Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
३१२ જગતના ઇતિહાસનું રેખાદર્શન કેનેડા છોડીને ઈગ્લેંડને આપી દેવું પડ્યું. આ રીતે ફ્રાંસને અમેરિકામાંથી દૂર કરવામાં આવ્યું અને ઉત્તર અમેરિકાનાં બધાં સંસ્થાને ઈગ્લેંડના કાબૂ નીચે આવ્યાં. માત્ર કેનેડાના કિવબેક પ્રાંતમાં જ ફેંચની થેડી વસતી હતી. બાકીની બધી વાસહતે પ્રધાનપણે અંગ્રેજ વસાહત હતી. એ તાજુબીની વાત છે કે કિવબેક હજી પણ એંગ્લો-સેકસન' લેકેની વસતીની વચ્ચે ફ્રેંચ ભાષા તથા ફ્રેંચ સંસ્કૃતિના ટાપુ સમાન રહ્યું છે. હું ધારું છું કે કિવએક પ્રાંતના સૌથી મોટા શહેર મૅટ્રિયલમાં (માઉન્ટ ઑયલનું અપભ્રંશ) પેરીસ સિવાયના દુનિયાના બીજા કોઈ પણ શહેર કરતાં ફ્રેંચ ભાષા બોલનારાઓની વસતી વધારે છે.
યુરોપના દેશના લેકે આફ્રિકામાંથી હબસીઓને પકડી મજૂરીને માટે અમેરિકા લઈ જઈ ગુલામેને વેપાર કરતા હતા, એ વિષે આગળના એક પત્રમાં મેં તને વાત કરી છે. આ ભયંકર અને કાર વેપાર મોટે ભાગે સ્પેન, પોર્ટુગાલ અને ઈંગ્લેંડના વેપારીઓના હાથમાં હતે. અમેરિકામાં અને ખાસ કરીને જ્યાં આગળ તમાકુની ખેતી મોટા પાયા ઉપર થવા લાગી હતી તે દક્ષિણનાં સંસ્થામાં મજૂરોની ભારે જરૂર હતી. દેશના આદિવાસીઓ – જેમને રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે—હજી ગેપજીવન ગાળતા હતા અને એક ઠેકાણે ઠરીઠામ થઈને વસવું તેમને પસંદ નહોતું. વળી તેઓ ગુલામની દશામાં કામ કરવા તૈયાર નહતા. તેઓ કોઈ પણ સંજોગોમાં નમવા માગતા નહતા. એના કરતાં તે તેઓ ચૂરેચૂરા થઈ જવાનું પસંદ કરતા હતા. અને સાચે જ ડાં વરસોમાં તેમની એ જ દશા કરવામાં આવી. તેમનું લગભગ નિકંદન કાઢી નાખવામાં આવ્યું અને ઘણાખરા તે ઊભી થયેલી નવી પરિસ્થિતિમાં મરી પરવાર્યા. એક વખતે આખા ખંડ ઉપર વસતા આ લેકમાંથી આજે જૂજ જ બાકી રહ્યા છે.
વિશાળ ખેતરે ઉપર આ રેડ ઇન્ડિયને તે કામ કરે એમ નહતું અને મજૂરોની તે અતિશય જરૂર હતી, એટલે પ્રાણીઓને શિકાર કરવામાં આવે તેવી ભયંકર રીતે આફ્રિકાના હતભાગી લેકને પકડીને, આપણને અરેરાટી છૂટે એવી ઘાતકી રીતે દરિયાપારના દેશમાં રવાના કરવામાં આવતા. આ આફ્રિકાના હબસીઓને વર્જીનિયા, કેરેલિના અને જોર્જિયા વગેરે અમેરિકાનાં દક્ષિણનાં સંસ્થામાં લઈ જવામાં આવતા અને મુખ્યત્વે કરીને તમાકુનાં મેટાં મોટાં ખેતર ઉપર તેમને ટોળાબંધ કામે લગાડવામાં આવતા.