Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સરકારના રાહ
૧૫૩ પડ્યો હતો. આવી પરિસ્થિતિમાં ફ્રેંચ પ્રજાસત્તાક રાજ્યના આગેવાનોની ધૃતિ શિથિલ થઈ ગઈ અને તેમણે કોઈ પણ જાતના વિવેક વગર આંધળિયાં કરીને ચારે બાજુ સપાટે ચલાવ્યું તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી.
* એચ. જી. વેસ પિતાના ઈતિહાસમાં તે સમયે ઈગ્લેંડ અમેરિકા તેમ જ બીજા દેશોમાં શું બની રહ્યું હતું એ દર્શાવે છે તે લક્ષમાં રાખવા જેવું છે. ફેજદારી કાયદે અને ખાસ કરીને મિલકતના રક્ષણને કાયદે જંગલી હતી અને નજીવા ગુનાઓ માટે લેકોને ફાંસીએ લટકાવવામાં આવતા. કેટલેક ઠેકાણે તે હજી પણ કાયદેસર રીતે અત્યાચાર પણ ગુજારવામાં આવતો. વેલ્સ જણાવે છે કે, ફ્રાંસમાં કેરના અમલના સમયમાં જેટલા લોકોને ગિલેટીન ઉપર ચડાવવામાં આવ્યા તેના કરતાં અનેકગણું લેકને એ જ અરસામાં ઇંગ્લંડ તથા અમેરિકામાં આ કાયદાઓનો આશરો લઈને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા.
વળી એ સમયમાં ચાલતા ગુલામના શિકારને તથા તેના ઘાતકીપણ અને નિષ્ફરતાને વિચાર કરી છે. યુદ્ધોને, ખાસ કરીને લાખ્ખો સ્ત્રી પુરુષોને યુવાવસ્થામાં જ સંહાર કરનારાં આજનાં યુદ્ધોને વિચાર કરી જે. વળી, સમીપે આવીને તાજેતરમાં આપણું પિતાના દેશમાં બનેલા બનાવનું અવલોકન કર. ૧૩ વરસ ઉપર એપ્રિલ માસની એક સાંજે હોળીના તહેવારને દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં સેંકડે માણસની ક્તલ કરવામાં આવી હતી અને હજારોને ઘાયલ કરી મરણતેલ કરવામાં આવ્યા હતા. અને બધા કાવતરા કેસે, ખાસ અદાલતે અને ઓર્ડિનન્સ પ્રજા ઉપર કેર વર્તાવવાના તથા તેનું દમન કરવાના પ્રયાસે નહિ તે બીજું શું છે? દમન તથા કેરની તીવ્રતા સરકાર કેટલા પ્રમાણમાં ભયભીત બનેલી છે એ બતાવી આપે છે. હરેક સરકાર, પછી તે પ્રત્યાઘાતી હો કે ક્રાંતિકારી, વિદેશી કે સ્વદેશી ગમે તે હે, પણ જ્યારે તેની હસ્તી જોખમમાં આવી પડવાને તેને ભય પેદા થાય છે, ત્યારે દમન અને કેરને રસ્તે ચડે છે. પ્રત્યાઘાતી સરકાર વિશિષ્ટ હકે ભોગવનારા લેકેની વતી જનતાની સામે એ ઉપાય અજમાવે છે અને ક્રાંતિકારી સરકાર વિશિષ્ટ અધિકાર ભોગવતા મૂઠીભર લેકાની સામે જનતાના નામથી એ રીતે વર્તે છે. કાંતિકારી સરકાર પ્રમાણમાં વધારે નિખાલસ અને પ્રામાણિક હોય છે; ઘણી વાર તે ક્રર અને ઘાતકી હોય છે એ ખરું, પરંતુ તેમાં ઝાઝા