Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અને લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે ધારાસભાએ તેની જગ્યા લીધી. આ ધારાસભા” પણ રાષ્ટ્રભાના જેટલા જ વિનીત વલણવાળી હતી અને તે કેવળ ઉપલા વર્ગોનું જ પ્રતિનિધિત્વ ધરાવતી હતી. કાસમાં પેદા થયેલી અને વધતી જતી નવીન ભાવનાની તે પ્રતિનિધિ નહતી. આ કાંતિની ભાવના અથવા ધગશ જનતામાં વધારે ને વધારે પ્રસરતી ગઈ એને પરિણામે આમજનતામાંથી આવેલા ઉદ્દામ પ્રજાતંત્રવાદી • કાબિન લેકોનો પક્ષ બળવાન બને.
દરમ્યાન યુરોપનાં રાજ્યો આ અવનવી ઘટનાઓને ભયભીત બનીને નિહાળી રહ્યાં હતાં. થોડા વખત માટે પ્રશિયા, ઑસ્ટ્રિયા અને રશિયા બીજે ઠેકાણે લૂટ પાડવામાં પરેવાયાં હતાં. એ રાજ્ય પિલેંડનાં પ્રાચીન રાજ્યને ખતમ કરવાના કામમાં રોકાયેલાં હતાં. પરંતુ કાંસના બહુ ત્વરાથી આગળ વધી રહેલા બનાવેએ તેમનું લક્ષ ખેંચ્યું. ૧૭૯૨ની સાલમાં કાંસને ઐસ્ટ્રિયા અને પ્રશિયા સાથે લડાઈમાં ઊતરવું પડયું. તને મારે એ જણાવવું જોઈએ કે નેધરલેન્ડ્ઝને બેજિયમવાળો ભાગ હવે સ્ટિયાના તાબામાં આવ્યું હતું અને તેની અને કાંસની સરહદ એક હતી. વિદેશી સૈન્ય ક્રાંસની ભૂમિ ઉપર દાખલ થયાં અને તેમણે કાંસના સન્યને હરાવ્યું. પ્રજામાં એવી માન્યતા પ્રવર્તતી હતી, અને તેમાં વજૂદ પણ હતું, કે રાજા દુશ્મને સાથે મળી ગયું છે તથા રાજાના પક્ષના બધા માણસે પણ કાવતરામાં સામેલ છે એ તેમના ઉપર શક હતા. તેમની આસપાસ જેમ જેમ જોખમ વધતું ગયું તેમ તેમ કાંસના લેકે વધારે ને વધારે ઉત્તેજિત થતા ગયા અને ગભરાવા લાગ્યા. તેમને ઠેરઠેર જાસૂસે અને દેશદ્રોહીઓ દેખાવા લાગ્યા. આ કટોકટીની ઘડીએ પેરીસના ક્રાંતિકારી કોમ્યુને આગેવાની લીધી, રાજદરબારે કરેલા બળવા સામે જનતાએ લશ્કરી કાયદો જાહેર કર્યો છે એ દર્શાવવા કોમ્યુને લાલ વાવટે ફરકાવ્યું અને ૧૭૯રના ઑગસ્ટની ૧૦મી તારીખે રાજાના મહેલ ઉપર હલ્લે કરવાને તેણે હુકમ કર્યો. આ હલે કરનારાઓને રાજાએ પોતાના સ્વીસ (સ્વિટ્ઝરલેંડ વાસી) અંગરક્ષકા પાસે ગેળીથી વીંધી નંખાવ્યા. પરંતુ આખરે પ્રજનો વિજય થશે અને કોન્યૂને રાજાને પદભ્રષ્ટ કરી તેને કેદ કરવાની ધાર સભાને ફરજ પાડી.
* સો કોઈ જાણે છે કે લાલ વાવટે એ આખી દુનિયાના મજૂરોને તેમ જ સમાજવાદી અને સામ્યવાદીઓને વાવટે છે. અગાઉના