Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૧ ફ્રાંસની ક્રાંતિ
૧૦ ઓકટોબર, ૧૯૩૨ ફાંસની ક્રાંતિ વિષે તને લખવામાં હું કાંઈક મુશ્કેલી અનુભવું છું. એ માટેની સામગ્રી ઓછી છે તેથી નહિ, પણ તે પુષ્કળ પ્રમાણમાં છે તેને લીધે. એ કાંતિ અનેક અસાધારણ ઘટનાઓથી ભરેલા નિત્ય પલટાતા જતા એક વિરાટ નાટક સમાન હતી. એ ઘટનાઓ આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે છે, આપણને થરકાંપ કરે છે તથા આપણું રેમેરમ ખડાં કરે છે. રાજાઓ તથા રાજદ્વારી પુરુષોના રાજકારણને વાસ ઘરના એકાન્ત ખૂણામાં કે ખાનગી ઓરડીમાં હેય છે અને તેની આસપાસ કંઈક ગૂઢતાનું વાતાવરણ હોય છે. સાવધાનીને પડદો તેમનાં અનેક દૂષણોને અણુછતાં રાખે છે અને વિનયભરી વાણી. પરસ્પર વિરેધી મહત્ત્વાકાંક્ષા તથા લેભના સંઘર્ષને છુપાવે છે. આ સંઘર્ષને પરિણામે વિગ્રહ ફાટી નીકળે છે અને આ લેભ તથા મહત્ત્વાકાંક્ષાને ખાતર અસંખ્ય યુવાનોને મૃત્યુના મુખમાં હેમવામાં આવે છે, તે પ્રસંગે પણ આ અધમ હેતુઓને ઉલ્લેખ કરીને આપણા કાનને ઘણા અનુભવવા દેવામાં આવતી નથી. ઊલટું, એને બદલે એ વખતે આપણને તે ઉદાત્ત ધ્યેયો અને મહાન સિદ્ધિઓની વાત કહેવામાં આવે છે, અને એને ખાતર ભારેમાં ભારે બલિદાન આપવું જોઈએ એવું સમજાવવામાં આવે છે.
પરંતુ ક્રાંતિ આવાં રાજકારણથી બિલકુલ નિરાળી વસ્તુ છે. ખુલ્લાં ખેતરે, શેરીઓ અને ભરબજારમાં એને વાસ છે અને તેની પદ્ધતિ પણ કઠેર અને આકરી હોય છે. ક્રાંતિ કરનારા લેકોને રાજાઓ તથા રાજદ્વારી પુરુષોના જેવી કેળવણીને લાભ મળેલે નથી હોતું. તેમની ભાષા પણ અનેક કાવાદાવા અને હીન પંતરાઓને ઢાંકે એવી અદબભરી અને દરબારી પદ્ધતિની નથી હોતી. તેમને વિષે કશી ગૂઢતા નથી હોતી, કાઈ પડદો તેમનાં માનસને ઢાંકી નથી રાખત, અરે, તેમનાં શરીર ઉપર વસ્ત્રોનું પણ પૂરતું આચ્છાદન હોતું નથી. ક્રાંતિના સમયમાં