Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રતિનિધિ હતી. બેમાંથી એકેમાં છે તેનું પ્રતિનિધિત્વ નહતું.
૧૭૮૯ના મેની થી તારીખે રાજાએ વસંઈ આગળ સ્ટેટ્સ જનરલની બેઠકનું ઉદ્ઘાટન કર્યું. પરંતુ દેશના ત્રણ વર્ગો અથવા સમૃદ્ધિ એના આ પ્રતિનિધિઓને એકી સાથે લાવવા માટે રાજાને થોડા જ વખતમાં પસ્તાવો થયે. ત્રીજી “સમૃદ્ધિ” એટલે કે આમવર્ગ અથવા મધ્યમ વર્ગના પ્રતિનિધિઓ રાજાની સામે થવા લાગ્યા અને પિતાની સંમતિ વિના કઈ પણ કરી નાખી ન શકાય એ આગ્રહ કરવા લાગ્યા. તેમની આગળ ઈંગ્લેંડને દાખલે મેજૂદ હતું. ત્યાં આગળ આમની સભાએ પિતાને એ હક સ્થાપિત કર્યો હતે. તેમની એવી માન્યતા હતી કે ઈગ્લડ સ્વતંત્ર દેશ છે. તેમની એ માન્યતા અતિશય ભૂલભરેલી હતી. સાચું પૂછો તે આ તેમને ભ્રમ હતો કેમ કે ઈંગ્લંડમાં ઉમરાવવર્ગ તેમ જ જમીનદારવર્ગ સત્તાધીશ હતા અને ત્યાં તેમનું જ શાસન ચાલતું હતું. અતિશય મર્યાદિત મતાધિકારને કારણે ખુદ પાર્લમેન્ટ ઉપર પણ એ જ વર્ગોને ઇજારો હતે.
પરંતુ આ ત્રીજી સમૃદ્ધિ અથવા તે આમ પ્રજાના પ્રતિનિધિઓએ જે કંઈ સહેજસાજ કરી બતાવ્યું તે લૂઈ રાજાને અતિશય વસમું લાગ્યું અને તેણે તેમને સભાગૃહમાંથી હાંકી કઢાવ્યા. પરંતુ એ ડેપ્યુટીઓ, એટલે પ્રતિનિધિઓને વિખેરાઈ જવાને લેશમાત્ર પણ ઇરાદો નહોતે તરત જ તેઓ પાસેના ટેનિસ-કોર્ટમાં ટેનિસ રમવાનું સ્થાન) ભેગા મળ્યા અને નવું રાજ્યબંધારણ સ્થાપિત ન થાય ત્યાં સુધી વિખેરાઈન જવાની તેમણે પ્રતિજ્ઞા કરી. આ ટેનિસ-કાર્ટની પ્રતિજ્ઞા' તરીકે ઓળખાય છે. પછીથી રાજાએ બળને ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો અને ખુદ તેના સૈનિકે એ જ તેની આજ્ઞા માનવાની ના પાડી. તે ઘડીએ ખરેખરી કટોકટી ઊભી થઈ. રાજ્યતંત્રના પ્રધાન આશ્રયરૂપ સૈન્ય ટોળામાં એકત્ર થયેલા પિતાના બિરાદરો ઉપર ગોળીબાર કરવાને ઇન્કાર કરે છે ત્યારે જ ક્રાંતિમાં હંમેશાં કટેકટોની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. લૂઈ હબકી ગયું અને તેણે નમતું આપ્યું અને પછીથી તેની હમેશની બેવકૂફીભરી રીતે પિતાની જ પ્રજા ઉપર ગેળી ચલાવવાને માટે પરદેશી સૈન્ય લાવવાની તેણે પેરવી કરી. પ્રજાથી આ સહ્યું જાય તેમ નહોતું અને ૧૭૮૯ના જુલાઈની ૧૪મી તારીખના સ્મરણીય દિવસે પેરીસના લેક ઊડ્યા, બાસ્તિયની પ્રાચીન જેલને તેમણે કબજે લીધે અને તેમાંના કેદીઓને છોડી મૂક્યા.