Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 686
________________ - ૧૭૩ નેપોલિયન વિષે વિશેષ તથા તેની સતામણીની ખબરે યુરોપ પહોંચી (તે સમયે ખબર બહુ ધીમે ધીમે પહોંચતી હતી, ત્યારે તેની સામે ઈંગ્લડ સહિત ઘણા દેશમાં ભારે પિકાર ઊડ્યો. આ ગેરવર્તાવ માટે મુખ્યત્વે કરીને જવાબદાર બ્રિટનને વિદેશમંત્રી કાસેલરે એને લીધે તથા તેની કડક આંતરિક નીતિને કારણે પ્રજામાં અકારે થઈ પડ્યો. આથી તેને એટલું બધું લાગી આવ્યું કે તેણે આપઘાત કર્યો. મહાન અને અસાધારણ પુરુષની કિંમત આંકવાનું કામ મુશ્કેલ હોય છે. અને નેપોલિયન પણ અમુક રીતે મહાન અને અસાધારણ પુરુષ હતે એ નિર્વિવાદ છે. કુદરતના બળની પેઠે તે અખૂટ શક્તિશાળી હતે. કલ્પનાશીલ અને વિચારવાન હોવા છતાં આદર્શો અને નિઃસ્વાર્થ હેતુઓની કિંમત તે સમજાતું નહોતું. કીર્તિ અને ધનદેલત લેકની આગળ ધરીને તે તેમનાં દિલ જીતવા તથા તેમના ઉપર છાપ પાડવા ચહાતે હતે. એટલે કીર્તિ અને સત્તાને તેને ભંડળ ખૂટયો ત્યારે તેણે જેમને આગળ વધાર્યા હતા તેમને પોતાની સાથે રાખવા માટે તેની પાસે આદર્શ હેતુઓ નહિ જેવા જ હતા અને તેના ઘણા સાથીઓ તે નીચતાથી તેને ત્યાગ કરી ગયા. ધર્મ એ તેને મન ગરીબ અને દુઃખી લેકેને પિતાની દુર્દશાથી સંતુષ્ટ રાખવાની કેવળ એક રીત હતી. ખ્રિસ્તી ધર્મ વિષે એક વાર તેણે કહ્યું હતું કે, “જે ધર્મ સૈક્રેટીસ અને ઑટોને દૂષિત કરાવે છે તેને હું કેવી રીતે સ્વીકાર કરી શકું ?” જ્યારે તે મીસરમાં હતા ત્યારે ઈસ્લામ પર તેણે પિતાને પક્ષપાત દર્શાવ્યું હતું. જો કે એમાં તેને આશય ત્યાંના લેકની પ્રીતિ સંપાદન કરવાને હવે એમાં લેશમાત્ર શંકા નથી. ધર્મને વિષે તે સાવ બેપરવા હો છતાંયે ધર્મને તે ઉત્તેજન આપને કેમ કે ધર્મને તે પ્રચલિત સમાજવ્યવસ્થાને સમર્થક લેખ હતે. તે કહે કે, “સ્વર્ગમાં સમાનતા છે એવી ભાવના ધર્મ પ્રવર્તાવે છે અને તેથી કરીને ગરીબ લોકો શ્રીમંતની કતલ કરતા અટકે છે. ધર્મમાં રસીના જેવો ગુણ છે. તે આપણું ચમત્કાર માટેના રસને સંતોષે છે અને ધુતારાઓથી આપણને બચાવે છે. . . . . . માલ મિલકતની અસમાનતા વિના સમાજ ટકી શકે નહિ પરંતુ માલમિલકત ધર્મ વિના ન નભી શકે. પિતાની સમીપને માણસ ભાતભાતની સારી સારી વાનીઓથી મોજ ઉડાવતે હોય ત્યારે ભૂખે મરતે માણસ દૈવી શક્તિ પરની પિતાની શ્રદ્ધાથી તથા પરલોકમાં વસ્તુઓની વહેંચણી જુદી રીતે થવાની છે એવી પ્રતીતિથી જ ટકી શકે છે. પોતાના સામર્થના

Loading...

Page Navigation
1 ... 684 685 686 687 688 689 690