Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન પણ જાહેર હિત સમિતિ અને જાહેર સલામતી સમિતિને કાબૂ હતે. લેકના જીવનમરણ ઉપર કાબૂ પણ જેના હાથમાં હતું એવી આ સર્વ સત્તાધીશ સમિતિઓ પિતાની સત્તા લેશમાત્ર પણ ઓછી કરવા કે બીજાને આપવા તૈયાર નહોતી, પેરીસના કોમ્યુન ઉપર તેમની ઇતરાજી થઈ. સાચી વાત તે એ છે કે, જેઓ તેમની સાથે સંમત થતા નહતા તે દરેક જણ ઉપર તેમની ઇતરાઇ હતી. સત્તા પાસે માણસોને ભ્રષ્ટ કરવાની કંઈક અજબ પ્રકારની આવડત છે. તેથી ક્રાંતિના પ્રાણરૂપ આ કોમ્યુન તથા તેના વિભાગને કચરી નાખવાને એ સમિતિઓએ સંકલ્પ કર્યો. પ્રથમ તેમણે તેના વિભાગને કચરી નાખ્યા અને કેમ્પનના આધારરૂપ એ વિભાગને કચરી નાખ્યા. પછી તેમણે ખુદ મ્યુનને પણ કચરી નાખ્યું. આમ ઘણી વાર કાંતિ પતે જ પિતાનું ભક્ષણ કરે છે. પેરીસ શહેરના જુદા જુદા ભાગનાં આ પેટા કૌમ્પને અથવા કોમ્યુનના વિભાગે જનતા અને ટચે બેઠેલા લેકની વચ્ચે કડી સમાન હતા. એ વિભાગે અથવા પેટા કેમ્પને ક્રાંતિમાં પ્રાણ પૂરનાર રુધિરનું વહન કરનારી શિરાઓ હતી. ૧૭૯૪ની સાલના આરંભમાં કોમ્યુન તથા તેના વિભાગોને ચગદી નાખવામાં આવ્યા તેથી કરીને ક્રાંતિનું રુધિરાભિસરણ લગભગ બંધ થઈ ગયું. હવે પછી રાષ્ટ્રીય સંમેલન તથા આ સમિતિઓ જનતા સાથેના જીવંત સંપર્ક વિનાનાં રાજતંત્રનાં કેન્દ્રસ્થ અંગે જ બની ગયાં; અને બીજા બધા સત્તાધારીઓની પડે તેઓ પણ કેરના બળથી બીજાઓ ઉપર પોતાના નિર્ણ લાદવા માગતાં હતાં. આ સાચા ક્રાંતિકાળના અંતની આ શરૂઆત હતી. આ કેરને અમલ તથા ડામાડોળ સ્થિતિમાં ક્રાંતિ પણ હજી છ માસ સુધી ચાલુ રહ્યાં, પરંતુ તેમને અંત હવે દૃષ્ટિગોચર થવા લાગ્યું હતું.
આ કણ અને તેફાનના કાળ દરમ્યાન પેરીસ તથા ક્રાંસના નાયકે કોણ હતા? એવા ઘણું નાયકોનાં નામ આગળ તરી આવે છે. કેમીલ દેસૂલીન ૧૭૮૯ના બાયિ ઉપર હુમલે લઈ જનાર ટોળાનો આગેવાન હતું. બીજા પ્રસંગેએ પણ તેણે આગળ પડતું ભાગ લીધે હતે. કેરના અમલ દરમ્યાન રહેમદિલીની નીતિની હિમાયત કરતાં તે ગિલેટીનનો ભોગ બન્યું. થોડા દિવસ પછી તેની યુવાન પત્ની ભૂસીલીએ પતિ વિના જીવવા કરતાં મરણ પસંદ કર્યું અને તેણે પણ પતિને જ માર્ગ લીધે. કવિ કે દિ ઈગ્લેન્ટાઈન અને જમદૂત સમે સરકારી વકીલ કિયે તિનવલી પણ ક્રાંતિના નેતાઓ