Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આસ્તિયનું પતન
ક૧
અનેક વાર લોહીની નીકા વહી છે તથા ધાતકી દમન કરવામાં આવ્યું છે. તેમનાં દુ:ખ તથા હાડમારીઞાએ આ ખેડૂતોને ખડ કરવાનું ક્રાંતિ કારક પગલું લેવા પ્રેર્યાં હતા. પરંતુ સામાન્ય રીતે તેમને તેમના ધ્યેય વિષે સ્પષ્ટ ખ્યાલા હોતા નથી. તેમના વિચારોની આ અસ્પષ્ટતાથી તથા સૈદ્ધાંતિક વિચારસરણીના અભાવથી ઘણી વાર તેમના પ્રયાસા નિષ્ફળ નીવડતા. ફ્રાંસની ક્રાંતિમાં આપણને એક નવી જ વસ્તુ જોવા મળે છે, અને તે પણ બહુ મોટા પ્રમાણમાં. એ વસ્તુ તે ક્રાંતિકારક પગલા માટેની આર્થિક પરિસ્થિતિની પ્રેરણાની સાથે થયેલા વિચારોના સંચાગ પ્રકારના સયાગ જ્યાં થવા પામે ત્યાં આગળ જ સાચી ક્રાંતિ થાય છે. અને સાચી ક્રાંતિ જીવન તથા સમાજનાં રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક વગેરે બધાં જ અંગા ઉપર અસર કરે છે. ૧૮મી સદીનાં છેવટનાં વરસામાં ફ્રાંસમાં આ વસ્તુ બનતી આપણા જોવામાં આવે છે.
આ
ફ્રાંસના રાજાના વૈભવવિલાસ, તેમનું નમાલાપણું તથા તેમના ફુરાચારીપણા વિષે તેમ જ આમજનતાને પીસી રહેલી કારમી ગરીબાઈ વિષે હું તને આગળ કહી ચૂક્યો છું. વળી, ફ્રાંસના લૉકાના માનસમાં શરૂ થયેલાં મંથન તથા સ ંક્ષેાભ વિષે તથા વૉલ્તેયર, સા અને મોંન્તકિયા તેમ જ એમના જેવા બીજાઓએ ફેલાવેલા વિચારો વિષે પણ મેં તને વાત કરી છે. આમ ફ્રાંસમાં એકી સાથે એ અળેા કા કરી રહ્યાં હતાં અને અને એકબીજા ઉપર પરસ્પર અસર પાડી રહ્યાં હતાં. આ બળે તે આર્થિક હાડમારી અને નવીન વિચારસરણીનું સર્જન. જનતાની વિચારસરણી ઘડાઈને તેને ચોક્કસ સ્વરૂપ મળતાં ઘણા વખત લાગે છે; કેમ કે નવા વિચારો ધીમે ધીમે ગળાતા ગળાતા સમુદાયના દિલ સુધી પહોંચે છે. વળી પોતાના જૂના પ્યાલા અને પૂ ગ્રહોને તજી દેવાને બહુ જૂજ લેકા તૈયાર હોય છે. ઘણી વખત તે એવું પણ બને છે કે, નવી વિચારપ્રણાલી કાયમ થાય અને આખરે લેકા નવા વિચારોના સ્વીકાર કરતા થાય ત્યાં તે। ખુદ એ વિચારો જ કંઈક અંશે પુરાણા થઈ ગયા હેાય છે. એ હકીકત નોંધપાત્ર છે કે ૧૮મી સદીના ફ્રાંસના ફિલસૂફાના વિચારો ઔદ્યોગિક યુગ પહેલાંની યુરોપની સ્થિતિની ભૂમિકા ઉપર રચાયેલા હતા. પરંતુ વાત એમ છે કે, ઈંગ્લેંડમાં તે લગભગ એ જ અરસામાં ઔદ્યોગિક ક્રાંતિના આરંભ થઈ ચૂકયો હતા. અને એ ક્રાંતિ જીવન તથા ઉદ્યોગોમાં ભારે પરિવર્તન કરી રહી હતી અને એ રીતે ફ્રાંસના આ ફિલસૂફાના ધણા સિદ્ધાંતાના