Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
११२
જગતના ઇતિહાસનું રેખાદર્શને પ્રતિનિધિ ગણાય અને જેનું મુખ્ય કામ દસ્તાવેજો ઉપર સહી કરવાનું હોય એ બંધારણીય રાજા કે ફ્રાંસના આજના પ્રમુખ જે કશી સત્તા વિનાનો પ્રમુખ હોવો જોઈએ. પરંતુ નેપલિયનને તે કેવળ રાજાઓનો ભભકભર્યો પિશાક નહિ પણ સાચી સત્તા જોઈતી હતી. એવા દબદબાભર્યા પણ કશી સત્તા વિનાના પ્રમુખની તેને જરૂર નહતી. તે બોલી ઊઠ્યો, “એવા પુષ્ટ ડુક્કરની વાત છોડે.”
જેમાં નેપોલિયનને દશ વરસ માટે પ્રથમ કન્સલ નીમવામાં આવ્યો હતો તે બંધારણ ઉપર પ્રજાને મત લેવામાં આવ્યું. પ્રજાએ તેની તરફેણમાં ૩૦ લાખ કરતાંયે વધુ મત આપીને લગભગ એક મતે તે મંજૂર રાખ્યું. આમ ખુદ કાસની પ્રજાએ પોતે જ નેપલિયન પિતાને માટે સ્વતંત્રતા અને સુખ લાવશે એવી મિથ્યા આશાથી તેના હાથમાં પૂર્ણ સત્તા સોંપી.
પરંતુ આપણે નેપોલિયનના જીવનની વિગતોમાં ઊતરી શકીએ એમ નથી. એનું જીવન ભારે પ્રવૃત્તિ અને વધારેને વધારે સત્તા હાથ કરવાની આકાંક્ષાથી ભરપૂર છે. ધારાસભાને બળજબરીથી વિખેરી નાખીને સત્તા હાથ કરી તે જ રાત્રે નવું બંધારણ ઘડાય અને મંજૂર થાય તે પહેલાં જ કાયદાઓ ઘડીને તેને વ્યવસ્થિત સંગ્રહ તૈયાર કરવા માટે તેણે બે સમિતિઓ નીમી દીધી. તેની સરમુખત્યારીનું એ પ્રથમ કાર્ય હતું. લાંબી ચર્ચાઓ પછી–જેમાં નેપોલિયને પણ ભાગ લીધે હતે –એ કાયદાના સંગ્રહને સ્વીકાર કરવામાં આવ્યો અને તે “કોડ ને પેલિયન’ને નામે ઓળખાયા. ક્રાંતિના વિચારો અથવા તે આજનાં ધરણોને લક્ષમાં લેતાં એ કાયદાસંગ્રહ બહુ પ્રગતિશીલ નહોતા. પરંતુ તે સમયની પરિસ્થિતિના પ્રમાણમાં તે તે ઘણે પ્રગતિશીલ હતા અને ૧૦૦ વરસ સુધી કેટલીક બાબતોમાં તે યુરોપ માટે નમૂનારૂપ બની રહ્યો. બીજી અનેક રીતે તેણે રાજવહીવટમાં સાદાઈ અને કાર્યદક્ષતા દાખલ કર્યા. તે દરેક બાબતમાં માથું મારત. વિગતની બાબતમાં તેની સ્મરણ શક્તિ અભુત હતી. પિતાની અસાધારણ શક્તિથી તે તેના સાથીઓ અને મંત્રીઓને થકવી નાખો. તેને એક સાથી આ સમયમાં તેને વિષે લખે છે કે, “શાસન કરતાં, રાજવહીવટ ચલાવતાં તથા વાટાઘાટે કરતાં પિતાની સચોટ બુદ્ધિમત્તાથી તે રજના ૧૮ કલાક કામ કરતે. રાજાઓ એક સદીમાં જેટલું શાસન કરે તેના કરતાં વિશેષ શાસન તેણે ત્રણ વરસમાં કર્યું છે.” આ હકીકત અતિશયોક્તિભરી છે એમાં