Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૬૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન ફલ ઉમરાવના માનસ ઉપર પણ અસર કરી હોય એમ લાગ્યું, રાષ્ટ્ર-સભાના ખંડમાં મેટા મેટા ઉમરાવ તથા ચર્ચના અધિકારીઓએ ઊભા થઈને પિતપોતાના ચૂડલ હક્કો તથા લાગાઓનો ત્યાગ કરવામાં એક બીજાની સ્પર્ધા કરી. આ એક ઉદાર અને પ્રામાણિક પગલું હતું; જો કે કેટલાંક વરસો સુધી એની ઝાઝી અસર ન થવા પામી. કેટલીક વાર, જો કે એવું કવચિત જ બને છે. વિશિષ્ટ અધિકાર ભોગવતે વર્ગ આવી ઉદાર ભાવનાથી પ્રેરાય છે; અથવા પિતાના વિશિષ્ટ અધિકારને અંત નજીકના ભવિષ્યમાં આવવાનું જ છે એવી પ્રતીતિ થવાથી ખાનદાની અને ઉદારતાભર્યો માર્ગ અખત્યાર કરે એ જ ઉત્તમ છે એમ તેને લાગે, એ પણ બનવા જોગ છે. થોડા જ દિવસે ઉપર અસ્પૃશ્યતા નાબૂદ કરવા ખાતર બાપુએ ઉપવાસ આદર્યા અને તેની જાદુઈ અસરને પરિણામે વીજળીની ગતિએ આખા દેશમાં હમદર્દીની લાગણીનું મોજું ફરી વળ્યું ત્યારે સવર્ણ હિંદુઓએ ભરેલું આવું જ અદ્ભુત પગલું આપણને જોવા મળ્યું હતું. હિંદુઓએ પિતાના જ અસંખ્ય બંધુએ ઉપર નાખેલાં બંધને અમુક અંશે વ્યાં અને અસ્પૃશ્યોને માટે અનેક જમાનાઓ થયાં બંધ રહેલાં સેંકડે ઘરનાં દ્વાર હવે ખુલ્લાં થયાં.
આમ, ક્રાંતિકારી ક્રાંસની રાષ્ટ્ર-સભાએ ઉત્સાહના આવેગમાં આવી જઈને સડમ એટલે કે દાસ યા આસામી પ્રથા, વિશિષ્ટ અધિકારે, ફયડલ અદાલતો, તથા ઉમરાવો અને પાદરીઓના કરવેરામાંથી મુક્તિ વગેરે કંઈ નહિ તે ઠરાવમાં તે નાબૂદ કર્યા. એટલું જ નહિ પણ તેણે લકાબો પણ નાબૂદ કર્યા. રાજા હજી કાયમ હોવા છતાં ઉમરાવ વર્ગના લકાબે નાબૂદ કરવામાં આવ્યા એ વસ્તુ કંઈક વિચિત્ર લાગે છે.
એ પછી રાષ્ટ્ર-સભાએ “મનુષ્યના અધિકારની જાહેરાત પસાર કરી. ઘણું કરીને આ મશહૂર જાહેરાતની કલ્પના અમેરિકાની
સ્વતંત્રતાની જાહેરાત” ઉપરથી કરવામાં આવી હતી. પરંતુ અમેરિકાની જાહેરાત સાદી અને ટૂંકી છે જ્યારે ક્રાંસની આ જાહેરાત લાંબી અને અટપટી છે. જેનાથી માણસને સમાનતા, સ્વતંત્રતા અને સુખ પ્રાપ્ત થાય એમ માનવામાં આવતું તે અધિકારોને મનુષ્યના અધિકારો તરીકે લેખવામાં આવ્યા હતા. મનુષ્યના અધિકારની આ જાહેરાતને અતિશય નીડર અને સાહસપૂર્ણ લેખવામાં આવતી હતી અને એ પછી લગભગ સો વરસ સુધી તે યુરોપના વિનીતે અને લેકશાસનવાદીઓના ચાર્ટર એટલે કે, અધિકાર પત્ર સમાન રહી. પરંતુ આજે