Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
બાતિયનું પતન
કર૩ કશું કરી શક્યાં ન હેત. ૧૯૧૭ની સાલમાં રશિયામાં ક્રાંતિ ફાટી નીકળવાની અણી ઉપર હતી તે સમયે ત્યાંના ઝાર તથા ઝારીનાએ પણ એ જ રીતે હેરત પમાડે એવી મૂર્ખાઇભર્યું આચરણ કર્યું હતું. વળી એ પણ તાજુબ થવા જેવું છે કે કટોકટી જેમજેમ ઘેરી થતી જાય છે તેમતેમ તેઓ વિશેષ બેવકુફી કરતાં જાય છે અને એ રીતે પિતાના જ સંહાર માટે સુગમતા કરી આપે છે. “ઈશ્વર જેને નાશ કરવા ચાહે છે તેને તે પ્રથમ પાગલ બનાવી દે છે” એ લેટિનની જાણીતી કહેવત તેમને બરાબર લાગુ પડે છે. સંસ્કૃતમાં પણ એના જેવી જ એક ઉક્તિ છે – विनाशकाले विपरीतबुद्धिः । - લશ્કરી કીર્તિ એ પણ સામાન્ય રીતે રાજાશાહી તેમ જ સરમુખત્યારીના અનેક આધારોમાંને એક આધાર છે. જ્યારે જ્યારે દેશમાં કાંઈ તકલીફ ઊભી થાય ત્યારે રાજા અથવા તે રાજ્યતંત્રના સૂત્રધારે લેકેનું લક્ષ બીજી બાજુ વાળવા માટે દેશ બહાર લશ્કરી સાહસ ખેડવા પ્રેરાય છે. પરંતુ ફાંસમાં લશ્કરી સાહસનાં પરિણામ માઠાં આવ્યાં હતાં. સાત વરસના વિગ્રહમાં ફ્રાંસનો પરાજય થયો અને તેને લીધે રાજાશાહીને ભારે ફટકો લાગે. આર્થિક નાદારીની પરિસ્થિતિ વધુ ને વધુ નજીક આવતી ગઈ. અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધમાં ફ્રાંસ ભળ્યું તેમાં પણ ખર્ચ થયો. આ બધા પૈસા લાવવા ક્યાંથી ? ઉમરાવે તથા પાદરીઓ વિશિષ્ટ હકે ભોગવતા હતા અને તેઓ કરવેરામાંથી મુક્ત હતા. પોતાના વિશિષ્ટ અધિકારે છેડી દેવાની તેમની લેશમાત્ર પણ ઈચ્છા નહતી. અને આમ છતાંયે, કેવળ દેવું ભરપાઈ કરવા જ નહિ પણ રાજદરબારને લખલૂટ ખરચ પૂરું પાડવા માટે નાણું બેઠાં કરવાની તે આવશ્યક્તા હતી જ. ત્યારે આમજનતાની – સામાન્ય જનસમૂહની દશા શી હતી? હાંસની ક્રાંતિ વિષે લખનાર કાર્લાઇલ નામના એક અંગ્રેજ લેખકના પુસ્તકમાંથી તેમની દશાને ચિતાર રજૂ કરતા એક ઉતારે હું આપીશ. તું જોશે કે એની શૈલી વિશિષ્ટ પ્રકારની છે, પરંતુ તે પિતાનાં શબ્દચિત્રે બહુ સચેટતાથી રજૂ કરે છે --
શ્રમજીવીઓ ઉપર વળી પાછી આક્ત ઊતરી રહી છે. ભારે દુર્ભાગ્નની વાત છે! કેમ કે, એમની સંખ્યા બેથી અઢી કરોડ જેટલી છે. તેમને આપણે તે માટીના એક પિંડની પેઠે એક જ ઘટક તરીકે લેખીએ છીએ અને એના અસ્પષ્ટ, દૂરદૂરના તથા ભીષણ સ્વરૂપમાં નરાધમ તરીકે અને કંઈકે સુજનતાથી “જનતા” તરીકે ઓળખીએ છીએ. હા, “જનતા” તો ખરી, પરંતુ આખા ક્રાંસમાં તેમનાં ઘેલકાંઓમાં, માટીનાં ઝુંપડાઓમાં સમજશક્તિ સતેજ કરીને