Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 685
________________ કરે જગતના ઇતિહાસનું રેખાદર્શન એકાંત અને અગમ્ય તથા સહેલાઇથી બચાવ થઈ શકે એવું, હુમલે કરવાને માટે અતિશય કપરું અને માણસને વસવાટ કરવાને માટે તદ્દન અયોગ્ય સ્થાન છે. . . .” એ ટાપુને અંગ્રેજ ગવર્નર બહુ અણઘડ અને જંગલી માણસ હતો, અને નેપોલિયન સાથે તેણે બહુ અઘટિત વર્તાવ રાખ્યો હતે. ટાપુના તંદુરસ્તીને અતિશય હાનિકારક આબોહવાવાળા ભાગમાં ઘડાના તબેલા જેવા એક ખરાબ ઘરમાં તેને રાખવામાં આવ્યું હતું તથા તેની અને તેના સાથીઓની ઉપર ખે એવા અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. કેટલીક વખત તે તેને પૂરત સ્વચ્છ અને આરોગ્યદાયક ખોરાક પણ આપવામાં આવતું નહે. યુરોપના તેને મિત્ર સાથે પત્રવહેવાર પણ કરવા દેવામાં આવતું નહોતું એટલું જ નહિ, પણ તે સત્તાધીશ હતો તે વખતે જેને તેણે રેમના રાજાને ઇલકાબ આપે હતો તે તેના નાનકડા પુત્ર સાથે પત્રવહેવાર કરવાની પણ તેને છૂટ આપવામાં આવી નહોતી, અરે, તેના પુત્રની ખબર પણ તેને આપવામાં આવતી નહોતી. નેપોલિયન સાથે નીચતાપૂર્વક વર્તાવ રાખવામાં આવ્યા હતા એ ખરેખર આશ્ચર્યકારક છે. પરંતુ સેંટ હેલીના ગવર્નર તે કેવળ તેની સરકારનું હથિયાર જ હતું. અને પિતાના કેદી પ્રત્યે ગેરવર્તાવ રાખવાની તથા તેનું માનભંગ કરવાની અંગ્રેજ સરકારની ઈરાદાપૂર્વકની નીતિ હોય એમ જણાય છે. યુરોપનાં બીજાં રાજ્યોએ એમાં પિતાની સંમતિ આપી હતી. પિતે વૃદ્ધ હોવા છતાં નેપલિયનની મા સેંટ હેલીનામાં તેની સાથે રહેવા ચહાતી હતી, પરંતુ તેને ના પાડવામાં આવી ! જો કે તેની પાંખે હવે કપાઈ ગઈ હતી અને અસહાય બનીને તે એક દૂરના ટાપુમાં પડ્યો હતો, છતાંયે તેના પ્રત્યે આવો અઘટિત વર્તાવ રાખવામાં આવ્યો હતેએ ઉપરથી યુરેપ હજીયે તેનાથી કેટલું બધું ડરતું હતું એ આપણને જાણવા મળે છે. સેંટ હેલીનામાં તેણે આ જીવતા મૃત્યુ સમાન પાંચ વરસો વિતાવ્યાં. એ નાનકડા ટાપુમાં બંદીવાન બનેલા અને રોજેરોજ નાનાં નાનાં અપમાન સહન કરતા એ અખૂટ શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી પુરુષે કેટલી ભારે યાતનાઓ અનુભવી હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. ૧૮૨૧ની સાલના મે માસમાં એ મરણ પામે. મરણ પછી પણ ગવર્નરના તિરસ્કારે તેને કેડે છોડ્યો નહિ અને એક કંગાળ કબરમાં તેને દફનાવવામાં આવ્યું. ધીમે ધીમે નેરેલિયન પ્રત્યેના ગેરવર્તાવની

Loading...

Page Navigation
1 ... 683 684 685 686 687 688 689 690