Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ક્રાંતિ અને પ્રતિક્રાંતિ તેમ જ તેના હમેશના વપરાશની વસ્તુઓ સિવાયની બીજી કઈ પણ વસ્તુ માટે કઈ આખી પ્રજા શ્રદ્ધાવાન છે એવું કહી શકાય એવું ભાગ્યે જ બને છે. જ્યારે પણ એને એવી શ્રદ્ધા લાધે છે ત્યારે તેને ઈતિહાસ હૃદયસ્પર્શી અને જવલંત બને છે.' ક્રાંતિનાં સ્ત્રીપુરુષને મહાન ધ્યેય માટે આવી શ્રદ્ધા સાંપડી હતી અને એ યાદગાર દિવસમાં તેમણે જે ઈતિહાસ રચ્ય તથા જે બલિદાને આપ્યાં તેમાં આપણને હલમલાવી મૂકવાની તથા આપણી નાડીને ચેતનવંતી બનાવવાની હજી પણ શક્તિ રહેલી છે.
- નવા રંગરૂટોના બનેલા આ ક્રાંતિકારી સૈન્ય, તેને ઝાઝી લશ્કરી તાલીમ મળી નહોતી છતા, ફ્રાંસની ભૂમિ ઉપરથી બધાં વિદેશી સૈન્યને હાંકી કાઢ્યાં અને પછી દક્ષિણ નેધરલેન્ડ્ઝને એટલે કે બેલ્જિયમને પણ ઓસ્ટ્રિયાની ધૂંસરીમાંથી મુક્ત કર્યું. આ વખતે હૈસબર્ગવંશને કાયમને માટે નેધરલેન્ડ્ઝ છોડવું પડયું. આ ક્રાંતિવાદી રંગરૂટ સામે યુરોપનાં વ્યવસ્થિત રીતે તાલીમ પામેલાં ધંધાદારી સન્ય ન ટકી શક્યાં. તાલીમ પામેલે સૈનિક તે પગાર ખાતર લડતે હતે. વળી તે બહુ સાવચેતીપૂર્વક અને સમાલી સમાલીને લડતા હતા. પરંતુ ક્રાંતિકારી રંગરૂટ તે ધ્યેયને ખાતર લડત હતા અને વિજય મેળવવા માટે તે ગમે તેવાં જોખમે ખેડવા તત્પર હતા. ધંધાદારી સૈનિક સાથે તે ઢગલાબંધ સરસામાન રહે એટલે એની ગતિ ધીમી રહેતી, પણ ક્રાંતિકારી સિનિક પાસે તે સાથે લેવાનું ઝાઝું નહતું એટલે તે ત્વરિત ગતિથી આગળ વધત. ક્રાંતિકારી સૈન્ય એ યુદ્ધમાં નવીન પ્રકારનું સૈન્ય હતું અને તેની લડવાની પદ્ધતિ પણ બિલકુલ નિરાળી હતી. તેણે લડાઈની જૂની પદ્ધતિ બદલી નાખી અને અમુક અંશે યુરોપનાં સૈન્ય માટે ભવિષ્યનાં ૧૦૦ વરસ સુધી તે નમૂનારૂપ બની ગયું. પરંતુ એ સૈન્યનું ખરું બળ તે તેમના ઉત્સાહ અને સાહસમાં રહેલું હતું. તેમને ધ્યાન મંત્ર અથવા ખરું કહીએ તે એ સમયે ખુદ ક્રાંતિને પણ ધ્યાન મંત્ર ડેન્ટનનું એક પ્રસિદ્ધ કથન વ્યક્ત કરે છે: “માતૃભૂમિના દુશ્મનને પરાજય કરવા ખાતર, સાહસ, સાહસ અને નિરંતર સાહસની જ જરૂર છે.”
યુદ્ધ વધારે ફેલાયું. ઇંગ્લંડ તેના નૌકાસૈન્યને કારણે બળવાન દુશ્મન નીવડ્યું. પ્રજાતંત્રવાદી ફ્રાન્સે સમર્થ ખુલ્કી ફેજ તે તૈયાર કરી હતી પરંતુ દરિયા ઉપર તે દુર્બળ હતું. ઈગ્લડે ફાંસનાં બધાં બંદરને ઘેરે ઘાલવાને આરંભ કર્યો. ઈગ્લેંડ નાસી ગયેલા ફ્રેંચ