Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ક્રાંતિ અને પ્રતિક્રાંતિ
23
હતા. એમાં જૅકેબિનેાના વિજય થયા અને ૧૭૯૨ના જૂનના આરંભમાં ઘણાખરા ‘ છરદી ’ પ્રતિનિધિઓને સષ્ટ્રીય સ ંમેલનમાંથી હાંકી કાઢવામાં આવ્યા. હવે રાષ્ટ્રીય સ ંમેલને ડલ હક્કો નાબૂદ કરવાનું આખરી પગલું લીધું. અને ડ્યૂલ ઉમરાવાની માલકીની બધી જમીને સ્થાનિક કોમ્યૂન' અથવા તો મ્યુનિસિપાલિટીને સાંપવામાં આવી — એટલે કે એ જમીને સામુદાયિક માલકીની બની.
"
જૅકેબિનેાના પ્રભુત્વવાળા રાષ્ટ્રીય સંમેલને હવે એ સમિતિએ નીમી; એક જાહેર હિત સમિતિ અને ખીજી જાહેર સલામતી સમિતિ; અને એ બંને સમિતિઓને બહેાળી સત્તાએ આપી. આ બંને સમિતિઓ અને ખાસ કરીને જાહેર સલામતી સમિતિ અતિશય બળવાન બની ગઈ અને લેક તેનાથી ડરવા લાગ્યા. રાષ્ટ્રીય સ ંમેલનને તેમણે પોતાની મરજી મુજબ હાંકવા માંડયું અને એ રીતે એક ડગલું આગળ ભરાવીને તેમણે ક્રાંતિને મૃત્યુની અગાધ ખીણમાં ધકેલી દીધી. જનતા ઉપર ભયે પોતાની છાયા પાથરી દીધી. ચાપાસથી તેમને ઘેરી રહેલા વિદેશી દુશ્મનોને તેમ જ ાસા અને દેશદ્રોહીઓને તેમને ભય હતા અને એવા ખીજા અનેક ભયથી તે ડરતા હતા. ભય માણસને અંધ અને મરણિયા કરી મૂકે છે; અને આ સતતપણે પીડી રહેલા ભયથી પ્રેરાઈ ને રાષ્ટ્રીય સંમેલને ૧૭૯૩ના સપ્ટેમ્બર માસમાં એક ભીષણ કાયદો શકદારે માટેને કાયદા – - પસાર કર્યાં. જેના ઉપર શક ગયા તેની જિંદગી સલામત નહાતી અને . આ શકની ચુંગાલમાંથી કાણ બચી શકે ? એક માસ પછી રાષ્ટ્રીય સ ંમેલનના ખાવીશ ‘ છરોંદી ’ પ્રતિનિધિઓ ઉપર ક્રાંતિકારી અદાલત સમક્ષ કામ ચલાવવામાં આવ્યું અને તત્કાળ તેમને દેહાંતદંડની શિક્ષા કમાવવામાં આવી.
આ રીતે કેર'ના અમલને આરંભ થયેા. દરરોજ આ રીતે સજા પામેલા લકાનું ગિલોટીન તરફ પ્રયાણ થવા લાગ્યું; દરરોજ શકના ભાગ બનેલા આવા લકાને ભરીને લઈ જતાં ગાડાં પૅરીસના મહાલ્લાએમાંથી ગડગડાટ કરતાં પસાર થવા લાગ્યાં અને તેમના તરફ ચાળા પાડીને લોકો આ દીન અને હતભાગી લોકાનું સ્વાગત કરવા લાગ્યા. રાષ્ટ્રીય સ ંમેલનમાં પણ સત્તાધારી ટાળકી વિરુદ્ધ ખેલવું એ જોખમકારક હતું; કેમ કે એથી વિરુદ્ધ ખેલનારના ઉપર શક પેદા થાય અને શક અદાલત અને આખરે ગિલોટીન પાસે દોરી જાય. રાષ્ટ્રીય સંમેલન ઉપર
આગળ