Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ફ્રાંસની ક્રાંતિ
૩૫
નામથી ઓળખવામાં આવ્યે અને પૅરીસની જનતાએ એ શહેરને શણગારવામાં ઊલટથી જહેમત ઉઠાવી કેમ કે તેને એ તેને પોતાને ઉત્સવ લાગતા હતા.
૧૭૯૦ અને ૧૭૯૧ની સાલમાં ક્રાંતિની આ સ્થિતિ હતી. રાષ્ટ્રસભા ક્રાંતિ માટેની પોતાની બધી ધગશ ખાઈ ખેડી હતી અને હવે વધારે ફેરફારો કરવાની તેની ભાવના પણ મેાળી પડી ગઈ હતી. પરંતુ પૅરીસની જનતા હજીયે ક્રાંતિની ધગશથી ઊભરાઈ રહી હતી અને દેશના ખેડૂતવર્ગ હજી પણ જમીન માટે તલસી રહ્યો હતો. આવી તે આવી પરિસ્થિતિ લાંએ કાળ ટકી શકે એમ નહોતું. કાં તે ક્રાંતિએ આગળ વધવું રહ્યું અથવા તે તેણે પોતાને નાશ વહેરવા રહ્યો. વિનીતાના નેતા મિરાખેા ૧૭૯૧ની સાલમાં મરણ પામ્યા. રાજા સાથે ગુપ્ત મંત્રણામાં ભળ્યે હોવા છતાં પ્રજામાં તે પોતાની લાકપ્રિયતા જાળવી રહ્યો હતા તથા તેને તે અંકુશમાં રાખી રહ્યો હતા. ૧૭૯૧ના જૂન માસની ૨૧ તારીખે બનેલા એક બનાવે ક્રાંતિનું ભાવિ નક્કી કર્યું. એ બનાવ તે રાજા અને રાણી આંત્રાનેતનું છૂપે વેષે ભાગી છૂટવું. આ રીતે ભાગીને તે દેશની છેક સરહદ સુધી પહોંચી ગયાં હતાં. પરંતુ વર્ચુન નજીક વેરનીસમાં કેટલાક ખેડૂતાએ તેમને ઓળખી કાઢવાં. તેમને ત્યાં અટકાવીને પૅરીસ
પાછાં લાવવામાં આવ્યાં.
પૅરીસના લેાકાની દૃષ્ટિએ તો રાજારાણીના આ કૃત્યથી તેમનું ભાવિ નિશ્ચિત થઈ ગયું. હવે પ્રજાતંત્રના આદર્શની બહુ ઝડપી પ્રગતિ થઈ. પરંતુ રાષ્ટ્ર-સભા તેમ જ તે સમયનું રાજ્યતંત્ર પ્રજાકીય ભાવનાથી એટલાં બધાં અળગાં પડી ગયાં હતાં તથા વિનીત બની ગયાં હતાં કે લૂઈ રાજાને પદભ્રષ્ટ કરવાની માગણી કરનારા લોકાને ગોળીથી વીંધી નાખવાનું તેમણે ચાલુ રાખ્યું. મૅરટ નામ્રના ક્રાંતિના એક મહાન નાયકે રાજાની નાસભાગ પછી તેને દેશદ્રોહી તરીકે વખોડી કાઢવો એટલા માટે સત્તવાળાઓએ તેને પીછે પકડયો. તેને પૅરીસની ગટરોમાં છુપાઈ રહેવું પડયુ અને એથી તેને ચામડીનેા ભય ંકર રોગ લાગુ પડયો.
એથીયે વિશેષ આશ્ચય કારક તા એ છે કે, કાયદાની દૃષ્ટિએ તે હજીયે એક વરસ કરતાં વધારે સમય સુધી સૂઈ રાજા તરીકે ચાલુ રહ્યો. ૧૭૯૧ના સપ્ટેમ્બરમાં રાષ્ટ્ર-સભાની કારકિર્દીના અંત આવ્યો