Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અસ્તિયનું પતન -
१२७ બાસ્તિયનું પતન એ ઈતિહાસની એક મહાન ઘટના છે. એણે ક્રાંતિની શરૂઆત કરી; દેશભરમાં પ્રજા સમસ્તને ક્રાંતિ કરવા માટે કટિબદ્ધ થવાની એ હાકલ હતી. એને લીધે ફ્રાંસમાંથી જૂની વ્યવસ્થા એટલે કે યૂડલ વ્યવસ્થા, ભવ્ય રાજાશાહી તેમ જ વિશેષ અધિકારોને અંત આવ્ય; યુરોપના બધા રાજાએ તથા સમ્રાટ માટે એ ભયંકર અને ભીષણ અશુભની આગાહરૂપ હતી. જે ફ્રાંસે યુરોપમાં ભવ્ય અને દબદબાવાળા રાજાઓની પ્રણાલી ચાલુ કરી હતી તે જ ફાંસ હવે નવી પ્રણાલી પ્રવર્તાવી રહ્યું હતું. જેથી કરીને આખું યુરેપ હેબતાઈ ગયું. કેટલાક લેકે એ ઘટના તરફ ભયથી જોવા લાગ્યા અને એનાથી કંપવા લાગ્યા. પરંતુ મોટા ભાગના લેકેને મન તે એ આશાના એક કિરણ સમાન અને સારા દિવસોની આગાહીરૂપ હતી. ૧૪મી જુલાઈને દિવસ આજે પણ ફાંસમાં રાષ્ટ્રીય તહેવાર ગણાય છે અને દર વરસે તે આખા દેશમાં ઊજવાય છે.
૧૪મી જાલાઈએ બસ્તિ જેલ પરીસના આમ સમૂહના કબજામાં આવી. પરંતુ સત્તાધીશ લેકે ઘણી વાર આંધળોભીંત બની
જાય છે. એને આગલે જ દિવસે એટલે કે ૧૩મી જુલાઈએ સંધ્યા સિમયે વસઈમાં એક દરબારી જલસે થયે. તેમાં નાચગાન થયાં અને બંડખોર પેરીસ ઉપર ભાવિમાં રાજાની ફતેહ ઈચ્છીને રાજા-રાણી સમક્ષ બધા દરબારીઓએ શુભેચ્છાનું મદિરાપાન કર્યું. રાજાશાહીની કલ્પનાએ આખા યુરોપ ઉપર ભારે કાબૂ જમાવ્યું હતું એ ખરેખર આશ્ચર્યકારક છે. આજે તે આપણે પ્રજાતંત્રથી પરિચિત થઈ ગયાં છીએ અને રાજાઓ વિષે ભાગ્યે જ ગંભીરતાપૂર્વક વિચાર કરીએ છીએ. દુનિયામાં જે ગણ્યાગાંઠયા રાજાઓ બાકી રહ્યા છે તેઓ રખેને પિતાની એથીયે બૂરી દશા થવા પામે એ બીકે બહુ સાવચેતીપૂર્વક વર્તે છે. એમ છતાં પણ મેટા ભાગના લેકે રાજાશાહીથી વિરુદ્ધ છે, કેમ કે, તે વર્ગભેદને કાયમ રાખે છે અને અળગાપણું તથા સરસાઈના ઘમંડને ઉત્તેજન આપે છે. પરંતુ અઢારમી સદીમાં એવી સ્થિતિ નહોતી. રાજા વિનાના રાષ્ટ્રની ક૯૫ના સરખી કરવી એ પણ તે સમયના લેકે માટે મુશ્કેલ હતું. એથી કરીને, લૂઈમાં અનેક દે હોવા છતાં અને તે પ્રજાને વિરોધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે પણ તેને પદભ્રષ્ટ કરવાની વાત સરખી પણ હજી ઉપસ્થિત થઈ નહોતી. લગભગ બીજા બે વરસો સુધી પ્રજા તેને તથા તેનાં કાવતરાંઓને સાંખી રહી અને આખરે