Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૨ હિંદમાં અંગ્રેજોને પિતાના હરીફે ઉપરને વિજ્ય
૧૩ સપ્ટેમ્બર, ૧૯૩૨ મેગલ સામ્રાજ્યની હાલત અતિશય ખરાબ થઈ ગઈ હતી એ આપણે જોઈ ગયાં. સાચે જ, એમ કહી શકાય કે, સામ્રાજ્ય તરીકેનું તેનું કોઈ પણ ચિહ્ન હવે બાકી રહ્યું નહોતું. આમ છતાં દિલ્હી તેમ જ ઉત્તર હિંદની એથીયે વધારે બૂરી દશા થવાની હતી. હું તને આગળ કહી ગયો કે, હિંદમાં હવે નસીબ અજમાવવા સાહસિક લેકે માટે અનુકૂળ દિવસે આવ્યા હતા. આવા સાહસિકનો એક સરદાર હિંદની વાયવ્ય સરહદ ઉપરથી આવીને ઉત્તર હિંદ ઉપર તૂટી પડ્યો અને ભારે ખુનામરકી તથા લૂંટફાટ કરીને અઢળક દ્રવ્ય લઈ ચાલત થયે. આ ઈરાનને રાજા થઈ બેઠેલે નાદીરશાહ હ. શાહજહાંએ બનાવરાવેલું સુપ્રસિદ્ધ મયુરાસન તે પિતાની સાથે લેતે ગયે. આ ભયાનક હુમલે ૧૭૩૯ની સાલમાં થયું હતું અને એને લીધે આખે ઉત્તર હિંદ ધૂળધાણી થઈ ગયે. નાદીરશાહે પિતાના રાજ્યની સરહદ છેક સિંધુ નદી સુધી વધારી દીધી. આ રીતે અફઘાનિસ્તાન હિંદુસ્તાનથી અલગ પડી ગયું. મહાભારત અને ગંધારના કાળથી માંડીને આ સમય સુધી અફઘાનિસ્તાનનો હિંદ સાથે હંમેશાં નિકટને સંબંધ રહ્યો હતે. હવે તે હિંદુસ્તાનથી અલગ પડી ગયું.
સત્તર વરસની અંદર દિલ્હી ઉપર બીજો એક લૂંટારો ચડી આવ્યું. આ નાદીરશાહ પછી અફઘાનિસ્તાનની ગાદી ઉપર આવનાર અહમદશાહ દુરાની હતી. પણ આ બધા હુમલાઓ છતાંયે હિંદમાં મરાઠાઓની સત્તા વધતી જતી હતી અને ૧૭પ૮ની સાલમાં પંજાબ તેમના તાબામાં આવ્યું. આ બધા મુલક ઉપર તેમણે પિતાનું વ્યવસ્થિત રાજ્યતંત્ર સ્થાપવાનો પ્રયાસ ન કર્યો. તેઓ તે તેમની જગજાહેર ચોથ ઉઘરાવતા અને રાજવહીવટ તે ત્યાંના સ્થાનિક લેકેના હાથમાં જ રહેવા દેતા. આ રીતે તેઓ દિલ્હીના સામ્રાજ્યના લગભગ વારસ બન્યા હતા. પરંતુ આ પછી તેમના ઉપર એક ભારે ફટકો પડ્યો. વાયવ્ય