Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ` રેખાદર્શન
વાસીઓને પણ ઘણી વસ્તુ શીખવી હતા. હવે ભિન્નભિન્ન સંસ્થાનના લોકો એક બીજાને મળતા થયા હતા તથા એક બીજાના પરિચય કરવા લાગ્યા હતા. તેમનામાંના કેટલાક તે બ્રિટનના વ્યવસ્થિત સૈન્ય જોડે ફ્રેંચ સૈન્યની સામે લડ્યા પણ હતા. અને એ રીતે લડવાની પદ્ધતિ તથા વિગ્રહની ભીષણ ઘટનાથી પરિચિત થયા હતા. એથી કરીને સ ંસ્થાનવાસીઓ પણ જે વસ્તુને તેએ પોતાના ઉપર ગુજરતા અન્યાય તરીકે લેખતા હતા તેને વશ થવાને જરાયે તૈયાર નહાતા.
*
૧૭૭૩ની સાલમાં જ્યારે બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કં પનીની ચા તેમના ઉપર બળજબરીથી લાદવાને પ્રયાસ કર્યાં ત્યારે પરિસ્થિતિ કટોકટીએ પહોંચી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ઇંગ્લેંડના ઘણા ધનિકાના શૅરો હતા અને એ રીતે કંપનીની આબાદી સાથે તેમનું હિત સંકળાયેલું હતું. સરકાર ઉપર તેમની લાગવગ હતી અને ઘણું કરીને તો સરકારના સભ્યોનું પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારમાં હિત રહેલું હતું. એથી કરીતે, તેને તેની ચા અમેરિકા લઈ જવાનું તથા ત્યાં તે વેચવાનું સુગમ થઈ પડે એવી વ્યવસ્થા કરીને બ્રિટિરા સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારને ઉત્તેજન આપવાને પ્રયાસ કર્યાં. પરંતુ એને લીધે સ ંસ્થાને!ના સ્થાનિક ચાના વેપારને ધક્કો લાગ્યો એટલે ત્યાં આગળ એની સામે રોષની લાગણી પેદા થઈ. પરિણામે વિદેશી ચાના બહિષ્કાર કરવાનું હરાવવામાં આવ્યું. ૧૭૭૩ની સાલના ડિસેમ્બરમાં ઇટ ખન્ડિયા કંપનીની ચા ખાસ્ટનમાં ઉતારવાના પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે એને સામના થયા. કેટલાક સ ંસ્થાનવાસીઓ રેડ ઇન્ડિયનોના વેશ ધારણ કરીને ગુપ્ત રીતે માલથી લાદેલાં વહાણો ઉપર પહોંચ્યા અને બધી ચા દરિયામાં નાખી દીધી. આ કાર્ય સહાનુભૂતિ ધરાવતા લેકાના મોટા ટોળા સમક્ષ છડેચોક કરવામાં આવ્યું હતું. આ કાર્ય ઇંગ્લેંડને એક પડકાર સમું હતું અને એને પરણામે ખડખેર સંસ્થાનો અને ઇંગ્લેંડ વચ્ચે યુદ્ધ ભભૂકી ઊડ્યુ.
ઈતિહાસની ઘટનાઓનું સંપૂર્ણ પણે પુનરાવર્તન કી થતું નથી; અને છતાં કંઈ કાઈ પ્રસંગે અજબ રીતે લગભગ તેમની પુનરાવૃત્તિ જેવું બનવા પામે છે. ૧૭૭૩માં બેસ્ટન આગળ ચા દરિયામાં ફેંકી દેવાના બનાવ બહુ જગજાહેર થઈ ગયા છે. એને એસ્ટનના ચાના મેળાવડા' ( ખેસ્ટન ટી પાર્ટી ) કહેવામાં આવે છે. અઢી વરસ ઉપર જ્યારે બાપુએ દરિયામાંથી મીઠું બનાવવાની ચળવળ ઉપાડી અને દાંડી કૂચ