Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 670
________________ નેપેાલિયન ઊંચાં નયના ઊંચી એની કાનતણી ટિશિયારી, અગત્વચા ક પવતી જોમે, એ કે કિક્યિારી. અંગઉઠાવી ઝાડ બનીને હેષારવ ગરજતી, ૫૭ એ ત્યારે આખી પૃથ્વીને ગભરાવી તરજતી. ત્યારે આ તેપોલિયન કેવા પ્રકારના માણસ હતા ? જગતમાં થઈ ગયેલા મહાપુરુષોમાંના એક હતા ? જે રીતે તેને ઓળખવામાં આવતા હતો તેવા ભાવિનું નિર્માણ કરનાર પુરુષ હતા ? માનવજાતિને અનેક પ્રકારના ખાજામાંથી મુક્ત થવામાં સહાય કરનાર પ્રચંડ વિભૂતિ હતા કે પછી એચ. જી. વેલ્સ અને ખીજાએ જણાવે છે તેવા યુરોપને તથા સભ્યતાને ભારે હાનિ પહોંચાડનાર માત્ર એક સાહસિક શ્રુંગારી અને સંહારક હતા ? આ બંને અભિપ્રાય અતિશયાક્તિભર્યાં છે અને એ બને અમુક અંશે સાચા છે. આપણા બધામાં સારા તથા નરસા અને મહાન તથા હીન તત્ત્વાનું અજબ પ્રકારનું મિશ્રણ હોય છે. નેપોલિયનમાં પણ આવું જ સારાનરસાનું, મહાનહીનનું મિશ્રણ થયેલું હતું, પરંતુ આપણુ બધા કરતાં કંઇક જુદી જ રીતે તેનામાં અસાધારણ ગુણાનું મિશ્રણ થવા પામ્યું હતું. તેનામાં હિંમત, આત્મવિશ્વાસ, કલ્પના, અસાધારણ કાર્યશક્તિ તથા ભારે મહત્ત્વાકાંક્ષા હતાં. તે સમ સેનાપતિ હતા અને યુદ્ધકળામાં ભારે નિપુણ હતા અને એ બાબતમાં પ્રાચીન કાળમાં થઈ ગયેલા સિકંદર અને ચગીઝ જેવા મહાન સેનાપતિ સાથે તેની તુલના કરી શકાય. પરંતુ તેનામાં હીનતા પણ હતી. તે સ્વાથી અને સ્વરત હતા તથા તેના જીવનની પ્રધાન ભાવના કાઈ આદર્શની સાધના નહિ પણ અંગત પોતાની સત્તાની ખોજ હતી. એક વખતે તેણે કહ્યું હતું કે, ‘ મારી રખાત ! સત્તા એ મારી રખાત છે ! એને મેળવવા માટે મને એટલી ભારે કિંમત મેડી છે કે હું તેને મારી પાસેથી કાઈને પડાવી લેવા ન દઉં કે ન તે કાઈ ને તેને ઉપભોગ કરવા ઘઉં !' તે ક્રાંતિનું સંતાન હતા અને છતાંયે તે મોટા સામ્રાજ્યનાં સ્વપ્નાં સેવતા હતા. અને સિક ંદરે મેળવેલા વિજયાના વિચારોથી તેનું મન ઊભરાતું હતું. આખું યુરોપ પણ તેને નાનું લાગતું હતું. પૂર્વના દેશ અને ખાસ કરીને મીસર અને હિંદ તરફ તેને આકર્ષણ હતું. તેની આરંભની કારકિર્દી દરમ્યાન જ્યારે તેની ઉંમર માત્ર ૨૭ વરસની હતી ત્યારે તેણે કહ્યું હતું કે, માત્ર પૂર્વના દેશમાં જ મોટાં માટાં સામ્રાજ્યો અને મહાન પરિવર્તન થયાં ૬-૪૨

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690