Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
१६५
નેપોલિયન તે તેને વિષે કહે તેમ “બકાની પ્રજાને એ રીતે હરાવવાનું તેણે નકકી ક્યું. ઈંગ્લડે એ બધા બંદરની નાકાબંધી કરી અને એ રીતે નેપોલિયનના સામ્રાજ્ય અને અમેરિકા તથા ઇતર ખડે વચ્ચે વેપાર બંધ કર્યો. યુરોપમાં તેની સામે નિરંતર ખટપટ અને કાવાદાવા કર્યા કરીને તથા તેના દુશ્મન અને તટસ્થ રહેલાં રાજ્યમાં છૂટે હાથે તેનું વેરીને પણ ઈંગ્લંડ નેપોલિયન સામે લડતું રહ્યું. ઇંગ્લંડને
એમાં યુરોપની મોટી મોટી શરાફી પેઢીઓ અને ખાસ કરીને રશ્મચાઈલ્ડની પેઢીની ભારે મદદ મળી હતી.
આ ઉપરાંત ઈંગ્લડે નેપોલિયન સામે પ્રચારની રીત પણ અખત્યાર કરી હતી. તે સમયે તે લડાઈની એ રીત નવીન હતી, પરંતુ એ પછીથી એ બહુ સામાન્ય થઈ ગઈ છે, છાપાંઓમાં ક્રાંસ અને ખાસ કરીને નેપોલિયન સામે જેહાદ પિકારવામાં આવી. આ નવા સમ્રાટની મજાક ઉડાવનારાં કટાક્ષ ચિત્રો, તરેહ તરેહના લેખો અને ચોપાનિયાંઓ તથા જૂઠાણુથી ભરેલાં તેનાં બનાવટી જીવનચરિત્ર બહાર પાડવામાં આવ્યાં અને એ બધાં ચોરીછુપીથી કાંસમાં સરકાવવામાં આવ્યાં. આજે તે જૂઠાણાંથી ભરેલી છાપાંની જેહાદ એ આધુનિક વિગ્રહનું એક વ્યવસ્થિત અંગ બની ગયું છે. ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધ દરમ્યાન તેમાં સંડોવાયેલાં બધાં રાજ્યની સરકારોએ નફટાઈથી અજબ પ્રકારનાં જૂઠાણું ફેલાવ્યાં હતાં. અને જૂઠાણાં ઉપજાવી કાઢી તેને પ્રચાર કરવાની આ કળામાં ઈંગ્લંડની સરકારને સહેજે પહેલે નંબર હોય એમ જણાય છે. નેપોલિયનના સમયથી માંડીને એને એ કળામાં એક સદી જેટલા લાંબા સમયની તાલીમ મળી છે. આપણા દેશને લગતી સત્ય હકીકતે કેવી રીતે દાબી દેવામાં આવે છે તથા માની ન શકાય એવાં જૂઠાણુઓને અહીં તથા ઇંગ્લંડમાં કેવી રીતે પ્રચાર કરવામાં આવે છે અને આપણને હિંદમાં ઠીક ઠીક અનુભવ છે.