Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 680
________________ નેપોલિયન વિષે વિશેષ આ પ્રતિભાશાળી પુરવમાં બહુ ભારે ખામીઓ હતી. બહુ સામાન્ય સ્થિતિમાંથી ઊંચી પદવી પ્રાપ્ત કરવાને લીધે તેનામાં લેભાગુપણાની કંઈક અસર હતી અને નમાલા તથા જરીપુરાણા રાજાઓ અને સમ્રાટે તેની સાથે સમાનતાથી વર્તે એવી આશા તે સેવતો હતો. તેમનામાં કશીયે લાયકાત ન હોવા છતાં તેણે પિતાનાં ભાઈબહેનને અઘટિત રીતે આગળ વધાર્યા. ૧૭૯૯ની સાલમાં નેપોલિયને બળજબરીથી રાજ્યસત્તા હાથ કરી તે વખતની કટોકટીની પળે તેને સહાય કરનાર તેને ભાઈ લ્યુસિયન જ એ બધામાં કંઈક ઠીક હતું. પરંતુ પાછળથી તે તેની સાથે લડી પડ્યો અને ઈટાલીમાં જઈ રહ્યો. પિતાના બીજા ગર્વિછે અને બેવકૂફ ભાઈઓને નેપોલિયને રાજા બનાવ્યા. પિતાના કુટુંબને આગળ વધારવાની તેનામાં વિચિત્ર અને હીન વૃત્તિ હતી. તે મુશ્કેલીમાં આવી પડ્યો ત્યારે એ બધા તેને બેવફા નીવડ્યા અને તેમણે તેને ત્યાગ કર્યો. પિતાને રાજવંશ સ્થાપવાની પણ નેપોલિયનને તીવ્ર ઈચ્છા હતી. તેની આરંભની કારકિર્દીમાં જ–જેને લીધે તે મશહૂર થયો તે ઈટાલીના સંગ્રામ પહેલાં – તે જોસેફાઈન નામની ખૂબસૂરત પરંતુ ચંચળ વૃત્તિની સ્ત્રી સાથે પરણ્યો હતો. તેનાથી કશી સંતતિ ન થવાને કારણે તે અત્યંત નિરાશ થઈ ગયે, કેમ કે તેને તે પિતાને રાજવંશ સ્થાપવાની લગની લાગી હતી. આથી તે તેને ચહાતા હોવા છતાં જોસેફાઈન ડે છૂટાછેડા કરવાનું તેણે નક્કી કર્યું. તે રશિયાના રાજવંશની એક કુંવરી સાથે લગ્ન કરવા માગતા હતા પણ ઝાર તેમાં સંમત ન થયા. આમ થાત તે નેપોલિયન લગભગ આખા યુરોપને ધણી થઈ જાત, પરંતુ ઝારને રશિયાના શાહી કુટુંબમાં પરણવાની નેપલિયનની ઈચ્છા ધૃષ્ટતાભરી લાગી ! એ પછી નેપોલિયને ઓસ્ટ્રિયાના હેપ્સબર્ગ વંશના સમ્રાટને તેની પુત્રી મેરી લુઈસને પિતાની સાથે પરણાવવાની ફરજ પાડી. એનાથી તેને એક પુત્ર થયે, પરંતુ તે જડ અને મંદબુદ્ધિની હતી અને નેપોલિયન તેને જરાયે ગમતે નહે. આથી તે પત્ની તરીકે ભૂંડી નીવડી. જ્યારે તે આફતમાં આવી પડ્યો ત્યારે તે તેને છોડી ગઈ અને તેને સાવ ભૂલી ગઈ કેટલીક બાબતોમાં તે પિતાની પેઢીના લેકે કરતાં ઘણે આગળ હોવા છતાં રાજાશાહીના મિથ્યા અને પિગળ તથા જરીપુરાણું ખ્યાલની મેદિનીની જાળમાં ફસાયે એ આશ્ચર્યજનક છે. અને એમ છતાંયે તે ક્રાંતિની વાત કરતો અને નમાલા રાજાઓની ઠઠ્ઠા ઉડાવતા.

Loading...

Page Navigation
1 ... 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690