Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન છે. તું જાણે છે કે આપણે પહેરીએ છીએ તે કાપડ ખાદી છે. તે હાથથી કાંતેલી અને હાથથી વણેલી છે અને એ રીતે તે સંપૂર્ણપણે હિંદનાં માટીનાં ઝુંપડાઓની પેદાશ છે.
પરંતુ ઈંગ્લંડમાં તે નવી યાંત્રિક શેધાએ ત્યાંના ગૃહઉદ્યોગ ઉપર ભારે અસર કરી છે. યંત્ર, માણસે કરવાનું કામ વધુ ને વધુ કરવા લાગ્યાં અને એ છે પ્રયને વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરવાનું તેમણે સુગમ બનાવી મૂક્યું. આ શોધ ૧૮મી સદીના વચગાળામાં શરૂ થઈ અને આપણા હવે પછીના પત્રમાં આપણે તેમને વિચાર કરીશું.
મેં આપણી ખાદીની ચળવળ વિષે સહેજ ઉલ્લેખ કર્યો છે. અહીં આગળ હું એ વિષે વધારે કહેવા માગતા નથી. પરંતુ મારે તને એ જણાવી દેવું જોઈએ કે, ખાદીની ચળવળ તથા રેંટિયાને આશય પ્રચંડ યંત્ર સાથે સ્પર્ધા કરવાને નથી. ઘણા લેકે આવી ભૂલ કરે છે અને માની લે છે કે રેંટિયો એટલે યંત્ર તથા ઉદ્યોગીકરણને લીધે પ્રાપ્ત થતી બધી વસ્તુઓનો ત્યાગ અને મધ્યયુગ તરફ પુનર્ગમન, એ બધું ખોટું છે. આપણી ચળવળ ઉદ્યોગીકરણ કે યંત્ર તથા કારખાનાંઓની વિરુદ્ધ બિલકુલ નથી. આપણે તે હિંદ પાસે બધી ઉત્તમ વસ્તુઓ હોય અને તે પણ બની શકે એટલી ત્વરાથી તેને પ્રાપ્ત થાય એમ ચાહીએ છીએ. પરંતુ હિંદની આજની દશા અને ખાસ કરીને આપણું ખેડૂતવર્ગની ભયંકર ગરીબાઈ જતાં આપણે તેમને તેમના ફાજલ વખતમાં કાંતવાનું સૂચવ્યું છે. આ રીતે તેઓ કંઈક અંશે તેમની સ્થિતિ સુધારે છે એટલું જ નહિ પણ આપણા દેશમાંથી અઢળક દેલત ઘસડી જનાર વિદેશી કાપડ ઉપરની આપણી પરવશતા ઓછી કરવામાં પણ મદદગાર થાય છે.