Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 681
________________ ૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન કાંતિ તથા નવીન સમાજવ્યવસ્થા તરફ તેણે ઇરાદાપૂર્વક પીઠ ફેરવી હતી; જૂની સમાજવ્યવસ્થા તેને અનુકૂળ નહોતી તેમ જ તે તેને સ્વીકાર - કરવાને પણ તૈયાર નહોતે. એટલે એ બંનેની વચ્ચે તે પછડાઈ પડ્યો. લશ્કરી કીર્તિની તેની કારકિર્દી ધીમે ધીમે તેના અનિવાર્ય અને કરણ અંત તરફ વળે છે. તેના કેટલાક પ્રધાને જ દગાખોર હોય છે અને સામે કાવતરાંમાં ઊતરે છે. તાલેરાં રશિયાના ઝાર સાથે અને કે ઈડ સાથે કાવતરાં કરવામાં સામેલ થાય છે. નેપોલિયન તેમનાં કાવતરાં પકડી પાડે છે. પરંતુ આશ્ચર્યની વાત તે એ છે કે કેવળ પકે આપીને તેમને પોતાના પ્રધાન તરીકે તે ચાલુ રાખે છે. બર્નાડેટ નામને તેને એક સેનાપતિ તેની સામે થઈ જાય છે અને તેને કો દુશ્મન બને છે. તેની માતા તથા ભાઈ લ્યુસિયન સિવાય તેનું આખું કુટુંબ તેના પ્રત્યે ગેરવર્તણૂક ચાલુ રાખે છે અને તેની વિરુદ્ધ કામ કરવા માંડે છે. ખુદ કાસમાં પણ અસંતોષ વધવા પામે છે અને તેની સરમુખત્યારી કઠેર અને નિર્દય બને છે. અનેક લેકને તેમના ઉપર કામ ચલાવ્યા વિના કેદમાં પૂરવામાં આવે છે. તેને સિતારે અચૂકપણે નમવા માંડે છે. અને ઊગતાને પૂજનારા તેના ઘણા પક્ષકારો તેને અંત સમીપ આવતો જોઈને તેનો ત્યાગ કરે છે. હજીયે ઉંમરે નાને હેવા છતાં તેનું શરીર તેમ જ મન પણુ દૂબળું પડવા લાગે છે. લડાઈની મધ્યમાં તેને આંતરડાનું તીવ્ર દરદ થઈ આવે છે. સત્તા પણ તેને ભ્રષ્ટ કરે છે. તેની પહેલાંની લશ્કરી નિપુણતા તે હજી કાયમ રહે છે પરંતુ તેની ગતિ હવે મંદ પડે છે. હવે તે ઘણી વાર સંશય અને - સંકલ્પવિકલ્પમાં પડી જાય છે. તેના સૈન્યની ચપળતા ઘટે છે અને તે મંદ બને છે. ૧૮૧૨ની સાલમાં તે પ્રચંડ સેના લઈને રશિયા ઉપર ચઢાઈ કરવા ઊપડે છે. રશિયનોને તે હરાવે છે અને પછી ઝાઝા સામના વિના આગળ વધે છે. રશિયાનું સૈન્ય પાછળ હતું જ જાય છે અને તેને બિલકુલ સામનો કરતું નથી. નેપોલિયનની પ્રચંડ સેનાને તેને પત્તો લાગતો નથી અને એમ કરતાં કરતાં તે મૅસ્ક પહોંચે છે. ઝાર નમતું આપવા વિચાર કરે છે, પરંતુ નેપોલિયનની પહેલને સાથી અને સેનાપતિ બર્નાડેટ તથા જેને તેણે ગુનેગાર ગણીને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો તે જર્મન રાષ્ટ્રીય નેતા બૈરન ફોન સ્ટાઈન એ બે જણ – એક ફ્રાન્સવાસી અને બીજો જર્મન – ઝારને નમતું ન આપવાને

Loading...

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688 689 690