Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
નેપેાલિયન
483
'
શંકા નથી, પર ંતુ અકબરની પેઠે નેપોલિયનમાં પણ અસાધારણુ સ્મરણશક્તિ અને સંપૂર્ણ પણે સુસ્થિત મગજ હતું એ નિવિવાદ છે. તે પોતે કહેતા કે, · જ્યારે કાઈ પણ બાબત હું મારા મગજમાંથી કાઢી નાખવા ઇચ્છું છું ત્યારે હું તેનું ખાનું બંધ કરી દઉં છું અને ખીજી બાબતનું ખાનું ઉઘાડું છું. બધાં ખાનાંઓમાંની વસ્તુઓ સેળભેળ થઈ જતી નથી તેમ જ તે મને થકવી શકતી કે ત્રાસ આપી શકતી નથી. જ્યારે ઊંઘવા ચાહું છું ત્યારે હું બધાં ખાનાં બંધ કરી દઉં છું, પછી હું
ધ્યા જ જાણેા !' સાચે જ તે લડાઈની મધ્યમાં જમીન પર સૂઈ જઈ ને ઊંઘી જતા અને અર્ધો કલાક ઊંધ લીધા પછી વળી પાછે ભારે કામમાં ગરકાવ થઈ જતા.
તેને દશ વરસ માટે પ્રથમ કૅન્સલ બનાવવામાં આવ્યા હતા. સત્તાની સીડીનું બીજું પગથિયું ત્રણ વરસ પછી ૧૮૦૨ની સાલમાં આવ્યું. એ વખતે એણે પોતે જ પોતાને જીવનપર્યંતના કૅન્સલ બનાવ્યા અને પોતાની સત્તામાં વધારો કર્યાં. પ્રજાસત્તાકના અંત આવ્યા અને નેપેલિયન એક માત્ર નામ સિવાય બધી રીતે રાજા બની ગયેા. ૧૮૦૪ની સાલમાં પ્રજાને મત લઈ ને તે સમ્રાટ બન્યો. ફ્રાંસમાં તે સ સત્તાધીશ હતા અને છતાંયે પહેલાંના સમયના આપખુદ રાજા અને તેની વચ્ચે ભારે તફાવત હતા. તે પોતાની સત્તા જૂની પરંપરા કે રાજાઓના દૈવી અધિકારના સિદ્ધાંતના આશરા લઈ ને ટકાવી શકે એમ નહોતું. તેને તે તે પોતાની કાર્યકુશળતા તથા લોકપ્રિયતા ઉપર ટકાવવાની હતી. ખાસ કરીને ખેડૂતવમાં તે વધારે લોકપ્રિય હતા. તે તેની આખી કારકિર્દી દરમ્યાન તેના વફાદાર પક્ષકારો રહ્યા હતા; કેમ કે તેઓ એમ માનતા હતા કે તેણે તેની જમીન તેમના હાથમાં સલામત રાખી હતી. નેપોલિયને એક વખત કહ્યું હતું કે, દીવાનખાનાઓમાં ખેસીને ચર્ચા કરનારાઓ તથા લવરીખાર લોકેાના અભિપ્રાયાની મને લવલેશ પરવા નથી. હું તો એક જ અભિપ્રાય પિછાનું છું અને તે ખેડૂતને.' પરંતુ આખરે તો ખેડૂત પણ નિર ંતર ચાલ્યા કરતા યુદ્ધમાં પોતાના પુત્રને મોકલવાની પરિસ્થિતિથી થાકી ગયા. જયારે આ મદદ જતી રહી ત્યારે નેપેલિયને ઊભી કરેલી પ્રચંડ ઇમારત ડામાડાળ થઈ ગઈ. દશ વરસ સુધી એ સમ્રાટ રહ્યો. એ ગાળામાં તે આખા યુરોપ ખંડ ઉપર ઘૂમી વળ્યો, તથા તેણે અસાધારણ લશ્કરી સાહસેા કર્યાં