Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૫
નેપેાલિયન વિષે વિશેષ
૬ નવેમ્બર, ૧૯૩૨
આગલા પત્રમાં આપણે છેડી દીધી હતી ત્યાંથી નેપોલિયનની વાત આપણે આગળ ચલાવવી જોઈ એ.
નેપોલિયન જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તે ફ્રેંચ ક્રાંતિને કંઈક અંશ લેતા ગયા. અને તેથી તેણે જીતેલા દેશના લેકે તેના આવવાથી સાવ નારાજ નહાતા. તેઓ પોતાના નમાલા અને અક્લ્યૂડલ શાસકાથી કંટાળી ગયા હતા. તેઓ તેમના ઉપર ભારે ત્રાસ ગુજારી રહ્યા હતા. આ વસ્તુ નેપોલિયનને અત્યંત મદરૂપ નીવડી અને તે જ્યાં જ્યાં પહેોંચ્યા ત્યાં ત્યાં ચૂડલ પ્રથા તેની આગળ પડી ભાંગી. ખાસ કરીને જ નીમાંથી તો ચૂડલ પ્રથા નિર્મૂળ થઈ ગઈ. સ્પેનમાં તેણે ઈન્કવઝીશન (ધતંત્રની અદાલત)ના અંત આણ્યો. પરંતુ તેણે અજાણપણે પેદા કરેલી રાષ્ટ્રીયતાની ભાવના જ તેની સામે થઈ ગઈ અને તેણે આખરે તેને પરાજય કર્યાં. તે જરીપુરાણા રાજા અને સમ્રાટને તે સહેલાઈથી જેર કરી શક્યો, પરંતુ જાગ્રત થઈને તેની સામે ઊડેલી આખી પ્રજાને તે આવી શક્યો નહિ. સ્પેનની પ્રજા એ રીતે તેની સામે થઈ અને વરસો સુધી તે તેની સાધન સામગ્રી તથા શક્તિને ખાઈ ગઈ. જર્મન પ્રજા પણ ખૈરન ફ્રોન સ્ટાઈન નામના દેશભકતની આગેવાની નીચે સંગતિ થઈ અને ફ્રોન સ્ટાઈન તેને કટ્ટો દુશ્મન બન્યો. જર્મનીની મુક્તિ માટે યુદ્ધ પણ લડાયું. આ રીતે નેપોલિયને જાગ્રત કરેલી રાષ્ટ્રીયતાની ભાવનાએ દરિયાઈ સત્તા સાથે મળીને તેને અંત આણ્યો. પરંતુ કાઈ પણ પરિસ્થિતિમાં એક સરમુખત્યારને નભાવી લેવા એ આખા યુરોપ માટે મુશ્કેલ હતું. અથવા પાછળથી નેપોલિયને પોતાને વિષે કહેલી વાત જ ખરી હતી :
6
મારા પતન માટે મારા સિવાય બીજા કાઈને જવાબદાર ગણી શકાય એમ નથી. મારો પોતાના મોટામાં મોટો શત્રુ અને મારી ભીષણ આપત્તિનું કારણ હું પોતે જ છું.'