Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૫
નેપોલિયન વિષે વિશેષ બીમાર પડે છે, અલ્પાહારને કારણે કદી નહિ. તેના આ સાદા જીવને જ તેને સુંદર સ્વાધ્ય અને અખૂટ શક્તિ બક્યાં હતાં. તે મરજી પડે ત્યારે અને મરછમાં આવે એટલું ઓછું ઊંધી શકતે. સવાર અને સાંજ થઈને દિવસમાં ૧૦૦ માઈલને ઘોડા ઉપર પ્રવાસ કરવો એ તેને માટે અસામાન્ય કે ભારે વસ્તુ નહતી.
પિતાની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને તે આખા યુરેપ ખંડને ખૂંદી વ અને પરિણામે તે યુરેપ વિષે એક જ કાયદો અને એક જ સરકારથી જ શાસિત એવા એક ઘટક અથવા એક રાજ્ય તરીકે વિચાર કરવા લાગ્યું. તે કહે કે, “બધી પ્રજાઓને ભેળવી દઈને હું એક રાષ્ટ્ર પેદા કરીશ.” પાછળથી સેંટ હેલીનામાં દેશવટાની યાતના વેડ્યા પછી તેના મનમાં ફરીથી અને કંઈક તટસ્થ રીતે આ કલ્પના ઉભવી : “વહેલામડાં, સંજોગેને બળે યુરેપની પ્રજાઓની આવી એક્તા થવાની જ છે. એ દિશામાં શરૂઆત થઈ ચૂકી છે અને મારી વ્યવસ્થા પડી ભાંગ્યા પછી મને લાગે છે કે, પ્રજા સંધ (લિગ એફ નેશન્સ) દ્વારા જ યુરોપની સમતા પ્રાપ્ત કરી શકાશે.” આજે ૧૦૦ વરસ પછી પણ પ્રજાસંધ સ્થાપવાની દિશામાં હજીયે યુરોપ પ્રયોગ કરી રહ્યું છે. અને અંધારામાં ફે ફેસી રહ્યું છે! . .
તેના છેલ્લા વસિયતનામામાં જેને તે રેમને રાજા કહેતે હવે તથા જેને વિષેના ખબરે નિર્દયતાપૂર્વક તેને આપવામાં નહોતા આવતા તે તેના પુત્ર માટે તે એક સંદેશે મૂકતે ગમે છે. પિતાને પુત્ર એક દિવસ રાજક્ત થશે એવી આશા તે સેવતો હતો અને તેણે તેને હિંસાને આશરો ન લેતાં શાંતિથી રાજ્ય કરવાનો આદેશ આપે છે. “હથિયારને બળે યુરોપને થથરાવવાની મને ફરજ પડી હતી, પરંતુ હવે તે લેકેને બુદ્ધિથી સમજાવીને કામ લેવાનો સમય આવી પહોંચ્યું છે.” પરંતુ પુત્રના નસીબમાં રાજા થવાનું લખ્યું નહોતું. તેના પિતાના મરણ પછી અગિયાર વરસ બાદ તે યુવાવસ્થામાં જ વિયેનામાં મરણ પામે.
પરંતુ આ બધા વિચારે તેને પિતાના દેશવટોના સમય દરમ્યાન અને ભારે યાતનાઓ સહન કર્યા પછી આવ્યા હતા. બનવાજોગ છે કે ભાવિ પ્રજાને અભિપ્રાય પિતાને વિષે કંઈક સારે બનાવવા ખાતર પણ તેણે એ લખ્યું હોય. એની મહત્તાના દિવસોમાં તે અતિશય પ્રવૃત્તિમાં પડ્યો હતો અને ફિલસૂફ બનવાની તેને જરાયે ફુરસદ નહોતી. તે તે