Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
02
પ્રચંડ યંત્રોના ઉદય
૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨
>
હવે આપણે જેને ‘ઔદ્યોગિક ક્રાંતિ ' તરીકે ઓળખવામાં આવે છે તેની વાત કરીશું. એને આરંભ ઇંગ્લેંડમાં થયા હતા એટલે ઇંગ્લંડમાં જ આપણે એના ટ્રૅક પરિચય કરીશું. એના આરંભની હું કાઈ ચોક્કસ તારીખ તને આપી શકું એમ નથી. કેમ કે, એ પરિવર્તન કોઈક પ્રકારના જાદુથી અમુક એક ચોક્કસ તારીખે થયું નહેતું. પરંતુ એ પરિવર્તન બહુ ઝડપથી થયું અને ૧૮મી સદીના ઉત્તરાર્ધથી માંડીને ૧૦૦ વરસ દરમ્યાન એણે લેકાના જીવનની સૂરત ખલી નાખી. આપણે બંનેએ આ પત્રમાં છેક પ્રાચીન કાળથી માંડીને હજારો વરસાના ઇતિહાસનું અવલોકન કર્યું છે તથા એ દરમ્યાન ઘણાં પરિવર્તન પણ નિહાળ્યાં છે. પરંતુ આ બધાં પરિવાએ જેમાંનાં કેટલાંક તે બહુ ભારે હતાં —લકાની જીવનપ્રણાલીમાં ઝાઝો ફેરફાર કર્યાં નહોતા. જો સોક્રેટીસ, અશોક અથવા તો જુલિયસ સીઝર અકબરના અમલ દરમ્યાન હિંદુસ્તાનમાં અથવા તો ૧૮મી સદીના આરંભનાં વરસામાં ઇંગ્લેંડ કે ફ્રાંસમાં અચાનક આવી પહોંચત તે અનેક ફેરફારો તેમના જોવામાં આવત. કેટલાક ફેરફારાને એમણે પસંદ કર્યાં હોત અને કેટલાક નાપસંદ પણ કર્યાં હોત. પરંતુ એક ંદરે, કઈ નહિ તો તેના બાહ્ય સ્વરૂપમાં તે દુનિયાને તે ઓળખી શક્યા હાત; કેમ કે પ્યાલામાં ઝાઝો ફેરફાર થયા નહિ હાત. વળી, બહારના દેખાવના સંબંધમાં પણ તેમને આ દુનિયામાં સાવ અડવું ન લાગત. તેમને પ્રવાસ કરવા હોત તો તેમના જ જમાનાની માફક ઘોડા ઉપર કે ઘેાડાગાડીમાં બેસીને તેઓ તેમ કરી શકત. એ પ્રવાસ કરવામાં સમય પણ તેમને લગભગ પહેલાંના જેટલા જ લાગત.
પરંતુ આ ત્રણમાંના એકાદ પુરુષ જે આપણી આજની દુનિયામાં આવ્યા હાત તેા આશ્રયમાં ગરકાવ થઈ જાત અને સંભવ છે. કેટલીક બાબતો વિષે તે તેને આશ્ચર્યની સાથે દુ:ખ પણુ થાત. તે જોત
૮