Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૯
જગતના ઇતિહાસનું રેખાદર્શન
તારા મગજ ઉપર ઠસાવવા ખાતર મેં આ ભૂમિકા આટલી લાંબી કરી છે, સમાજ કે દેશની ટોચ ઉપરના રાજા કે શાસાને બદલનારી એ કેવળ રાજકીય ક્રાંતિ નહોતી. એ ક્રાંતિએ તે સમાજના દરેક વર્ગને, કહે કે પ્રત્યેક વ્યક્તિને અસર કરી છે. યંત્ર અને ઉદ્યોગવાદના વિજય એટલે કે યંત્રનો કાબૂ જેમના હાથમાં હોય તે વર્ષાંતે વિજય મે તને ઘણા વખત ઉપર કહ્યું છે તેમ જે વના હાથમાં ઉત્પાદનનાં સાધનોનો કાબૂ હોય તે જ વર્ગના હાથમાં રાજસત્તા પણ રહેવાની. પ્રાચીન સમયમાં જમીન એ ઉત્પાદનનું એક માત્ર સાધન હતું. એટલે જેમની પાસે જમીન હતી તેઓ --- જમીનદારો સત્તાધીશ હતા. ચુડલ સમાજવ્યવસ્થાના કાળમાં આ સ્થિતિ હતી. એ પછી જમીન સિવાયની બીજી સ ંપત્તિ પણ ઉદ્ભવે છે એટલે જમીનદારવર્ગ ઉત્પાદનનાં નવાં સાધનાના માલિકાને પોતાની સત્તાના ભાગીદાર બનાવે છે, અને હવે આ પ્રચંડ યંત્રે આવે છે એટલે સ્વાભાવિક રીતે જ યા ઉપર કાબૂ ધરાવનાર વર્ગ આગળ આવે છે અને તે સત્તાધીરા બને છે.
નગરવાસી ખૂંઝવા અથવા મધ્યમ વર્ગ કવી રીતે મહત્ત્વ પ્રાપ્ત કર્યું" તથા ચૂડલ ઉમરાવેા સાથે લડીને કેટલેક સ્થાને તેણે કેવી રીતે અમુક અંશે જીત મેળવી એ હું આ પત્રામાં તને ઘણી વાર કહી ગયે છું. કચૂડલ વ્યવસ્થાના પતન વિષે હું તને કહી ગયો છું અને મને લાગે છે કે મેં તારા મનમાં કઈક એવા ખ્યાલ પેદા કર્યાં છે કે નવા ઊભા થયેલા મૂઝવા અથવા મધ્યમ વગે તેની જગ્યા લીધી. જો એમ હોય તે! મારે મારી ભૂલ સુધારવી જોઈએ; કેમ કે મધ્યમવર્ગ બહુ ધીમે ધીમે સત્તા ઉપર આવ્યા અને જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ ત્યારે તે સત્તા ઉપર આવ્યા નહોતા.
આમ એ સમયે રાજસત્તા જમીનના માલિકાના હાથમાં હતી. ઇંગ્લેંડમાં આમ હતું અને બીજે ઠેકાણે તો વિશેષે કરીને એ સ્થિતિ હતી. જમીનની માલકી પિતા પાસેથી પુત્રને એમ પર પરાગત વારસામાં ઊતરી આવતી હતી. આમ રાજસત્તાનો અધિકાર પણ વારસામાં મળતો. હું તને ઇંગ્લેંડનાં પૉકેટ ખરા ' એટલે કે, પાલ મેન્ટમાં પોતાના પ્રતિનિધિ મોકલનાર આંગળીને વેઢે ગણાય એટલા મતદારોના બનેલા મતદાર વિભાગો વિષે આગળ ઉપર કહી ગયા છું. આ ગણ્યાગાંઠ્યા મતદારો સામાન્ય રીતે કાઇકના કાબૂ નીચે હતા. એટલે એવા મતદાર વિભાગો ‘ પોકેટ ખરા ' અથવા તે તેના ગજવામાંના મતદાર વિભાગે
(