Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ ૦૭ ભગવે છે એવા વિચારથી તેમણે પિતાના મનનું સમાધાન કર્યું. પરંતુ ખરી વાત એ છે કે, મજૂરોને તેઓ પિતાના જેવા મનુષ્ય તરીકે લેખતા જ નહોતા, વ્યક્તિની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં રાચે કશી દખલ ન કરવી અને તેને યથેચ્છ રીતે પિતાની પ્રગતિ સાધવાની અનુકૂળતા કરી આપવી એવી પિતાને ફાવતી આવતી ફિલસૂફી તેમણે ઉપજાવી કાઢી. આ મત અથવા ફિલસૂફીને લેઝે-ફેર” ફિલસૂફી કહેવામાં આવે છે. આમ તેમને પિતાના ધંધા-રોજગારમાં સરકારની કશી દખલગીરી વિના મનમાન્યું કરવું હતું. માલ બનાવવાનાં કારખાનાંઓ તેમણે બીજા દેશોની પહેલાં ઊભાં કર્યા હતાં એટલે એ બાબતમાં તેઓ તેમનાથી આગળ હતા. આથી હવે કશી નડતર વિના પેટ ભરીને પૈસા કમાવાની તેમની એકમાત્ર નેમ હતી. એટલે “લે-ફેર” એ તો લગભગ દૈવી સિદ્ધાંત બની ગયો. જે માણસ તેને લાભ ઉઠાવી શકે તે એ સિદ્ધાંત દરેક જણને તક આપે છે એવું એને વિષે માનવામાં આવતું હતું. દરેક સ્ત્રી અને પુરુષે આગળ વધવા માટે આખી દુનિયા
સાથે ઝઘડવું જોઈએ અને એ ઝઘડામાં મોટા ભાગના લોકોને | કચ્ચરઘાણ નીકળી જાય તે શું ?
આ પત્રોમાં મેં તને માણસ માણસ વચ્ચેના પરસ્પર વ્યવહારમાં સહકારની ઉત્તરોત્તર થતી જતી પ્રગતિ વિષે કહ્યું છે, તથા એ વસ્તુ રાજ્યના પાયારૂપ છે એમ પણ જણાવ્યું છે. પરંતુ “લેઝે-ફેર” સિદ્ધાંત અને નવા મૂડીવાદે તે દુનિયામાં જંગલને કાયદો પ્રવર્તાવ્યો. કાલઈ લે તે એ “લેશ્વેર ની ફિલસૂફીને “ડુક્કરની ફિલસૂફી” તરીકે વર્ણવી છે, પરંતુ જીવનવ્યવહાર અને વેપારજગારને આ ન કાયદો ઘડ્યો કોણે? મજૂરે છે તે એ નથી ઘડ્યો. એમાં એ બિચારા રંક લેકને કશેયે અવાજ નહોતે. બેવકૂફીભરી ભાવનાને નામે જેમને પિતાની સફળતામાં કશી દખલ નહોતી જોઈતી એવા ફાવેલા અગ્રગણ્ય ઉદ્યોગપતિઓનું એ કામ હતું. એટલે સ્વતંત્રતાને તથા મિલકતના હક્કોને નામે ખાનગી ઘરની ફરજિયાત સાફસૂફી તથા માલમાં થતી ભેળસેળની બાબતમાં વચ્ચે પડવાની સામે પણ તેમણે વિરોધ ઉઠાવ્યો.
હમણાં જ હું મૂડીવાદ” શબ્દનો પ્રયોગ કરી ગયો. દુનિયાના બધા જ દેશોમાં અમુક પ્રકારનો મૂડીવાદ તે લાંબા કાળથી ચાલત આવ્યો હતે. મતલબ કે એકઠા કરવામાં આવેલા ધનથી ઉદ્યોગ–ધંધા ચાલતા હતા. પરંતુ પ્રચંડ યંત્ર અને ઉદ્યોગવાદના આગમન પછી