Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 687
________________ Ex જગતના ઇતિહાસનું રેખાદર્શીન ' ગમાં આવી જઈ ને તેણે એવું કહ્યું હોવાનું કહેવાય છે કે, જો આકાશ આપણા ઉપર તૂટી પડે તે આપણા ભાલાની અણીથી આપણે તેને ટેકવી રાખીશું.' . તેનામાં મહાપુરુષોની આકષ ણુક્તિ હતી અને તેણે ઘણા લેાકાની ગાઢ અને એકનિષ્ઠ મૈત્રી પ્રાપ્ત કરી હતી. અકબરની પેઠે એની દૃષ્ટિમાં પણ આકર્ષણ હતું. તેણે એક વખત કહ્યું હતું કે, ‘ મેં ભાગ્યે જ તરવાર ખેંચી છે; હું મારી જીત મારી આંખોથી મેળવું છું, હથિયારોથી નહિ. આખા યુરોપને વિગ્રહના દાવાનળમાં હામનાર પુરુષનું આ ન સમજી શકાય એવું કથન છે ! અને છતાં એ વચનમાં કંઈક તથ્ય છે! પોતાના દેશવટા દરમ્યાન પાછળના વરસામાં તેણે કહ્યુ હતું કે, પશુબળ એ સાચા ઉપાય નથી અને મનુષ્યનેા આત્મા એ તરવાર કરતાં શ્રેષ્ઠ છે. તેણે કહ્યું હતું કે, “મને સૌથી વધારે આશ્ચર્યજનક શું લાગે છે તે તમે જાણા છે ? તે આ છેઃ કાઈ પણ વસ્તુ સંગતિ કરવા માટે પશુબળની લાચારી. જગતમાં માત્ર એ જ મળેા છે આત્મા અને તરવાર. લાંબે ગાળે તે આખરે આત્મબળથી હમેશાં તરવારને પરાજય થવાનો.” પરંતુ નેપોલિયનને આ એ બળા વચ્ચે પસંદગી કરવાનો ‘ લાંબેગાળે ' મળ્યો નહાતા. તે ઉતાવળમાં હતા અને પોતાની કારકિર્દીના આરંભમાં જ તેણે તરવારના માર્ગ ગ્રહણ કર્યાં હતા. તરવારથી જ તે વિજયી થયા અને તે પડ્યો પણ તરવારથી જ. વળી તેણે કહ્યુ હતું કે, વિગ્રહ એ તો ગત જમાનાના એ અવશેષ છે; એક દિવસ એવા આવશે જ્યારે તાપે અને સંગીતા વિના જ વિજયા મળતા થશે.’સંજોગે એના કરતાં વધારે બળવાન હતા — તેની અપાર મહત્ત્વાકાંક્ષા, યુદ્ધમાં સુગમતાથી તેણે મેળવેલા વિજયા, અને ઉચ્ચપદ પ્રાપ્ત કરેલા એવા આ પ્રાકૃત જન પ્રત્યે યુરોપના રાજવીઓના તિરસ્કાર તથા તેને તેમને લાગતા ડર આ બધી વસ્તુએએ સ્વસ્થ થવા માટે જરૂરી શાંતિ કે નિરાંત તેને આપ્યાં નહિ. લડાઈમાં તે અવિચારીપણે આંધળિયાં કરીને માણસોની જિંદગીને ભેગ આપતા. અને છતાં તેને વિષે એમ કહેવાય છે કે કૈાઈનું દુઃખ કે પીડા જોઈ ને તેનું હૃદય દ્રવી જતું. , ' તેના વ્યક્તિગત જીવનમાં તે સાદે હતા. કામ સિવાય ખીજી કાઈ પણ બાબતમાં તે મર્યાદા ઓળંગતા નહિ કે અતિરેક કરતા નહિ. તેના કથન પ્રમાણે તે, ‘માણસ વધારે પડતા આહાર કરે છે, પછી તે ગમે એટલુ ઓછુ કેમ ન ખાતા હાય. વધારે ખાવાથી જ માણુસ \”

Loading...

Page Navigation
1 ... 685 686 687 688 689 690