપૂરું વળતર મળે નહિ ત્યાં સુધી એ સ્વતંત્રતા શા કામની ? રાજકારણ, રાજ્યવહીવટ, તેમજ સંપત્તિશાસ્ત્ર અને રાષ્ટ્રની સંપત્તિની