Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સરકારના રાહ
૧૫૫ માટેની એ મિથ્થા દલીલે છે! બિહારમાં આવેલી ઝરિયાની કોલસાની ખાણની મેં લીધેલી મુલાકાત મને યાદ છે. પૃથ્વીના પેટાળમાં કોલસાની ભીંતેવાળી લાંબી, કાળી અને અંધકારમય ગલીઓમાં સ્ત્રીપુરુષને કામ કરતાં જોઈને મેં અનુભવેલી કમકમાટી હું કદી ભૂલી શકું એમ નથી. ખાણમાં કામ કરતાં મજૂરે માટે લે કે ૮ કલાકના દિવસની વાત કરે છે અને કેટલાક તે એને પણ વિરોધ કરે છે અને માને છે કે તેમની પાસેથી હજી વધારે કામ લેવું જોઈએ. અને
જ્યારે જ્યારે હું આવી દલીલે વાંચું કે સાંભળું છું ત્યારે ભૂગર્ભમાંની કાળી કોટડીઓની મારી મુલાકાત મને યાદ આવે છે. ત્યાં આગળ માત્ર આઠ મિનિટ પણ મારે માટે કસોટી સમાન હતી.
ફાંસમાં વર્તેલા કેરને અમલ ભીષણ વસ્તુ હતી. અને છતાં કાયમી બની બેઠેલી બેકારી અને ગરીબાઈની સરખામણીમાં તે તે માત્ર ચાંચડના ચટકા સમાન હતી. સામાજિક ક્રાંતિને સંહાર, ગમે એટલે ભારે હોય તે, આ અનિષ્ટ કરતાં તેમ જ આજની આપણી રાજકીય તેમ જ સામાજિક વ્યવસ્થાને લીધે વારંવાર ઉદ્ભવતાં યુદ્ધોના સંહાર કરતાં ઓછી છે. ક્રાંસમાં વર્તે કેરને અમલ આપણને બહુ ભારે લાગે છે કેમ કે, કેટલાક ઇલકાબેધારી અને ઉમરાવ લેકે એને ભોગ બન્યા હતા. અને આવા વિશિષ્ટ અધિકારો ભોગવતા વર્ગોને આદર કરવાને આપણે એટલા બધા ટેવાઈ ગયેલા છીએ કે તેઓ આફતમાં આવી પડે છે ત્યારે આપણી સહાનુભૂતિ તેમના તરફ ઢળી પડે છે. બીજાઓની જેમ એમના પ્રત્યે પણ સહાનુભૂતિ રાખવી ઘટે, પરંતુ સાથે સાથે આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે એ લેકે તે ગણ્યાગાંઠયા જ છે. આપણે એમનું પણ ભલું ચિંતીએ, પરંતુ ખરે સવાલ તે આમજનતાને છે અને મૂઠીભર લોકોને ખાતર આપણે આખા સમુદાયને ભોગ ન આપી શકીએ. રૂસે કહે છે કે, “માનવ જાત તે જનતાની બનેલી છે, અને જેમને આમજનતામાં સમાવેશ નથી થતું તેઓ તે એટલા બધા જાજ છે કે તેમને લેખામાં લેવાની કશી જરૂર નથી.”
આ પત્રમાં હું તને નેપોલિયન વિષે લખવા ધારતું હતું. પરંતુ મારું મન જુદી જ દિશામાં દેડી ગયું અને મારી કલમ જુદા જ વિષય ઉપર ચડી ગઈ. અને નેપોલિયન વિષે વિચાર કરવાનું તે હજી બાકી જ રહે છે. તેને હવે બીજા પુત્ર સુધી થેભૂવું પડશે. .