Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
१८
દુનિયા પર મંગલોનું પ્રભુત્વ
૨૬ જૂન, ૧૯૩૨ ચંગીઝના મરણ પછી તેને પુત્ર ઓગતાઈ “મહાન ખાન' થયું. ચંગીઝ અને તે સમયના મંગલની સરખામણીમાં તે શાંતિપ્રિય અને દયાળુ હતા. તે વારંવાર કહેતો કે, “અમારા કામન ચંગીઝે ભારે પરિશ્રમ કરીને અમારે રાજવંશ સ્થાપે છે. હવે જનતાને શાંતિ તથા આબાદી આપવાને તથા તેમને બે હળવો કરવાનો સમય આવ્યો છે તે
ડલ સરદાર પિતાના કુળની દૃષ્ટિથી જ કેવી રીતે વિચાર કરે છે એ લક્ષમાં રાખવા જેવું છે.
પરંતુ વિજય મેળવવાનો યુગ હજી પૂરો થયે નહોતે. મંગલ લેકે હજીયે કૈવતથી ઊભરાતા હતા. સબૂતાઈ નામના મહાન સેનાપતિની આગેવાની નીચે યુરોપ ઉપર બીજી ચડાઈ કરવામાં આવી. યુરોપનું સૈન્ય તથા તેના સેનાપતિઓ સબૂતાઈ આગળ કશી વિસાતમાં નહતા. દુશ્મનોના દેશમાં આગળથી જાસૂસે તથા દૂત મોકલીને ચડાઈ કરતાં પહેલાં તે એ બધા દેશની રાજકીય તથા લશ્કરી પરિસ્થિતિ વિષે માહિતી મેળવતે અને તે મુજબ કાળજીપૂર્વક બધી તૈયારી કરતા. રણક્ષેત્ર ઉપર તે યુદ્ધ કરવામાં તે પારંગત હતું. અને યુરોપના સેનાપતિઓ તે તેની સરખામણીમાં એ બાબતમાં શિખાઉ જેવા હતા. મૈત્ય તરફ બગદાદ અને સેજુક તુર્કોને છોડીને તે સીધે રશિયા પહોંચે. મસ્કે, કીવ, પોલેંડ, હંગરી, કંકવ વગેરેને લૂંટતે તથા સંહારતા છ વરસ સુધી તે આગળ ને આગળ ધસ્ય. ૧૨૪૧ની સાલમાં મધ્ય યુરોપમાં આવેલા દક્ષિણ સીલેસિયાના લિબનિટ્સ નામના સ્થળે તેણે પિલેંડ તથા જર્મનીના સૈન્યને સદંતર નાશ કર્યો. જાણે આખા યુરોપનું આવી બન્યું હોય એમ લાગતું હતું. મંગલેના દળને ખાળનાર ત્યાં કઈ જ નહોતું. “દુનિયાની અજાયબી” તરીકે લેખાતે ફ્રેડરિક બીજો મંગોલિયામાંથી આવેલી આ સાચી અજાયબી આગળ ઝાંખે પડી ગયું હશે. યુરોપભરના રાજકર્તાઓના હેશકોશ ઊડી ગયા હતા તેવામાં તેમને અણધારી રાહત મળી ગઈ